હું એક શૉપોહોલિક છું : આમના શરીફ

11 December, 2012 09:18 AM IST  | 

હું એક શૉપોહોલિક છું : આમના શરીફ




(અર્પણા ચોટલિયા)

સોની પર આવતી સિરિયલ ‘હોંગે જુદા ના હમ’થી સિરિયલોમાં કમબૅક કરનારી આમના શરીફ ‘કહીં તો હોગા’માં પોતાના કશિશના પાત્ર માટે આજેય ફેમસ છે. તેણે આફતાબ શિવદાસાની સાથે ‘આલુ ચાટ’ ફિલ્મ પણ કરી હતી. તે હંમેશાંથી એક સ્ટાઇલ આઇકન રહી છે. કશિશના પાત્રથી જ તેણે ફૅશન જગતમાં શૉલ્ડર સુધીના લાંબા ઇયર-રિંગ, લાંબી બિંદી, સાડીમાં લટકણ વગેરેના ટ્રેન્ડ સેટ કર્યા હતા અને હવે આ સિરિયલમાં પણ તેનું પાત્ર ફૅશનની દૃષ્ટિએ ખૂબ ગ્લૅમરસ અને ફ્યુઝનની થીમ ધરાવતું છે. જાણીએ તેના જ શબ્દોમાં કે એ હકીકતમાં તે કેટલી ફૅશનેબલ છે.

ફૉલો ન કરો


મારા હિસાબે ફૅશન કોઈને ફૉલો કરીને ન કરવી જોઈએ. ભલે ટ્રેન્ડ સેટ થતા રહે, પણ પોતાના પર શું સૂટ થાય છે એ હિસાબે કપડાં પહેરવાં જોઈએ. હું કોઈને ફૉલો કરવામાં નથી માનતી. મને ફૅશનેબલ રહેવું ખૂબ પસંદ છે અને માટે જ હું મારા લુક સાથે એક્સપરિમેન્ટ્સ પણ કરતી રહું છું. મને એવી સ્ટાઇલ ગમે છે, જેમાં હું કમ્ફર્ટેબલ હોઉં.

શૉપોહોલિક


હું એક કમ્પ્લીટ શૉપોહોલિક છું. હું જ્યાં જાઉં ત્યાં શૉપિંગ અચૂક કરું છું અને એમાંય જૂતાં તો મારી કમજોરી છે. હું જ્યાં જાઉં ત્યાંથી એક શૂઝ લઈ આવું છું અને હવે મારી પાસે કેટલાં શૂઝ છે એની કોઈ ગણતરી નથી. મારા બધા ફ્રેન્ડ્સ અને ફૅમિલી મેમ્બર્સ મારા શૂઝના શોખ વિશે મને ચીડવે છે અને પૂછતા પણ રહે છે કે આટલાં શૂઝ કેમ, પરંતુ મને શૂઝનો શોખ છે અને હું માનું છું કે દરેક પૅટર્નનાં શૂઝ મારા વૉર્ડરોબમાં હોવાં જ જોઈએ. મારી પાસે પિપ-ટો, ગ્લૅડિયેટર્સ, સ્ટિલેટો, ફ્લૅટ્સ અને વેજીસ જેવી બધી જ ટાઇપનાં શૂઝ છે. મારું શૂ કલેક્શન જોઈને બધા જ સરપ્રાઇઝ થઈ જાય છે. જોકે મેં આ જ સુધી મારી પાસે કેટલાં શૂઝ છે એ ગણવાની કોશિશ નથી કરી, પરંતુ પ૦૦ની ઉપર તો હશે જ. મારા કલેક્શનમાં વધારો થતો રહે છે, કારણ કે હું શૂઝને હંમેશાં વેલ મેઇન્ટેન્ડ રાખું છું. હું એમને ખૂબ સાચવું છું અને એટલે જ એ વર્ષો સુધી સારી કન્ડિશનમાં રહે છે.

મારા ફેવરિટ ડિઝાઇનર્સ


ઇન્ડિયન ડિઝાઇનર્સમાં મનીષ મલ્હોત્રા, રૉકી એસ. અને ફાલ્ગુની ઍન્ડ શેન પિકોક મારા ફેવરિટ ડિઝાઇનર્સ છે, જ્યારે ઇન્ટરનૅશનલ માર્કેટમાં લુઇ વિત્તોં અને રોબટોર્ કવાલીની ડિઝાઇન્સ મને ખૂબ ગમે છે.

ઍક્સેસરીઝનો શોખ


ઍક્સેસરીઝ પહેરવી મને ખૂબ પસંદ છે. જુદા-જુદા બ્રેસલેટ, ઇયર-રિંગ, અને નેક પીસ પહેરવાં ગમે છે. ડાયમન્ડ જેમ દરેક છોકરીના બેસ્ટ ફ્રેન્ડ હોય છે એમ મારા પણ ડાયમન્ડ બેસ્ટ ફ્રેન્ડ છે. મને ડાયમન્ડ્સની જ્વેલરી પહેરવી વધુ ગમે છે.

વાઇટ વૉર્ડરોબ


મારા વૉર્ડરોબમાં જો કોઈ રંગ રૂલ કરતો હોય તો એ છે વાઇટ. ડેનિમ સાથે વાઇટ શર્ટ પહેરવું મને ગમે છે અને એ કૉમ્બિનેશન દરેક છોકરીના વૉર્ડરોબમાં હોવું જ જોઈએ. મારી પાસે વાઇટમાં બધું જ છે. જેમાં વાઇટ અનારકલી મારું ફેવરિટ છે. મારી પાસે વાઇટ ગ્લૅડિયેટર્સ પણ છે.