બ્રાઇટ લિપ્સ છે ટ્રેન્ડમાં

30 November, 2012 06:45 AM IST  | 

બ્રાઇટ લિપ્સ છે ટ્રેન્ડમાં




કરીના કપૂર હોય કે આલિયા ભટ્ટ, આજકાલ રેડ, પિન્ક અને ઑરેન્જ જેવા લિપસ્ટિકના બ્રાઇટ શેડ્સ બધાના જ ફેવરિટ બની ગયા છે. ફક્ત પાર્ટી જ નહીં, પરંતુ કૅઝ્યુઅલી પણ આ રંગો હવે યુવતીઓ અપનાવી રહી છે. આવો બ્રાઇટ રંગ લગાવવો હોય ત્યારે બાકીની કેટલીક બાબતોને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે, કારણ કે બ્રાઇટ શેડ્સ અમુક સ્કિન ટોન પર જ સારા લાગે છે. આ સીઝનના હૉટ મેક-અપ ટ્રેન્ડની ટિપ્સ જાણી લો.

બાકીનો મેક-અપ ઓછો

આવી લિપસ્ટિક સાથે તમારા હોઠ હાઇલાઇટ થશે. માટે એની સાથે આંખોને પણ હાઇલાઇટ કરવાની જરૂર નથી. બ્રાઇટ લિપસ્ટિક સાથે કાં તો આઇ-શૅડો ન લગાવવો અને કાં તો લાઇનર જાડું લગાવી શકાય. જો આ ઑપ્શન પસંદ ન હોય તો કોઇ એક જ શેડનો આઇ-શૅડો આખી આંખ પર લગાવો અને લાઇનર સ્કિપ કરો. બન્ને ઑપ્શનમાં હોઠ ફોકસમાં રહેશે અને સાથે જ આંખો પણ સુંદર લાગશે.

હોઠ અને ગાલ કૉન્ટ્રાસ્ટ

ચહેરો વધુપડતો જાડો ન લાગે એ માટે મેટ લિપસ્ટિક સાથે મેટ ચહેરો નહીં ચાલે. એના કરતાં ગાલ પર મેટ બ્લશ લગાવી લિપસ્ટિક શાઇની લગાવવી.

લિપ-લાઇનર નહીં


લિપસ્ટિક લગાવ્યા બાદ હોઠ સુંદર અને શેપમાં લાગે એ માટે લિપ-લાઇનર લગાવવાની સલાહ બધા જ આપે છે. પરંતુ આટલી બ્રાઇટ લિપસ્ટિક લગાવો ત્યારે લિપ-લાઇનર સ્કિપ કરી શકાય, કારણ કે એનાથી લુક વધુ સારો અને નૅચરલ લાગશે. લિપ-લાઇનરથી હોઠને આર્ટિફિશ્યલ શેપ આપ્યો હોય એવું લાગશે.

હોઠ અને આંખો કૉન્ટ્રાસ્ટ

જો વધુપડતો ફન્કી લુક જોઈતો હોય તો બે કૉન્ટ્રાસ્ટ બ્રાઇટ શેડને આંખ અને હોઠ પર લગાવી શકાય. ઑરેન્જ, રેડ કે પિન્ક  જેવા બ્રાઇટ શેડની લિપસ્ટિક સાથે ટકોર્ઇઝ, બ્લુ, ગ્રીન જેવા કૂલ શેડનો આઇ-શૅડો હટકે લુક આપશે.

પ્યોર પારદર્શકતા


જો બ્રાઇટ પહેરવાની શરૂઆત જ કરતા હો તો પહેલાં જ બ્રાઇટ મેટ લિપસ્ટિક લગાવી લેવાને બદલે થોડો ટ્રાન્સપરન્ટ લાગતો બ્રાઇટ શેડનો લિપગ્લોસ લગાવો. બ્રાઇટ ગ્લોસથી તમે શેડ સાથે કમ્ફર્ટેબલ થઇ શકશો અને પછીથી બ્રાઇટ લિપસ્ટિક અપનાવવામાં આસાની થશે.

લાઇટિંગને ધ્યાનમાં રાખો

લાલ લિપસ્ટિક કયા પ્રસંગે લગાવવાના છો એ જગ્યાની લાઇટિંગ ધ્યાનમાં રાખવી જરૂરી છે. જો આઉટડોર જવાનું હોય તો સૉફ્ટ અને ચમકીલા શેડ પસંદ કરી શકાય.ઈવનિંગમાં બોલ્ડ રંગો પસંદ કરો, જે હાઇલાઇટ થાય.

કૉમ્પ્લેક્શન


લોકોમાં એક ખોટી માન્યતા છે કે રેડ, પિન્ક, પર્પલ જેવા શેડની લિપસ્ટિક ફક્ત ખૂબ ગોરી ત્વચાવાળાને સૂટ થાય છે, પણ ના, એવું નથી. રેડ એ ખૂબ જ સ્ટ્રૉન્ગ કલર છે. જોકે રેડ લિપસ્ટિક લગાવીને પોતે કમ્ફર્ટે‍બલ રહેવું એ પર્સનલ વાત છે; પણ જોવા જઈએ તો રેડ કલર ઇન્ડિયન સ્કિન એટલે કે થોડી ઘઉંવર્ણી ત્વચા પર વધારે શોભે છે, કારણ કે આ રંગ સ્કિનને ઊજળી હોવાનો આભાસ કરાવી ફેસને બ્રાઇટ બનાવે છે.