ચીવટથી ખરીદો સાડી

17 December, 2012 05:53 AM IST  | 

ચીવટથી ખરીદો સાડી



પોતાને ગમે તેટલા શૉપોહોલિક માનતા હો તોય સાડીની શૉપિંગ મહેનત અને સમય માગી લેનારી છે. સાડી પહેરવાના શોખીનો પણ વેસ્ટર્નવેઅરની જેમ સાડી આસાનીથી નથી ખરીદી શકતા. સાડી એક એવું વj છે, જે સ્ત્ર લાઇફટાઇમ સાચવી રાખે છે અને એ ક્યારેય જૂનું કે આઉટડેટેડ નથી થતું. સાડીમાં એક જુદી જ પોતીકાપણાની ફીલિંગ હોય છે જે એક સ્ત્ર જ જાણી શકે છે. સાડીની આ શૉપિંગને આસાન અને સ્પેશ્યલ બનાવવાની ટિપ્સ જાણી લો.

શોરૂમ સુધી જ નહીં


સાડી ખરીદવા માટે હંમેશાં પોતાને મોટા બજેટ અને હાઈ ઍન્ડ સ્ટોર સુધી લિમિટ ન કરો. કેટલીક વાર ડિઝાઇનર શોરૂમમાં જે વરાઇટી નહીં મળે એ તમારી નજીકના એરિયાની નાનકડી દુકાનમાં મળી જશે અને એ પણ ખૂબ ઓછી કિંમતમાં. માટે જ જ્યારે સાડીની વાત આવે ત્યારે ભલે ફરવું પડે તોય વધારે દુકાનોમાં ફરો અને પછી જ બેસ્ટ સિલેક્ટ કરો.

ડિઝાઇનર બ્લાઉઝ

મોંઘી કાંચીપુરમ, બનારસી કે પટોળું ખરીદ્યું હોય તો એમાં સાથે આવેલું બ્લાઉઝ પીસ કોઈ પણ ટેલરને સોંપી ન દેવું. જો ટેલરની કુશળતા વિશે કૉન્ફિડન્સ ન હોય તો પહેલાં એક સસ્તું ફૅબ્રિક લઈ બ્લાઉઝ સીવડાવો અને ટ્રાયલ લો અને જો ફિટિંગ યોગ્ય લાગે તો જ બ્લાઉઝ આપો. જો બ્લાઉઝનું ફિટિંગ ટ્રાય કરવું હોય તો ટેલરને સિલ્ક જેવા ફૅબ્રિકનું બ્લાઉઝ બનાવવા આપવું, કારણ કે એમાં લુઝ કે ટાઇટ બન્ને પ્રકારનાં ફિટિંગ વિશે ઝડપથી ખ્યાલ આવે છે. બ્લાઉઝના અસ્તરમાં કંજૂસી ન કરવી. અસ્તરનું ફૅબ્રિક ભલે થોડું મોંઘું પડે પણ ટકાઉ અને જાડું જ ખરીદો. એક બ્લાઉઝનું ફૅબ્રિક પણ અસ્તર તરીકે વાપરી શકાય. લાઇનિંગમાં વપરાયેલા ફૅબ્રિકનો રંગ ન નીકળે એ પણ જરૂરી છે.

કૉટન કે સિલ્ક

તમારા પ્રેફરન્સ તેમ જ તમારી પર્સનલ સ્ટાઇલ શું છે એ પ્રમાણે સાડીઓની પસંદગી કરો. જો સોબર લુક અને કમ્ફર્ટ માનતા હો તો ગો ફૉર કૉટન. કૉટનમાં પણ ખૂબ વરાઇટીઓ મળી રહે છે. એના પ્રમાણે તમારી પસંદનું હેવી અથવા સિમ્પલ કૉટન પસંદ કરી શકાય. કૉટન સાથે સિલ્ક બ્લેન્ડ પણ સરસ લાગે છે. જો સિલ્ક વધારે રિચ લાગતું હોય અને એ ફૅબ્રિકનું ટેક્સચર તમને પસંદ હોય તો એની વરાઇટીઓ પણ અનેક છે. પ્યૉર સિલ્ક, ક્રેપ સિલ્ક, ગજી સિલ્ક જેવી વરાઇટી મળી જશે. આ સિવાય જો ફિગર અને પર્સનાલિટી બન્ને સાથ આપે તો સિન્થેટિક ફૅબ્રિકની સાડીઓ હેવી અથવા લાઇટ વર્ક સાથે પસંદ કરી શકાય.

 લો-કૉસ્ટ સાડીઓ

કેટલીક વાર સુંદર કૉમ્બિનેશન્સ અને નવી ડિઝાઇનો તમને મોંઘી ડિઝાઇનર સાડીમાં જોવા નહીં મળે. કોઈ પણ નવો ટ્રેન્ડ સસ્તી સાડીઓમાં સૌથી પહેલાં આવે છે. તમારા મેડ કે કુક પાસેથી પણ આ વિશેની ટિપ્સ લઈ શકાય. સાડી ગમે તેટલી સસ્તી હોય તોય જો એને પરફેક્ટ ફિગર પર પરફેક્ટ રીતે પહેરવામાં આવી હોય તોય કીમતી અને સ્ટાઇલિશ લાગશે. વૉર્ડરોબને સંપૂર્ણ બનાવવા માટે સસ્તી, સામાન્ય અને મોંઘી એમ બધી જ પ્રકારની સાડીઓનું કલેક્શન કરો. દરેક પ્રસંગ અને સ્થાને પહેરવા માટે સાડી વૉર્ડરોબમાં હોવી જોઈએ.

સાડીનું વજન

બ્રાઇડલવેઅર સાડીઓ ખરીદતી વખતે આ પૉઇન્ટ ધ્યાનમાં રાખવો ખૂબ વધારે જરૂરી છે. સિલ્કની સાડીઓમાં સિલ્ક જેટલું વજનદાર હશે એટલી જ એ સાડી લાંબી ચાલશે. સાડીમાં કરેલું વર્ક જો ખૂબ વજનદાર હોય તો સાડીનું મટીરિયલ ટકાઉ હોવું જરૂરી છે નહીં તો એ ફાટી જવાના ચાન્સિસ વધુ છે. આ જ પ્રમાણે સાડી પર્હેયા બાદ તમે આરામદાયક ફીલ કરશો કે નહીં એ જાણવા માટે ખરીદતાં પહેલાં સાડી રૅપ કરીને જુઓ અને જો કમ્ફર્ટેબલ લાગે તો જ ખરીદો.

બૉડી પ્રમાણે


જો તમારું ફિગર સ્થૂળ હોય તો સાડી પર્હેયા બાદ સ્લીમ દેખાવું તમારી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. આવું શરીર હોય તો એવી સાડીઓ ન ખરીદવી, જેની ડિઝાઇન વધુ બોલ્ડ હોય કે ફૅબ્રિક વધુપડતું જાડું હોય. તમારા માટે શિફોન, જ્યૉર્જેટ અને હેવી મૈસુર સિલ્ક સાડીઓ બેસ્ટ રહેશે. સુંદર લાગવાની સાથે આ ફૅબ્રિકમાં તમે સ્લિમ પણ લાગશો.

જો હાઇટ નાની હોય તો પાતળી બૉર્ડરવાળી સાડીઓ ખરીદો અથવા બૉર્ડર નહીં હોય તો પણ ચાલશે. બૉર્ડર મોટી હશે તો હાઇટ વધુ નાની લાગશે. આનાથી વિરુદ્ધ એમ હાઇટેડ લેડીઝ પહોળી બૉર્ડર વાળી સાડીઓ ખરીદી શકે છે.

જો શરીરમાં કર્વ્સની કમી હોય તો ઓરગેંઝા, કૉટન અને ટિશ્યુની સાડીઓ તમને ફુલર લુક આપશે.