ક્યુટ લાગે છે આ ફ્રિન્જ હેરસ્ટાઇલ

04 September, 2012 05:53 AM IST  | 

ક્યુટ લાગે છે આ ફ્રિન્જ હેરસ્ટાઇલ

સ્ટાર & સ્ટાઇલ

જૂની ફિલ્મોની સાધના હોય કે આજની પ્રિયંકા ચોપડા, કપાળ પર વાળ રાખવાની આ હેરસ્ટાઇલ બધાને પસંદ છે. તાજેતરમાં પ્રિયંકા પોતાની ફિલ્મનું પ્રમોશન કરતા સમયે આવી જ હેરસ્ટાઇલમાં જોવા મળી હતી. માધુરી દીક્ષિતે ‘ઝલક દિખલા જા’માં પાછળ પોની વાળીને વાળની બે-ત્રણ લટોને કપાળ પર રાખી હતી. થોડા સમય પહેલાં એક ઇવેન્ટમાં દિયા મિર્ઝા પર્ફેક્ટ ફ્રિન્જવાળી હેરસ્ટાઇલ સાથે જોવા મળી હતી. એ જ ઇવેન્ટમાં ઍક્ટ્રેસ ઇલિએના ડિક્રુઝ માધુરી જેવા સાઇડ બૅન્ગ્સમાં જોવા મળી હતી. જો કપાળ ખૂબ પહોળું હોય તો આ પ્રકારની હેરસ્ટાઇલથી ચહેરાને બૅલેન્સ કરી શકાય છે.

સ્ટાઇલ ટિપ

ફ્રિન્જને મેઇન્ટેન કરવા માટે એને નિયમિત રીતે ટ્રિમ કરતાં રહેવું જોઈએ જેથી એ શેપમાં રહે. ત્રણ અઠવાડિયે એક વાર ટ્રિમ કરાવવું યોગ્ય રહેશે. જો ફ્રિન્જ વધુ લાંબી થવા દઈએ અથવા મેઇન્ટેન કરવામાં ન આવે તો એ સારી નહીં લાગે. પ્લસ વાળ એકબીજા સાથે ચોંટી ગયા હોય એવું પણ લાગશે.