લગ્નનાં સૅન્ડ્લ્સ ખરીદતી વખતે આટલું ધ્યાનમાં રાખો

24 December, 2012 06:33 AM IST  | 

લગ્નનાં સૅન્ડ્લ્સ ખરીદતી વખતે આટલું ધ્યાનમાં રાખો




પોતાનાં લગ્નમાં ફેવરિટ હાઇ હીલ્સ પહેરશો તો એ કમ્ફર્ટેબલ નહીં લાગે અને જો રોજ કમ્ફર્ટેબલ લાગતી ફ્લૅટ ચંપલ પહેરી લેશો તો  એ પણ લગ્નનાં કપડાં સાથે મૅચ નહીં થાય. કેટલીક બાબતો છે, જે પોતાનાં લગ્ન માટે ફૂટવેઅર પસંદ કરો ત્યારે ધ્યાનમાં રાખવી જરૂરી છે.

કમ્ફર્ટ જરૂરી


લગ્નમાં પહેરવાં માટેનાં જૂતાં પ્રૅક્ટિકલ અને ફંક્શનલ હોવાં જોઈએ. પોતાને જ પૂછો કે સિલેક્ટ કરેલા શૂઝમાં તમે બરાબર ચાલી શકો છો? આખો દિવસ એ શૂઝ પહેરીને કમ્ફર્ટેબલ રહેશો? આ પ્રશ્નોના ઉત્તર મેળવ્યા બાદ શૂઝની પસંદગી કરવી. અહીં કમ્ફર્ટ જરૂરી છે, કારણ કે શૂઝ પહેરીને લાંબા સમય સુધી ઊભા પણ રહેવું પડશે અને પહેરેલા હેવી ડ્રેસ સાથે ઊભા રહેવું હોય તો પગમાં કમ્ફર્ટ ફીલ થવું જરૂરી છે.

ડ્રેસ સાથે મૅચિંગ

શૂઝ એવાં સિલેક્ટ કરો, જે તમારાં લગ્નમાં પહેરવાના ડ્રેસ સાથે મૅચ કરતાં હોય. આજે મોટા ભાગની યુવતીઓ ગોલ્ડન ટોનના ડાયમન્ડ્સ લગાવેલા શૂઝ પહેરવાનું પસંદ કરે છે, પરંતુ જો સાડી કે ચણિયા-ચોળીમાં સિલ્વર કે કૉપર વર્ક હશે તો એની સાથે ગોલ્ડન સૅન્ડલ્સ નહીં સારાં લાગે. માટે પરફેક્ટલી મૅચ થાય એવાં શૂઝ ખરીદવાં. આ સિવાય ડ્રેસનું ફિટિંગ અને હેમલાઇન પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. જો ડ્રેસની હેમલાઇન શૉર્ટ હોય તો સૅન્ડલ પગના પાછળના ભાગથી પણ બંધ હોય એવી સિલેક્ટ કરવી જોઈએ.

હીલની પસંદગી


જેટલી ઊંચી હીલમાં કમ્ફર્ટેબલ હો એટલી જ ઊંચાઈની હીલ પહેરો. જો નૉર્મલી કિટન સાઇઝ હીલ પહેરતા હો તો લગ્નના દિવસે ચાર ઇંચની પેન્સિલ હીલ પહેરવાની જરૂર નથી. આ જ પ્રમાણે રોજ પ્લૅટફૉર્મ હીલ પહેરતા હો તો લગ્નમાં પણ એ જ પહેરો. અહીં દુલ્હાની હાઇટ પણ ધ્યાનમાં રાખવી પડશે. જો બન્નેની નૉર્મલ હાઇટ સેમ હોય કે એકાદ ઇંચનો ફરક હોય તો સારા લાગવા માટે તમે ત્રણ ઇંચની હીલ પહેરી લેશો તો તેની હાઇટ નાની લાગશે, જે ખરાબ દેખાશે અને જો હાઇટમાં વધુ ફરક હોય અને તમે ફ્લૅટ શૂઝ પહેરશો તો ફોટા સારા નહીં આવે.

પ્રૅક્ટિસ કરો

જો કોઈ નવી પૅટર્ન કે ડિઝાઇનનાં શૂઝ સિલેક્ટ કયાર઼્ હોય તો લગ્નના થોડા દિવસ પહેલાં એને પહેરીને પ્રૅક્ટિસ કરો. તમારે જો સંગીત-સંધ્યામાં શૂઝ પહેરીને ડાન્સ કરવાનો હોય તો એ શૂઝ પહેરીને કે એના જેવા જ બીજાં શૂઝ પહેરીને જ ડાન્સની પ્રૅક્ટિસ કરો. શૂઝ પહેરો ત્યારે એ શૂઝમાં તમારો પહેલો દિવસ ન હોવો જોઈએ, કારણ કે નવાં શૂઝ પર્હેયા બાદ ઘણી તકલીફો થાય છે, જે લગ્નના દિવસે સહન કરવાનો તમારો વિચાર કદાચ નહીં હોય.

ક્યારે ખરીદવાં?


તમારા બ્રાઇડલ શૂઝ તમારા ડ્રેસ સાથે મૅચ થાય એ માટે એને ડ્રેસનું પહેલું ટ્રાયલ કે ફિટિંગ લો ત્યારે ખરીદો. જેથી ફાઇનલ ટ્રાયલ લો ત્યારે શૂઝ સાથે લઈ શકાય. આ તમને ડ્રેસનું ફિટિંગ ચેક કરવામાં પણ મદદરૂપ થશે.

ફૅબ્રિક : બ્રાઇડલ સૅન્ડલનું ફૅબ્રિક અને ટેક્સચર ડ્રેસને બને એટલાં મૅચ થવાં જોઈએ. સાટીન મટીરિયલ બેસ્ટ છે. એ ઉપરાંત એના પર ક્રિસ્ટલ લગાવેલા હોય, ડ્રેસ જેવા જ જેમ સ્ટોન હોય કે ડાયમન્ડ્સનું ડીટેઇલિંગ હોય તો એ વધુ સુંદર લાગશે. કેટલાક ડિઝાઇનર્સ ડ્રેસ સાથે શૂઝ પણ પ્રોવાઇડ કરે છે, જે પ્રોપર મૅચ થશે.