ઘાઘરા સાથે છલ્લાનો લુક

27 December, 2011 08:18 AM IST  | 

ઘાઘરા સાથે છલ્લાનો લુક


સ્ટાર & સ્ટાઇલ

એમાં ઘાઘરાના નાડાને અંદર ખોસવાને બદલે એને લટકણ લગાવીને બહાર જ રાખવામાં આવે છે. અહીં લટકણની સાઇઝ થોડી મોટી રાખવામાં આવે છે જેને લીધે એ બહાર લાંબાં લટકતાં હોય તો સારાં લાગે અને સાથે ઝૂડો પહેયોર્ હોય એવો લુક પણ આપે. છેને ટૂ ઇન વન કૉન્સેપ્ટ. હા, અહીં ઘાઘરાના નાડા માટે રેશમી કે કોઈ રંગીન કાપડ પસંદ કરવું, ટિપિકલ વાઇટ નાડું અહીં નથી ચાલવાનું. લટકણ તો કોઈ પણ માર્કેટમાં હવે રેડીમેડ પણ મળી રહે છે. તાજેતરમાં અર્પિતા ખાન સતત બે વાર આ જ પ્રકારના ડિઝાઇનર ઘાઘરામાં જોવા મળી હતી.