વરસાદની ઠંડક અને સાથે હૉટ યમી પાસ્તા

07 August, 2012 06:16 AM IST  | 

વરસાદની ઠંડક અને સાથે હૉટ યમી પાસ્તા

કેટલાક લોકોને વરસાદમાં ભીંજાવાનું ગમે છે તો કેટલાકને ઘરમાં જ બેસીને વરસાદ માણવાનું. બૉલીવુડ ઍક્ટ્રેસ મિનિષા લાંબાને બન્ને રીતે વરસાદ માણવો પસંદ છે. તેનો મૉન્સૂનને માણવાનો ફન્ડા ખૂબ ક્લિયર છે. એમાં સમાવેશ થાય છે હૉટ યમી પાસ્તાનો જે બહારના ઠંડા વાતાવરણમાં થોડી હૂંફ ભેળવે.

વરસાદ અને રોમૅન્સ

હું રોમૅન્ટિક નથી, પરંતુ જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે મને રોમૅન્ટિક ફિલ્મો જોવી ગમે છે. વાતાવરણ મસ્ત હોય ત્યારે એમાં રોમૅન્ટિક ફિલ્મો વધુ સારી ફીલિંગ આપે છે.

મૉન્સૂન ફૂડ

મને થાઇ ક્વિઝિન ખૂબ પસંદ છે. થાઇની કરીની કોઈ ડિશ કે યમી ગરમાગરમ પાસ્તા મને આવા દિવસોમાં ખાવાની મજા આવે છે. થાઇ ક્વિઝિન હેલ્ધી પણ હોય છે એટલે આ એક કમ્ફર્ટ ફૂડ બને છે.

એક ગરમાગરમ પ્યાલી

વરસાદની સીઝનમાં ઘરે બેસીને કંઈ પણ કામ ન કરતાં ફક્ત આરામ કરવો હોય, ભારે વરસાદને લીધે ઘરમાંથી બહાર નીકળવાનું શક્ય ન હોય અને જો બિઝી શેડ્યુલમાં ઘરે રહેવાનો ચાન્સ મળે તો એને એન્જૉય કરવાનો એક જ રસ્તો છે - ગરમાગરમ કૉફી. એક મગ હાથમાં લો, બારી કે બાલ્કનીમાં બેસો અને આખી દુનિયાને વરસાદ ભીંજવી રહ્યો છે એ નજારો માણો.

મિટ્ટી કી ખુશ્બૂ

ખૂબ ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે ઘરની બહાર નીકળવું શક્ય નથી હોતું, પરંતુ જો થોડો રીમઝીમ વરસાદ વરસતો હોય તો હું છત્રી લઈને ઘરની આસપાસના એરિયામાં વૉક કરવા નીકળી પડું છું. વરસાદમાં માટીની સુગંધ અને બધે જ ફેલાયેલી એ હરિયાળી જોવાની મજા જ કંઈ ઑર છે. સરસ મજાનો વૉક લેવા માટે આ વાતાવરણ શ્રેષ્ઠ છે.

બૈઠે-બૈઠે ક્યા કરે...

બહાર જવાનો ચાન્સ ન મળે ત્યારે એનો ફાયદો ઉપાડીને ઘરની અંદર કૉન્સન્ટ્રેટ કરો. એટલે મૉન્સૂનમાં જ્યારે હું ઘરે હોઉં ત્યારે મારો વૉર્ડરોબ ચેક કરું. બધી જ ચીજો પર એક નજર ફેરવું. મારાં કૉસ્મેટિક્સ, ક્રીમ્સ અને પરફ્યુમ્સને ફરી ગોઠવીને રાખવાનું કામ પૂરું કરું તેમ જ ફર્નિચરને ફરી ગોઠવીને ઘરમાં થોડું ડેકોરેશન કરું. આ બધું કરવાથી મારો મૂડ સુધરી જાય છે.