હવે હોઠ પર પણ ટૅટૂ કરાવવાનો ટ્રેન્ડ છે

05 December, 2012 07:54 AM IST  | 

હવે હોઠ પર પણ ટૅટૂ કરાવવાનો ટ્રેન્ડ છે




આ ટૅટૂનો ટ્રેન્ડ એક પૉપસ્ટાર કેશાએ પોતાના હોઠ પર ટૅટૂ કરાવ્યું ત્યારે બાદ પૉપ્યુલર થયો છે અને ત્યાર બાદ હવે મુંબઈના યંગસ્ટરો પણ હોઠ પર ઍનિમલ પ્રિન્ટ, પોલકા ડોટ્સ, ક્રિસ્ટલ્સ અને ફૅબ્રિક સ્ટાઇલની પૅટર્નનાં ટૅટૂ કરાવવાની ડિમાન્ડ કરી રહ્યા છે. આ ટૅટૂ ટેમ્પરરી છે અને ખૂબ જ દુખાવાવાળી પણ છે, પરંતુ તોય લોકો આ ટ્રેન્ડને અપનાવી રહ્યા છે.

હોઠ પર ટૅટૂ કરાવવાની આ પ્રોસીજર અડધો કલાક ચાલે છે અને શરૂ કરતાં પહેલાં હોઠ પર ઍનેસ્થેટિક સ્પ્રે મારવામાં આવે છે, જેથી દુખાવો ન થાય. હોઠ તેમ જ હોઠની અંદરના ભાગમાં વેમ્પાયર, નામ, અને કેટલાંક સિમ્બૉલની ડિઝાઇનો ફેવરિટ છે, પરંતુ આ ટૅટૂ કરાવવાની હિંમત બધા નથી કરી શકતા. મોટા ભાગે મ્યુઝિકથી જોડાયેલા લોકો આ રીતે ટૅટૂ કરાવવા તરફ વળે છે.

આ ટૅટૂ કરાવવાના કેટલાક ગેરફાયદા પણ છે. પહેલો તો એ કે ટૅટૂ કરાવ્યા બાદ થોડા સમય માટે તમારે લિક્વિડ કે લાઇટ ડાયટ પર રહેવું પડે છે. જેથી હોઠ પર બળતરા ન થાય અને હોઠ વધુ હલે નહીં. આ ટૅટૂ ટેમ્પરરી હોવાથી થોડા મહિનાઓ બાદ એને ટચ અપ્સ પણ કરાવવાં પડે છે.