શૉર્ટ હેરમાં સ્ટાઇલિશ લાગવા માટે શું કરશો?

30 October, 2012 06:08 AM IST  | 

શૉર્ટ હેરમાં સ્ટાઇલિશ લાગવા માટે શું કરશો?



વાળ બૉબકટ કે પછી શૉલ્ડર જેટલી જ લંબાઈના હોય ત્યારે કૅઝ્યુઅલી તો ઠીક પણ પાર્ટી વેઅરમાં એને સ્ટાઇલ કરવામાં મુશ્કેલી થાય છે. આવા વાળની લંબાઈને કારણે એને યોગ્ય રીતે બાંધી નથી શકાતા અને એને લીધે ચહેરો ખીલી નથી શકતો, પરંતુ જો સ્ટાઇલિંગ આવડતું હોય તો શૉર્ટ હેરમાં પણ સ્ટાઇલિશ લાગી શકો છો.

બ્લો ડ્રાય


તમે વિચારો છે એના કરતાં બ્લો ડ્રાય વધુ મહત્વનું છે. વાળ ભીના હોય ત્યારે બહારથી તો ઝડપથી સુકાય છે અંદરની લટો ભીની હોય છે, જે ભેજવાળા વાતાવરણના સંપર્કમાં આવતાં ડૅમેજ થશે એટલે વાળને સુકાવા માટે બ્લો ડ્રાયર ફેરવો. તમને જોઈતું સ્ટાઇલિંગ વાળમાં થશે કે નહીં એ માટે તમે વાળ કઈ રીતે સુકાવો છો એ મહત્વનું છે. જો મેસી લુક જોઈતો હોય તો એ રીતે વાળને સુકાવો. જો વાળ આગળથી સ્ટ્રેટ અને પાછળથી થોડા મેસી જોઈતા હોય તો વાળને ઊંધા કરો. આનાથી આગળના વાળ સ્ટ્રેટ જ રહેશે અને સુકાઈ જશે.

પ્રોડક્ટ

વાળમાં કઈ પ્રોડક્ટ વાપરો છો એ જરૂરી છે. વાળ ટૂંકા હોય ત્યારે જો એમાં સારી પ્રોડક્ટ નહીં વાપરવામાં આવે તો વાળ બરાબર સેટ નહીં થાય અને ખરાબ દેખાશે. હંમેશાં મોંઘી પ્રોડક્ટ્સ વાપરવી જરૂરી નથી, પરંતુ સારી પ્રોડક્ટ્સ જરૂરી છે. મોંઘામાં મોંઘો સ્પ્રે વાળમાં લગાવશો પણ જોઈતો લુક નહીં મળે તો નહીં ગમે.

જાડા-ટૂંકા વાળ

જો વાળ નાના હોય, પરંતુ ગ્રોથ ખૂબ વધારે હોય તો થોડું સ્ટિકી પ્રોડક્ટ ખરીદો. જેલ લગાવી શકાય. જેલને હાથમાં લઈ ઘસો અને વાળ પર લગાવો. જો બરાબર લગાવતા ન ફાવતું હોય તો સ્ટાઇલિસ્ટની હેલ્પ લો. વાળ જાડા હોય તો એને સેટ કરવા જરૂરી છે, કારણ કે એ મેસી લાગી શકે છે.

પાતળા વાળ

જો પાતળા અને નાજુક વાળ હોય તો એના પર ખૂબ હાર્ષ અને હેવી પ્રોડક્ટ્સ ન વાપરવી. વાળમાં શાઇન સિરમ લગાવી શકાય જેનાથી ચમક આવશે. વાળ પાતળા હોય ત્યારે ઊડે છે અને ઘૂંચવાઈ જાય છે આવામાં સિરમ લગાવેલું હશે તો વાળ સેટ રહેશે. નાના વાળ હોય એવામાં એને બાંધવાનો સ્કોપ રહેતો નથી. આવામાં વાળને બરાબર સેટ કરીને રાખવા જરૂરી છે.

કૅઝ્યુઅલ લુક


વાળ ભીના હોય ત્યારે મૂસ અને જેલ લગાવો. અથવા બ્લો ડ્રાય કરીને છોડી દો. પસંદ પ્રમાણે પાર્ટિંગ કરીને વાળને નૅચરલી પણ સુકાવી શકાય. જો વાળ ઊડતા હોય તો એને સિરમ લગાવી કન્ટ્રોલ કરો. જો વાળમાં ફ્રિન્જ હોય તો એને પણ સેટ કરો.

કેટલીક ક્વિક ટિપ્સ

વાળને બાઉન્સી રાખવા માટે રાત્રે સૂતા સમયે સાટીનના ઓશીકા પર સૂવો. કૉટનના પિલો કવર પર સૂવાથી વાળમાં ઘર્ષણ થાય છે અને વાળ તૂટે છે એ ઉપરાંત વાળનું ટેક્સચર પણ બગડે છે. માટે સૉફ્ટ પિલો કવર વાપરવું.

પાતળા વાળમાં વૉલ્યુમ લાવવા માટે વૉલ્યુમાઇઝિંગ સ્પ્રે લગાવી શકાય. જેમાં જ્યારે વાળ સૂકા હોય ત્યારે આગળના વાળના રૂટ્સ તરફ સ્પ્રે કરવો. બ્લો ડ્રાય કરવા માટે વાળની વિરુદ્ધ દિશામાં કરવું. માથું ઊંધું કરીને બ્રશ ફેરવશો તો પણ વાળમાં વૉલ્યુમ દેખાશે.

પાતળા અને ચમકીલા વાળ મેળવવા માટે લાઇટ વેઇટ લિવ-ઇન કન્ડિશનર વાળ જ્યારે ભીના હોય ત્યારે જ લગાવો. વાળમાં ફ્લૅટ બ્રશ ફેરવો અને ડ્રાયરથી વાળ ડ્રાય કરો ત્યારે ફ્લૅટ દાંતિયો ફેરવતા જાઓ અને નીચેની તરફ ડ્રાયર ફેરવો.

વાળને વધુ પ્રોડક્ટ કરવા માટે લિવ-ઇન કન્ડિશનર અથવા સિરમ લગાવવું. વાળને ધોયા બાદ આ પ્રોડક્ટ્સ લગાવવાથી વાળ પર એક પ્રોટેક્ટિંગ લેયર બને છે અને ભેજ સામે રક્ષણ મળે છે.