સ્કર્ટ-બ્લાઉઝ ઇન ટ્રેન્ડ

28 September, 2012 06:29 AM IST  | 

સ્કર્ટ-બ્લાઉઝ ઇન ટ્રેન્ડ



સ્ટાર & સ્ટાઇલ

તાજેતરમાં એક મૅગેઝિનની પાર્ટીમાં જૅકલિન ફર્નાન્ડિસ સબ્યસાચી મુખરજીએ ડિઝાઇન કરેલા એક જુદા જ પ્રકારના ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસ વેલ્વેટમાંથી બનાવવામાં આવ્યો છે અને એની પૅટર્ન પહેલાંના જમાનામાં જોવા મળતા ટિપિકલ ટૂંકા બ્લાઉઝ અને સ્કર્ટ જેવી છે. આ સ્કર્ટ હાઇ વેસ્ટ છે જેને લીધે પેટ દેખાય તો છે, પણ ઓછા પ્રમાણમાં.

આ સ્ટાઇલનો ડ્રેસ પહેલી વાર ફ્રેડા પિન્ટોએ કાન ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન પહેર્યો હતો, જેમાં તેણે હોલ્ટરનેક બ્લાઉઝ અને સ્કર્ટ પહેર્યું હતું. ત્યાર બાદ શહનાઝ ટ્રેઝરીવાલાએ આ જ સ્ટાઇલ રિપીટ કરી હતી, પરંતુ તેનો ડ્રેસ થોડો વધુપડતો રિવિલિંગ હતો અને હવે જૅકલિને આ સ્ટાઇલ અપનાવી છે. આ ડ્રેસમાં સ્કર્ટની લંબાઈ ગોઠણથી નીચે હોય છે અને એની ખાસિયત એ છે કે આમ તો સ્કર્ટ અને બ્લાઉઝ બન્નેની ડિઝાઇન કનેક્ટિંગ એક ગાઉન જેવી જ લાગે છે, પરંતુ એને ફક્ત પેટના ભાગ પાસેથી જાણે કાપીને છૂટી પાડી દેવામાં આવી હોય એવી છે.