મૉડર્ન બ્રાઇડ્સ

21 September, 2012 05:23 AM IST  | 

મૉડર્ન બ્રાઇડ્સ



બ્રાઇડલ ડિઝાઇન્સમાં અત્યારે રૉયલ કૉન્સેપ્ટ ઇન છે. ૧૨થી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન સાંતાક્રુઝની ગ્રૅન્ડ હયાત હોટેલમાં ચાલેલા આમ્બિ વૅલી ઇન્ડિયા બ્રાઇડલ ફૅશન-વીકમાં આ રૉયલ ડિઝાઇનો તો દેખાઈ, પણ એમાં મૉડર્ન ટચ ભરપૂર હતો. કલેક્શનમાં દેખાડવામાં આવેલા એક-એક પીસ હેરલૂમ કહી શકાય એવા એટલે કે એક જનરેશનથી બીજી જનરેશન પાસ કરી શકાય એવા હતા. આ ફૅશન-વીકમાં અંજલિ અને અજુર્ન કપૂર, આશિમા લીના, ફાલ્ગુની ઍન્ડ શેન પીકોક, જે. જે. વલાયા, મંદિરા વર્કિ, નરેન્દ્રકુમાર અહમદ, પલ્લવી જયકિશન, શાંતનુ ઍન્ડ નિખિલ, તરુણ તાહિલિયાની તેમ જ વિક્રમ ફડનીસ જેવા જાણીતા ડિઝાઇનરોએ પોતાનું કલેક્શન લૉન્ચ કર્યું હતું.

બધા જ ડિઝાઇનરોના કલેક્શનમાં હેવી બ્રાઇડલ એમ્બ્રોઇડરી કૉમન હતી. તરુણ તાહિલિયાનીના કલેક્શનમાં થોડી સોબર અને સૉફ્ટ ડિઝાઇનો જોવા મળી. ડિઝાઇનર પલ્લવી જયકિશને પોતાના કલેક્શનનું નામ ‘અશરફિયાં’ આપ્યું હતું, જેમાં મૉડર્ન પણ ક્લાસિક એવી ડિઝાઇનો પ્રેઝન્ટ કરવામાં આવી. બધા જ પીસમાં પલ્લવીની સિગ્નેચર સ્ટાઇલ જોવા મળી. આ ડિઝાઇનરના કલેક્શનમાં યલો અને ગોલ્ડનું કૉમ્બિનેશન જોવા મળ્યું જે ધીરે-ધીરે વધુ ડાર્ક શેડમાં ફેરવાતું ગયું. છેવટે પીચ અને રેડના શેડ્સ જોવા મળ્યાં.

ડિઝાઇનર વિક્રમ ફડનીસે છેલ્લાદિવસે પોતાનું સિગ્નેચર બ્રાઇડલ કલેક્શન પ્રેઝન્ટ કર્યું હતું જેમાં બૉલીવુડ ટચવાળા હેવી લેહંગાનો સમાવેશ હતો. શો-સ્ટૉપર હતી સોહા અલી ખાન જેનો હેવી લેહંગા ચોલીવાળો બ્રાઇડલ લુક લગ્નની સીઝનમાં હિટ રહેશે.

ફાલ્ગુની અને શેન પીકોક ઇન્ટરનૅશનલ સ્ટાર્સ માટે ડિઝાઇન કરવા માટે વધુ જાણીતાં છે. તેમનું કલેક્શન થોડું હટકે હોય છે. બ્રાઇડલ વીકના પાંચમા દિવસે આ જોડીએ વેડિંગ ગાઉન્સ અને સૉફ્ટ શેડની સાડીઓ પ્રેઝન્ટ કરી. શો-સ્ટૉપરમાં સારા જેન ડાયસ અને ઝરીન ખાન હતાં. આ કલેક્શનમાં થોડો પર્શિયન ટચ જોવા મળ્યો જેમાં હોલ્ટર નેક અને લેસની કિનારીવાળાં બ્લાઉઝો હતાં.

ડિઝાઇનર્સ આશિમા-લીનાના કલેક્શનમાં ગોલ્ડન શેડનો ખાસ વપરાશ હતો, જ્યારે જે. જે. વલાયાના કલેક્શનમાં વેલ્વેટનો ઉપયોગ ખાસ હતો. શો-સ્ટૉપર નર્ગિસ ફખરી માટે જે. જે. વલાયાએ ડીપ પર્પલ વેલ્વેટના લેયર્ડ ગાઉન પર હેવી ડલ ગોલ્ડ એમ્બþૉઇડરી કરાવી હતી.

જ્યોત્સ્ના તિવારીએ જે બ્રાઇડલ કલેક્શન પેશ કર્યું એમાં નેટનો વપરાશ ખાસ હતો તેમ જ આખા કલેક્શનમાં રેડ કલરનું વર્ચસ રહ્યું. ઘાઘરા-ચોલી સિવાય લાંબા કુરતાવાળા અનારકલી કુરતા પણ હતા. આ સિવાય પર્પલ અને બ્લુ જેવા રૉયલ શેડના સૅટિનના ડ્રેપ ગાઉન્સ પણ હતા જેનો લુક સાડી જેવો હતો.

ઓવરઑલ આ બ્રાઇડલ વીક બીજા

ફૅશન-વીક્સની જેમ ફક્ત જોવા માટેનું જ નહીં પરંતુ પ્રૅક્ટિકલી અપનાવી શકાય એવું હતું. ગોટા વર્ક, ડાયમન્ડ વર્ક, બ્રોકેડની હેવી લેસ વગેરે આવનારી વેડિંગ સીઝનમાં ચોક્કસ ચાલશે.