જાણો રાશિઓને કેવી રીતે પ્રભાવિત કરે છે તમારા કપડાના રંગો....

20 December, 2018 03:12 PM IST  | 

જાણો રાશિઓને કેવી રીતે પ્રભાવિત કરે છે તમારા કપડાના રંગો....

પ્રતીકાત્મક તસવીર

તમે કપડા પહેરતી વખતે સ્ટાઈલિંગનું ધ્યાન રાખતા જ હશો પણ તમારી રાશિ પ્રમાણે તમારી માટે કયો રંગ રહેશે ફાયદાકારક? કદાચ જ તમે આ બાબતનું ધ્યાન રાખતાં હશો. કદાચ તમને ખબર પણ નહીં હોય કે તમે જે રંગના કપડાં પહેરો છો તેની સીધી અસર તમારા ગ્રહો પર પડે છે. કેટલીય વાર તમારી પસંદગી યોગ્ય ન હોય અને તેથી તેનો પ્રભાવ તમારી રાશિ પર પડી શકે છે. એવો કોઈ પણ રંગ નથી જે  તમારી રાશિ પ્રમાણે શુભ કે અશુભ ન હોય. તમારા સુખી જીવન માટે તમારી રાશિ પ્રમાણે યોગ્ય રંગની પસંદગી કરવી મહત્વની બની રહે છે. રંગોની પસંદગીમાં એક ભૂલ તમારા સુખી જીવનની ખુશાલી છીનવી શકે છે. એટલે કે તે તમારી રાશિ અને ગ્રહો પર અયોગ્ય પ્રભાવ પાડી શકે છે અને તેનાથી દશા બગડી શકે છે. એટલા માટે તમારે એ જાણવું મહત્ત્વનું છે કે તમારી રાશિ પ્રમાણે તમારી માટે કયો રંગ શુભ છે.

રંગ પ્રમાણે તમારી રાશિ પર શું પ્રભાવ પડી શકે છે તેની માટે જાણો  Astrologer Ridhi Balhના સૂચનો. તેમણે રંગ પ્રમાણે રાશિ પર પડતાં પ્રભાવ વિશે માહિતી આપી તે આ પ્રમાણે છે.

હવે તમારી રાશિ પ્રમાણે જાણી શકો છો કે કયો રંગ છે તમારી માટે શુભ.....



મેષ રાશિ


(પ્રતીકાત્મક તસવીર)

મેષ રાશિની મહિલાઓનો સ્વામી ગ્રહ મંગળ છે જે અગ્નિ, ગુસ્સો, આત્મવિશ્વાસ, વીરત્વને દર્શાવે છે. જેમ કે મંગળનો રંગ લાલ હોય છે. લાલ રંગનું બીજું રૂપ છે સક્રિયતા, શુદ્ધતા, ઊર્જા. મેષ રાશિની સ્ત્રીઓ પોતાને લાલ રંગ સાથે જોડીને જોઈ શકે છે. લાલ રંગ સિવાય મેષ રાશિની સ્ત્રીઓની રાશિનો કલર કેસરી, સોનેરી છે જે તેની રાશિ સાથે મેળ ખાય છે. મેષ રાશિની સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું કે કાળો રંગ ન પહેરવો કારણકે આ કલરને શનિનો રંગ માનવામાં આવે છે અને શનિ અને મંગળને એકબીજાના શત્રુ માનવામાં આવે છે.


વૃષભ રાશિ

(પ્રતીકાત્મક તસવીર)

વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. આ રાશિની સ્ત્રીઓએ ગુલાબી અને સફેદ કલર પહેરવો જોઈએ. વૃષભ રાશિની સ્ત્રીઓએ ધ્યાન રાખવું કે તેમણે લાલ રંગ ન પહેરવો. આ રાશિની સ્ત્રીઓ માટે કાળો કલર સંવાદિતાનો રંગ માનવામાં આવે છે. વૃષભ રાશિની સ્ત્રીઓનો મૂડ મોટાભાગે નિરાશાજનક હોય છે. તેથી વૃષભ રાશિ અને શનિ ગ્રહ વચ્ચેનો સંબંધ સંવાદિતાનો હોય છે.



મિથુન રાશિ

(પ્રતીકાત્મક તસવીર)

મિથુન રાશિની સ્ત્રીઓનો ગ્રહસ્વામી બુધ છે. તેમની માટે લીલો રંગ ફાયદાકારક છે. જેમ કે મિથુન રાશિની સ્ત્રીઓ કલાત્મક હોય છે. તેની સાથે જ મિથુન રાશિની મહિલાઓમાં વિશેષ કલાત્મકતાની સાથે કંઈક જુદો અથવા કાયાકલ્પનો ગુણ હોય છે. આ રાશિની સ્ત્રીઓ માટે જણાવ્યા પ્રમાણે લીલો રંગ ખૂબ જ લાભદાયી નીવડે છે. લીલા રંગના જુદાં જુદાં શેડ્સ પણ લાભકારક હોય છે. આ સિવાય તેમની માટે ગુલાબી અને સફેદ કલર પણ લાભકારક હોય છે પણ તેમની માટે લાલ રંગ થોડો બેચેનીભર્યો પુરવાર થઈ શકે છે.



કર્ક રાશિ

(પ્રતીકાત્મક તસવીર)

કર્ક રાશિની સ્ત્રઓનો ગ્રહસ્વામી ચંદ્ર છે. કર્ક રાશિની સ્ત્રીઓ થોડી શરમાળ હોય છે. કર્ક રાશિની મહિલાઓ માટે નીલો, સફેદ અને વાદળી રંગ અત્યંત શુભ માનવામાં આવે છે. આ કલર તેમને ઘણી સંવેદનશીલ બનાવે છે. આ સિવાય તેમની માટે પીળો રંગ પણ ઘણો શુભ ગણાય છે. કર્ક રાશિની સ્ત્રીઓ માટે લાલ રંગ શુભ માનવામાં આવતો નથી કેમ કે મંગળ કર્ક રાશિની સ્ત્રીઓને નબળી પાડે છે.



સિંહ રાશિ

(પ્રતીકાત્મક તસવીર)

સિંહ રાશિની સ્ત્રીઓનો સ્વામીગ્રહ સૂર્ય છે. સિંહ રાશિની સ્ત્રીઓએ હંમેશાં બ્રાઈટ કલર્સ જ પહેરવા જોઈએ, તેમની માટે શુભ રંગ કેસરી છે. સિંહ રાશિની સ્ત્રીઓ માટે લાલ, પર્પલ, સોનેરી રંગો ઘણા શુભ માનાવામાં આવે છે. કેસરી રંગ અને અન્ય બ્રાઈટ કલર્સ તમારી મહત્વાકાંક્ષાને તીવ્ર કરશે. તમારી માટે pale અને  pastle shades અશુભ રહેશે તો તેવા રંગોની પસંદગી ટાળો.



કન્યા રાશિ

(પ્રતીકાત્મક તસવીર)

કન્યા રાશિની મહિલાઓમાં અનેક પ્રતિભાઓ હોય છે. આ રાશિની મહિલાઓ માટે સૌથી શુભ pale અને  pastle shadesવાળા રંગ ફળદાયી રહેશે. તેની સાથે તમારી માટે  peach કલરથી લઈને ચમકદાર ગુલાબી અને આછો ગુલાબી કલર પણ શુભ રહેશે. મટમેલો રંગ પણ શુભ રહેશે. કન્યા રાશિની સ્ત્રીઓ જો લાલ રંગના શેડ્સમાં કોઈ વસ્ત્રોની પસંદગી કરે છે તો તે out of personality લાગશે.



તુલા રાશિ

(પ્રતીકાત્મક તસવીર)

તુલા રાશિનો સ્વામીગ્રહ શુક્ર છે, જે નીલો રંગ દર્શાવે છે. આ કલર તેમની માટે સંવાદિતા અને શાંતિનું પ્રતીક છે. તુલા રાશિની મહિલાઓને ગુલાબી અને સફેદ રંગ  classy personality પ્રદાન કરે છે. કાળો રંગ તુલા રાશિનો સૌથી મનપસંદ કલર છે.



વૃશ્ચિક રાશિ

(પ્રતીકાત્મક તસવીર)

વૃશ્ચિક રાશિની સ્ત્રીઓનો ગ્રહસ્વામી મંગળ છે. રંગોમાં વૃશ્ચિક રાશિની સ્ત્રીઓ બધાં રંગોનો લાભ માણી શકે છે. જેમ કે, પર્પલ, ડાર્ક પર્પલ, સ્પલેશેસથી લઈને બ્રાઈટ શેડ્સવાળા મરૂન, બોટલ ગ્રીન અને લાલ, કાળા રંગના શેડ્સ વૃશ્ચિક રાશિની મહિલાઓ માટે સારા રહેશે. તમારી માટે pale અને  pastle shades અશુભ રહેશે તો તેવા રંગોની પસંદગી ટાળો.



ધન રાશિ

(પ્રતીકાત્મક તસવીર)

ધન રાશિની મહિલાઓ માટે પીળો રંગ શુભ હોય છે. આ કલર તેમની મહત્વાકાંક્ષાઓને દર્શાવે છે. આ કલર તમારા જીવનમાં ઉમંગ અને હર્ષોલ્લાસ વધારે છે. ધન રાશિનો ગ્રહસ્વામી બૃહસ્પતિ છે. તમારી માટે કેસરી, લાલ જેવા રંગો આત્મીયતા દર્શાવે છે. ધનુ રાશિની સ્ત્રીઓ માટે નીલો અને પીળો રંગ સૌથી શુભ અને ફળદાયી રહેશે. ધન રાશિની સ્ત્રીઓને ભૂલથી પણ કાળો કલર ન પહેરવો.



મકર રાશિ

(પ્રતીકાત્મક તસવીર)

મકર રાશિની મહિલાઓ માટે મોટાભાગે stark અને plain કલર બરાબર રહેશે. મકર રાશિની સ્ત્રીઓનો ગ્રહસ્વામી શનિ છે. બધાં રંગોમાંથી કાળો રંગ તમારી માટે સૌથી શુભ રહેશે કારણકે કાળો કલર શનિનો માનવામાં આવે છે. પીળો કલર પણ તમારી માટે ફાયદાકારક રહેશે.



કુંભ રાશિ

(પ્રતીકાત્મક તસવીર)

કુંભ રાશિની સ્ત્રીઓનો પણ ગ્રહસ્વામી શનિ છે. Violet shadesમાં પણ કાળો રંગ તેમની માટે શુભ રહેશે. electric colours જેને પારંપારિક ગણવામાં આવતા નથી તેવા રંગો પણ કુંભ રાશિની સ્ત્રીઓ માટે સારા રહેશે. કુંભ રાશિની મહિલાઓનો taste starkથી લઈને bold કલર્સ સુધીનો હોય છે. કાળો રંગ તેમનો સૌથી મનપસંદ કલર છે. આ સિવાય જેને new generationના કલર્સ માનવામાં આવે છે તેવા રંગ પણ કુંભ રાશિની મહિલાઓ માટે શુભ અને ફળદાયી હોય છે. આ કલર્સ બોલ્ડ અને જુદાં જ હોય છે.



મીન રાશિ

(પ્રતીકાત્મક તસવીર)

મીન રાશિની સ્ત્રીઓ જે watery અને mystical signને દર્શાવે છે. મીન રાશિની સ્ત્રીઓનો ગ્રહસ્વામી બૃહસ્પતિ છે. આ રાશિની સ્ત્રીઓ અતિશય સંવેદનશીલ, સમજદાર અને ભાવુક હોય છે. તમારો શુભ રંગ પીળો છે જે તમારા જીવનમાં ખુશાલી, ઉમંગ અને મહત્ત્વાકાંક્ષાને દર્શાવે છે. આ સિવાય pale અને  pastleની સાથે ચમકદાર પીળો રંગ, lilac, lavender, light purple, peaches અને સફેદ રંગ તમારી માટે શુભ રહેશે. બ્રાઈટ અને  violent shadesના કલર્સ તમારી માટે અશુભ રહેશે.