નખનાં નખરાં

11 October, 2011 08:19 PM IST  | 

નખનાં નખરાં



હાફ મૂન

આ અત્યારે હૉટેસ્ટ સ્ટાઇલ છે. હાફ મૂન મૅનિક્યૉર રિવર્સ ફ્રેન્ચ મૅનિક્યૉર તરીકે પણ ઓળખાય છે, કારણ કે આ સ્ટાઇલમાં નેઇલ-પૉલિશ બૉટમથી લગાવવામાં આવે છે, જ્યારે રેગ્યુલર ફ્રેન્ચ મૅનિક્યૉરમાં ડાર્ક નેઇલ પૉલિશ ફક્ત નખના ઉપરના ભાગમાં જ લગાવવામાં આવે છે. અત્યારે આ સ્ટાઇલ લોકો ફ્રેન્ચ મૅનિક્યૉર કરતાં વધારે પસંદ કરી રહ્યા છે, કારણ કે હાફ મૂન સિમ્પલ હોવા છતાં ડ્રામૅટિક લુક આપે છે.

ક્રૅકલ નેઇલ

આ એક જુદા જ પ્રકારની નેઇલ-પૉલિશ ડિઝાઇન જોતાં જ નખ તરત ધ્યાન ખેંચે છે. ક્રેકલ એક સ્પેશ્યલ નેઇલ-પૉલિશ છે જે નખ પર લગાવ્યા બાદ જ્યારે સુકાય છે ત્યારે નખમાં જાણે તિરાડો પડી હોય એવું ટેક્સ્ચર છોડે છે. આ નેઇલ-પૉલિશને બીજા કોઈ શેડ સાથે કૉમ્બિનેશનમાં વાપરીને પણ વધારે ડ્રામૅટિક લુક ક્રીએટ કરી શકાય છે. આવી ક્રૅકલ નેઇલ-પૉલિશ સાથે ટૉપ કોટ તરીકે મેટ નેઇલ-કલર વાપરો. આ ટ્રેન્ડ અત્યારે ખૂબ હૉટ છે અને ટૂંકા તેમ જ લાંબા બન્ને પ્રકારના નખ પર સારો લાગે છે.

ગોલ્ડ અને મેટાલિક ફૉઇલ

મેટાલિક કલર્સ જેટલા અત્યારે ટ્રેન્ડમાં છે એટલા પહેલાં ક્યારેય નહોતા. મેટાલિક શેડ્સમાં ખાસ કરીને ગોલ્ડ ફેવરિટ બની રહ્યો છે. અત્યારે ફૅશન-શોમાં રૅમ્પ પર પણ ગોલ્ડ ફૉઇલવાળા નખ ખૂબ ચાલી રહ્યા છે. અહીં ગોલ્ડ ફૉઇલ ન હોય તો જાતે બનાવવાની સિમ્પલ ટ્રિક એ છે કે પહેલાં ખૂબ પ્રમાણમાં ગોલ્ડન કલરની નૅઇલ-પૉલિશ લગાવો અને ત્યાર બાદ એને ફૉઇલની ઇફેક્ટ આપવા માટે થોડી ઉખાડી નાખો. ગોલ્ડ સિવાય બીજા મેટાલિક શેડ્સ પણ ટ્રેન્ડમાં છે.

નેઇલ આર્ટ ડેકલ

આ ડેકલ્સ એટલે નૉર્મલ નેઇલ આર્ટનાં સ્ટિકર્સ. આ સ્ટિકર્સ ખૂબબધી ડિઝાઇનો અને રંગોમાં મળી રહે છે, જેમાંથી તમે પોતાની પર્સનાલિટીને સૂટ કરતી ડિઝાઇન અને કલર્સ પસંદ કરી શકો છો. ડેકલને લગાવવા માટે કોઈ સારી ક્વૉલિટીના ગમનો ઉપયોગ કરવો. ત્યાર બાદ એને સીલ કરવા માટે ટ્રાન્સપરન્ટ ટૉપ કોટ લગાવવો. સ્ટોન અને ડાયમન્ડવાળાં ડેકલ્સ આ સીઝનનું અટ્રૅક્શન છે અને ધ્યાન પણ ખેંચે છે.

નિયોન અને ન્યુટ્રલ કલર્સ

આ બે ટ્રેન્ડ ફૅશન-એક્સપટોર્ અને ફૅશનેબલોમાં ખૂબ અપનાવાઈ રહ્યો છે. યલો, ગ્રીન, બ્લુ, પિન્ક જેવા નિયોન કલર્સ કૉલેજ-ગલ્ર્સમાં ફેવરિટ છે. તો હવે તમારી પર્સનાલિટી અને પ્રસંગ પ્રમાણે ન્યુડ નેઇલ કલર અથવા નખને ગ્રેસફુલ બનાવવા માટે ચળકતો નિયોન પિન્ક લગાવો. તટસ્થ રંગોને વધારે ઇન્ટરેgસ્ટગ બનાવવા માટે તમે પીચ અને વાઇટના સ્ટ્રાઇપ્સ પણ બનાવી શકો છો.