બૉલીવુડની બ્યુટીઓનો નવો સ્ટાઇલ ફન્ડા છે ડીપ ફ્રન્ટ

04 October, 2012 06:29 AM IST  | 

બૉલીવુડની બ્યુટીઓનો નવો સ્ટાઇલ ફન્ડા છે ડીપ ફ્રન્ટ


સ્ટાર & સ્ટાઇલ

 શરૂઆત થઈ દીપિકા પાદુકોણથી જેણે રેડ હૉટ ફ્રીલી ગાઉનમાં ઑલમોસ્ટ પેટ સુધીનો ડીપ કટ રખાવ્યો હતો. જોકે થોડું કવર-અપ લાગે એ માટે ત્યાં નેટ લગાવી હતી. કલ્કી કોચલિન પણ ગોલ્ડન શિમરિંગ ગાઉનમાં જોવા મળી જેની નેક આગળથી ડીપ હતી. ત્યાર બાદ નર્ગિસ ફખરીએ ગ્રેઇશ પર્પલ શેડનો ફુલ સ્લીવ ડ્રેસ પહેર્યો હતો જેની ફ્રન્ટ તો ડીપ હતી જ સાથે બૅક પણ ખૂબ સેક્સી રીતે ડિઝાઇન કરવામાં આવી હતી. જોકે નર્ગિસે લાંબો નેકલેસ પહેરીને થોડું કવર-અપ કરવાની ટ્રાય કરી હતી. આ જ રીતે દિયા મિર્ઝાએ પહેરી તો સાડી હતી, પરંતુ બ્લાઉઝની નેક ડીપ રાખી હતી. દિયાની જેમ વિદ્યા બાલને પણ સાડી પહેરી હતી જેની તેણે પોતાની સિગ્નેચર સ્ટાઇલ પ્રમાણે બૅક ઑલમોસ્ટ ઓપન રાખવાનું પસંદ કર્યું હતું.

બૉલીવુડની સુંદરીઓમાં અત્યારે ફેવરિટ બનેલા આ ટ્રેન્ડ વિશે જાણીતી ફૅશન-ડિઝાઇનર ખુશ્બૂ મુલાણી કહે છે ‘ઝીનત અમાનના સમયથી આ ટ્રેન્ડ ચાલ્યો આવે છે એટલે આમાં કંઈ નવું નથી. ફૅશન અને ટ્રેન્ડ્સ હંમેશાં રોટેટ થતાં રહેતાં હોય છે એટલે અત્યારે બૉલીવુડમાં નેકથી લઈને નેવલ સુધીના પાર્ટને એક્સપોઝ કરવાનો આ ટ્રેન્ડ નવો છે એમ કહીએ તો ખોટું નથી.’

આ ફૅશન બધા માટે તો નથી જ એમ જણાવીને ખુશ્બૂ આગળ કહે છે, ‘વધારેમાં વધારે ૩૪ બ્રેસ્ટ-સાઇઝ ધરાવતી સ્ત્રીઓને જ આ પ્રકારના ડ્રેસ સારા લાગે છે. લાંબી ગરદન હોય અને હાઇટમાં લાંબી તથા મૉડલ જેવો એકદમ પર્ફેક્ટ ફિગર ધરાવતી યુવતી પર આ પ્રકારનો ડ્રેસ ઊભરી આવે છે. દીપિકા પાદુકોણનું ફિગર એના માટે પર્ફેક્ટ ગણી શકાય.’