ડાયમન્ડ મિનરલ મેક-અપ

19 October, 2011 03:58 PM IST  | 

ડાયમન્ડ મિનરલ મેક-અપ



ડાયમન્ડ જેવો ચળકાટ

આજથી બે-ત્રણ વર્ષ પહેલાં ખાસ બ્રાઇડ્સ માટે ડાયમન્ડ મેક-અપનો કૉન્સેપ્ટ બહાર પડ્યો હતો. ડાયમન્ડ ડસ્ટ એટલે કે ડાયમન્ડના બારીક ભૂકાથી ફાઉન્ડેશન, આઇ-શૅડો, આઇ-લાઇનર, કન્સીલર, બ્લશ વગેરેમાં ભેળવીને મેક-અપની જેમ ચહેરા પર લગાવવામાં આવે છે અને આનું રિઝલ્ટ ડાયમન્ડ જેવું જ ચળકતું મળે છે. ફેસ પર નૅચરલ ગ્લો આવે છે અને સ્કિન ફ્લોલેસ દેખાય છે. હેવી ટ્રેડિશનલ મેક-અપ કરતાં આ મેક-અપ ખૂબ યંગ અને ઍરબ્રશ્ડ લુક આપે છે. એ પણ ઍરબ્રશિંગ કર્યા વગર.

બધા જ પ્રસંગો માટે મેક-અપ

ડાયમન્ડ મેક-અપનો કૉન્સેપ્ટ હવે ફક્ત બ્રાઇડ્સ કે લગ્ન સુધી જ સીમિત નથી રહ્યો. કેટલાક એવા લોકો છે જેમને મેક-અપ તો લગાવવો હોય છે, પણ સાથે-સાથે નો મેક-અપ લુક જોઈતો હોય છે. એવા લોકો માટે આ ડાયમન્ડ મિનરલ મેક-અપ પર્ફેક્ટ ગણાય છે, કારણ કે આ મેક-અપ ચહેરાને વધારે ચમકીલો અને લાઉડ દેખાડ્યા વગર જ હેલ્ધી ગ્લો આપે છે. આથી ચહેરો સુંદર દેખાશે, પણ લગાવેલો મેક-અપ નહીં દેખાય.

ડાયમન્ડ મેક-અપની સમજ

કોઈ પણ મેક-અપ નીચે બેઝ લગાવવો જરૂરી છે જે સ્કિનને મેક-અપના કૉસ્મેટિક રીઍક્શનથી બચાવે. ફાઉન્ડેશન કોઈ પણ ફૉર્મમાં હોય છે - પાઉડર કે પછી લિક્વિડ અને ત્યાર બાદ એને ડાયમન્ડ ડસ્ટથી સીલ કરવામાં આવે છે. પણ હા, આ મેક-અપ લગાવવામાં માટે સ્કિનનો પ્રકાર ખૂબ મહત્વનો છે અને બેસ્ટ પાર્ટ એ છે કે ત્વચાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ડાયમન્ડ ડસ્ટની ક્વૉલિટી નક્કી કરી શકાય.

કૉન્સ્ટન્ટ ટચ-અપને બાય-બાય

આપણી સંસ્કૃતિમાં મોટા ભાગનાં લગ્નનો સમય ખૂબ વિચિત્ર હોય છે. કાં તો ભરબપોર અને કાં તો પછી અડધી રાત્રે. આવા સમયમાં પણ એ ધ્યાનમાં રાખવાનું હોય છે કે દુલ્હન વિધિની શરૂઆતથી લઈને અંત સુધી ફ્રેશ અને સુંદર દેખાય. એને લીધે લગ્નમાં દુલ્હનની સાથે તેની બ્યુટિશ્યનને પણ ટચ-અપ્સ આપવા માટે એની સાથે જ રહેવું પડે છે. પણ ડાયમન્ડ મિનરલ મેક-અપ તો બીજા દિવસની સવાર સુધી ફ્રેશ દેખાય છે. વધારે સમય સુધી ચાલે એ માટે આ ડાયમન્ડ ડસ્ટમાં બીજી પ્રોડક્ટ્સ પણ ઉમેરવામાં આવે છે. ડાયમન્ડની ડસ્ટની સારી ક્વૉલિટી પણ મેક-અપના પાર્ટિકલ્સને લાંબા સમય સુધી જકડી રાખવામાં મદદ કરે છે.

ટ્રાય કરતાં પહેલાં