લિપસ્ટિક ખરીદવામાં થાય છે કન્ફ્યુઝન, તો આ રહી એક્સપર્ટ ટિપ્સ

26 December, 2018 11:21 AM IST  | 

લિપસ્ટિક ખરીદવામાં થાય છે કન્ફ્યુઝન, તો આ રહી એક્સપર્ટ ટિપ્સ

પ્રતીકાત્મક તસવીર

જ્યારે પણ વાત કોસ્મેટિક્સની હોય ત્યારે મહિલાઓ એક્સાઈટેડ થઈ જાય છે. અને થાય પણ કેમ નહીં, આખરે જ્યારે યુવતીઓ આ તમામનો ઉપયોગ કરીને વધુ સુંદર દેખાય છે, તો સારા કોમ્પ્લીમેન્ટ્સ પણ તો મળે છે. એટલે જ મહિલાઓ આ કોસ્મેટિક્સ ખીદવામાં વધુ ખર્ચો કરે છે. તમારા મેક અપ બોક્સમાં ઢગલાબંધ ક્રીમ, સીરમ અને લોશન હશે. અને લિપસ્ટિક પણ તમે રાખતા જ હશો.

પણ સવાલ એ છે કે સારી લિપસ્ટિક ખરીદવી કેવી રીતે?

આ સવાલ દરેક મહિલાને થાય જ છે, કારણ કે મહિલાઓ લિપસ્ટિક ખરીદતા સમયે કન્ફ્યુઝ્ડ જરૂર રહે છે. લિપસ્ટિકમાં લેડ અને સીસું સહિતના કેમિકલ્સનો ઉપયોગ થાય છે, એટલે આ કન્ફ્યુઝન યોગ્ય છે. આ કેમિકલ્સ હોઠ ખરાબ કરે છે.

તો જો તમને પણ તમારા હોઠને વધુ સુંદર બનાવવા માગો છો, અને સારી લિપસ્ટિક ખરીદવા ઈચ્છો છો, તો આ રહી ટિપ્સ.

તમારી જરૂરિયાત સમજો

હંમેશા પોતાની જરૂરિયાત પ્રમાણે જ લિપસ્ટિક ખરીદો. સ્ટોરમાં તો જાતભાતના શેડ્સ અને કંપનીની લિપસ્ટિક મળતી હોય છે. જેમ કે, ક્રીમ, મેટ ટચ લિપસ્ટિક, ફ્રોસ્ટ ફિનિશ અને શીમર લિપસ્ટિક. પણ તમારે કેવી લિપસ્ટિક જોઈએ છે તે તમારે નક્કી કરવાનું છે.

યોગ્ય શૅડની લિપસ્ટિક ખરીદો

તમારા હોઠ અને ફેસ ટોનને ધ્યાનમાં રાખીને જ લિપસ્ટિક ખરીદો. સમજો કે કયા પ્રકારનો કલર તમારા હોઠ પર કેવો લાગે છે. હંમેશા યોગ્ય શેડની જ લિપસ્ટિક ખીદો. ડીપ શેડની લિપસ્ટિક તમારા હોઠને નાના અને બ્રાઈટ શેડની લિપસ્ટિક તમારા હોઠને મોટા દર્શાવે છે.

લિપસ્ટિક ખરીદતા સમયે તેમાં આપેલા એલર્ટ્સ જરૂર વાંચો. આમ કરવાથી તમને લિપસ્ટિક વિશે પ્રોપર માહિતી મળશે. સ્ટોર પર જતા પહેલા એકવાર લિપસ્ટિકના રિવ્યુઝ પણ વાંચી લો. તેનાથી તમને બીજાના એક્સપિરીયન્સ વિશે પણ જાણ થશે અને લિપસ્ટિક વિશે તમે યોગ્ય ડિસીઝન લઈ શક્શો.

ખરીદતા પહેલા કરો ટ્રાય

લિપસ્ટિક ખરીદતા પહેલા તેને એકવાર ટ્રાય જરૂર કરો. કેટલાક શેડ તમારા સ્કીન ટોન અને પર્સનાલિટી સાથે મેચ નહીં કરે. એટલે હંમેશા ટ્રાય કરવાનું રાખો.

ઈન્ફેક્શનથી બચો.

જો તમે કોઈ પણ પ્રકારના ઈન્ફેક્શથી બચવા માગો છો તો સ્ટોરમાં એવા કોઈ ટેસ્ટર ન વાપરો જેને સેનીટાઈઝ નથી કરાયું. કારણ કે આ જ ટેસ્ટર તમારા પહેલા બીજા ઘણા લોકોના હોઠને સ્પર્શ કરી ચૂક્યા હોય છે.

એક્સપાયરી ડેટ કરો ચેક

લિપસ્ટિક ખરીદતા પહેલા એક્સપાયરી ડેટ ચેક કરવાનું રાખો. લિપસ્ટિકની લાઈફ મેન્યુફેક્ચર થયાના ત્રણ વર્ષ સુધીની હોય છે. એટલે તેને ખરીદતા પહેલા ડેટ જરૂર ચેક કરો. કેટલીક વાર બ્રાન્ડેડ સ્ટોર્સ પણ જૂની લિપસ્ટિક વેચે છે. તો બી અવેર.

કિંમત તપાસો

લિપસ્ટિક ખરીદતા પહેલા તમારુંબ જેટ નક્કી કરી લો. તેનાથી વધુ મોંઘી લિપસ્ટિક પાછળ ખર્ચેલા પૈસા ફાલતુ ખર્ચ છે. આજકાલ દરેક બ્રાંડમાં દરેક પ્રકારના શેડ્સ મળી જ રહે છે. તો તમારે ગમતો શેડ ખીદવા માટે બજેટ બગાડવાની જરૂર નથી. આ ઉપરાંત એક્સચેન્જ પોલિસી પણ જોતા રહો. કેટલીક વાર લિપસ્ટિક એક્સચેન્જ અને બાય બેક સ્કીમ્સમાં પણ મળે છે.

ઓનલાઈન ન ખરીદો.

લિપસ્ટિક ક્યારેય ઓનલાઈન ન ખરીદવી જોઈએ. ખાસ કરીને ન્યૂડ શેડ્સની લિપસ્ટિક તો બિલકુલ ઓનલાઈન ન ખરીદો. જો તમે પહેલા યુઝ કરી ચૂક્યા છો તો જ આવું જોખમ ઉઠાવો.