રેડ કાર્પેટ ગાઉન પહેરો સ્ટાઇલથી

19 October, 2011 04:00 PM IST  | 

રેડ કાર્પેટ ગાઉન પહેરો સ્ટાઇલથી

ફ્લોઇંગ ડ્રેપ્સ અને કટને કારણે આ ગાઉન સ્ત્રીઓને એક ક્વીન જેવો લુક આપે છે, પણ અહીં એક રૉન્ગ ચૉઇસ અને તમે પોતાની જાતને વસ્ર્ટ ડ્રેસ્ડના લિસ્ટમાં જોશો. જોઈએ ગાઉન પહેરવા માટેના કેટલાક રૂલ્સ અને ટિપ્સ.

ઓછું અને સિમ્પલ

ગાઉન સિમ્પલ હોવો જોઈએ. સારી રીતે કટ કરેલા અને મિનિમમ એમ્બલિશમેન્ટ લગાવેલાં. અહીં એ સમજવાનું છે કે બધા જ ગાઉન બધી જ સ્ત્રીઓ પર સારા નથી લાગતા. ગાઉન પહેરો ત્યારે જ્વેલરી ઓછામાં ઓછી પહેરવી, કારણ કે જ્વેલરી જો વધારે હશે તો એ ગાર્મેન્ટનો લુક મારી નાખશે.

હેરસ્ટાઇલ

ગાઉન સાથે સ્ટાઇલિંગ જરૂરી છે, જેમાંથી વાળ પણ એક મહત્વનો ભાગ છે. હેરસ્ટાઇલ ફૉર્મલ અટાયરને સૂટ થાય એવી હોવી જોઈએ. બુફન્ટ કે બધા જ વાળને લઈને ઉપર બાંધેલી હેરસ્ટાઇલ ગાઉન સાથે સારી લાગશે. એ ઉપરાંત ખુલ્લા વાળ કે હાફ હેર ઓપન ગાઉન સાથે સૂટેબલ હેરસ્ટાઇલ છે. સૉફ્ટ કલ્ાર્સ સ્ટાઇલિશ લાગશે.

ફૂટવેઅર

ગાઉન સાથે હીલ્સવાળાં ફૂટવેઅર જ સારાં લાગશે. એમાં પણ સ્ટિલેટોઝ બેસ્ટ રહેશે. ગાઉનમાં ગ્રેસફુલી ચાલવા માટે ૪-૫ ઇંચની પેન્સિલ હીલ્સ સારી રહેશે. ફુલ લેન્ગ્થ ગાઉન હોય તો એ હીલ્સ પર્હેયા પછી ફ્લોરને ટચ થતો હોવો જોઈએ. હા, જ્યાં સુધી સેલિબ્રિટીઝની જેમ કોઈ ઇન્ટરનૅશનલ કે મોટી ઇવેન્ટના રેડ કાર્પેટ પર ન હો ત્યાં સુધી લૉન્ગ ટ્રેઇન ગાઉન ટ્રાય ન કરવા, કારણ કે સામાન્ય ઇવેન્ટ્સમાં એટલી ઓપન સ્પેસ તમને નહીં મળે કે તમારા ગાઉનની લાંબી લટકતી ટ્રેઇન તમે પાથરીને ચાલી શકો.

ફૅબ્રિક કૉન્શિયસ

ગાઉનમાં સૌથી મહત્વનો ભાગ એટલે ફૅબ્રિકનું સિલેક્શન. ગાઉનનું ફૅબ્રિક સૉફ્ટ હોવું જોઈએ. સિલ્ક, વેલ્વેટ, સૅટિન, શિફોન જેવા ફૅબ્રિક ગાઉન માટે બેસ્ટ રહેશે; કારણ કે ગાઉનમાં પ્લીટ્સ અને ડ્રેપ્સ સારી રીતે દેખાવાં જોઈએ. આજકાલ લેસનો ટ્રેન્ડ પણ ખાસ્સો છે એટલે ડેકોરેટિવ લેસ ફૅબ્રિકમાંથી પણ ગાઉન બનાવડાવી શકાય, જે દેખાવમાં ટ્રેન્ડી અને સેક્સી લાગશે.

પૅટર્ન

ગાઉનની પૅટર્ન પોતાની બૉડી ટાઇપ અને પોતાના શરીરના બેસ્ટ ફીચર પ્રમાણે કરી શકાય. અહીં પીઠ, પગ, શોલ્ડર વગેરે અંગોને ધ્યાનમાં રાખીને ગાઉનની પૅટર્ન અને કટ્સ સિલેક્ટ કરવાં. અહીં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે કોઈ બીજા પર જે સારું લાગશે એ તમારા પર સારું નથી લાગવાનું એટલે સ્ટાઇલ પોતાના શરીરને ધ્યાનમાં રાખીને પસંદ કરો. ગાઉનમાં એસિમેટ્રિકલ હેમલાઇન થોડી અનમૅનેજ્ડ લાગે છે, જ્યારે સ્ટ્રેઇટ-કટ ગાઉન દેખાવમાં એલિગન્ટ લાગશે.

તમારી બૉડીટાઇપ શું છે?

કોઈ પણ આઉટફિટ પહેરવા માટે બે ચીજો ધ્યાનમાં રાખવાની હોય છે. એક તો પ્રસંગ અને બીજી બૉડી ટાઇપ. ઉદાહરણ તરીકે ફિલ્મફેર અવૉર્ડ્સમાં કોઈ ઍક્ટ્રેસ થોડો ફન્કી ગાઉન પહેરી શકે, પણ જો ઑસ્કર્સમાં કે કાનમાં જવું હોય તો ડિઝાઇનર ફૉર્મલ ગાઉન જ પહેરવો પડશે. થોડા કૅઝ્યુઅલ ફૉર્મલ ઓકેઝનમાં તમે રંગો અને ડિઝાઇન સાથે એક્સપરિમેન્ટ કરી શકો છો, પણ ફૉર્મલ ઓકેઝન માટે સૉલિડ કલર્સ અને મેટાલિક શેડ્સ જ સારા લાગશે. ગાઉનની સ્ટાઇલ ચેક કરવા માટે ઐશ્વર્યા રાયના કાન ફિલ્મ-ફેસ્ટિવલના રેડ કાર્પેટ અપિયરન્સ બેસ્ટ ગાઇડન્સ બની રહેશે, કારણ કે અહીં કેટલીક મિસ્ટેક્સ પણ છે અને કેટલાંક સ્ટાઇલ-સ્ટેટમેન્ટ્સ પણ.

સ્ટાઇલિંગ ટિપ્સ