માસ્ક અને એ પણ ફૅશનેબલ

27 April, 2021 12:45 PM IST  |  Mumbai | Aparna Shirish

બૉલીવુડની બ્યુટીઝ અવારનવાર ડિઝાઇનર માસ્ક પહેરી આ ન્યુ નૉર્મલ એસેન્શિયલ ઍક્સેસરીને પ્રૅક્ટિકલ ટ્રેન્ડ બનાવી રહી છે

માસ્ક અને એ પણ ફૅશનેબલ

થોડા સમય પહેલાં કરીના કપૂરે લોકોને માસ્ક પહેરવા માટે આહ્વાન આપ્યું હતું. તેણે લખ્યું હતું કે ‘કોઈ પ્રૉપગૅન્ડા નહીં, ફક્ત માસ્ક પહેરો.’ જોકે તેના આ મેસેજ કરતાં તેનો માસ્ક હજીયે ચર્ચાનો વિષય છે, કારણ કે કરીનાએ આ માસ્ક પહેરવાની સલાહ આપવા માટે ૨૬,૦૦૦ રૂપિયાની કિંમતનો લુઈ વિત્તોં બ્રૅન્ડનો માસ્ક પહેર્યો હતો. તેનો કાળા રંગનો આ માસ્ક જેના પર બ્રૅન્ડનો મોનોગ્રામ હતો એ વૉશેબલ છે અને એક સિલ્કના પાઉચમાં આવે છે. મુદ્દાની વાત એ કે માસ્ક હવે માત્ર એક પ્રોટેક્શન એસેન્શિયલ નહીં પણ ન્યુ નૉર્મલ ફૅશન ઍક્સેસરી બની ગયો છે. 
પર્સનલાઇઝ્ડ માસ્ક
પોતાની વસ્તુ પર પોતાનું નામ લખી એને પર્સનલાઇઝ્ડ બનાવવાનો ટ્રેન્ડ છેલ્લાં કેટલાંક વર્ષોથી આવ્યો છે. બૅગ્સ, પેન, પર્સ, ચશ્માં અને હવે માસ્ક પણ. મલાઇકા અરોરાના માસ્ક પર નજર ફેરવશો તો તેના માસ્ક પર તેના નામના ફર્સ્ટ લેટર Mની એમ્બ્રૉઇડરી જોવા મળશે. આવા માસ્ક આજકાલ ખૂબ ચાલી રહ્યા છે. કૉટનના માસ્ક પર મશીન કે હૅન્ડ એમ્બ્રૉઇડરી વડે તમારા નામનો પહેલો અક્ષર લખવામાં આવે છે. 
મૅચિંગ માસ્ક
આલિયા ભટ્ટ થોડા સમય પહેલાં પોતાના ડ્રેસના જ રંગ અને ડિઝાઇનવાળો માસ્ક પહેરેલી જોવા મળી હતી. આજકાલ મહિલાઓ માટે કપડાં બનાવતી કેટલીક બ્રૅન્ડ્સ પણ કુરતી, ડ્રેસ કે ટૉપ સાથે મૅચિંગ માસ્ક આપે છે. આ મૅચિંગ ફૅશન પ્રૅક્ટિકલ પણ છે અને ફૅશનેબલ પણ. 
માસ્ક ચેઇન્સ
હાલની સૌથી વધુ ડિમાન્ડમાં હોય એવી કોઈ ઍક્સેસરી છે તો એ છે માસ્ક ચેઇન. ઍક્ટ્રેસ કરિશ્મા તન્નાથી લઈને ક્રિતી સૅનન અને શિલ્પા શેટ્ટી જેવી બધી ઍક્ટ્રેસો માટે માસ્ક ચેઇન ફેવરિટ બની ગઈ છે. માસ્ક પર અટૅચ કરવાની આ ચેઇન માસ્ક હોલ્ડરની પણ ગરજ સારે છે. જ્યારે માસ્ક ઉતારવો હોય ત્યારે એ નેકલેસની જેમ ગળામાં લટકેલો રહેશે. આવી માસ્ક ચેઇન મેટલ કે પછી મોતીવાળી એમ ઘણી વરાઇટીમાં મળી રહે છે. 
બ્રાઇડલ માસ્ક
ઍક્ટ્રેસ કાજલ અગ્રવાલે લૉકડાઉન દરમિયાન જ સગાઈ કરી અને તેના માસ્ક પહેરેલા ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. અહીં તેની યલો હેવી સાડી સાથે હેવી વર્કવાળો યલો માસ્ક ચર્ચાનો વિષય બન્યો હતો. આજકાલ લૉકડાઉનમાં લગ્ન કરતી બ્રાઇડ્સ પણ ભલે ફોટોશૂટ પૂરતો પણ બ્રાઇડલ માસ્ક જરૂર બનાવડાવે છે જે તેના પરિધાનને મૅચિંગ હોય. 

કપલ માસ્ક પણ ટ્રેન્ડમાં 
કપલ્સ માટેના સ્લોગનવાળાં ટી-શર્ટ તો લોકપ્રિય હતાં જ. હવે માસ્ક પણ આવી ગયા છે. મિસ્ટર- મિસિસ, બ્યુટી–બીસ્ટ, હિઝ ક્વીન–હર કિંગ જેવા શબ્દો લખેલા માસ્ક કેટલીક કંપનીઓ બનાવી રહી છે.

 

fashion news fashion aparna shirish