કૉસ્મેટિક્સનો આડેધડ ઉપયોગ તમને વહેલા વૃદ્ધ બનાવી શકે છે

11 December, 2012 09:17 AM IST  | 

કૉસ્મેટિક્સનો આડેધડ ઉપયોગ તમને વહેલા વૃદ્ધ બનાવી શકે છે




દરેક સ્ત્રીને નૅચરલી સુંદર લુક જોઈતો હોય છે અને એ મેળવવા માટે એ આર્ટિફિશ્યલ કૉસ્મેટિક્સ અને ટ્રીટમેન્ટ્સનો સહારો લેવા પણ તૈયાર થઈ જાય છે. અવારનવાર બ્યુટી પ્રોડક્ટ્સ હાર્મફુલ હોવાના રિપોર્ટ આવ્યા રાખે છે. કેટલાંક કૉસ્મેટિક્સ એવાં હોય છે જેને વાપરવાથી નુકસાન થાય છે અને કેટલીક બ્યુટી પ્રોડક્ટ્સ ત્વચાની સંભાળ માટે જરૂરી ગણાય છે. કેટલીક બ્યુટી મિસ્ટેક્સ તમને અકાળે વૃદ્ધત્વ આપી શકે છે. જાણી લો, આ ભૂલો વિશે.

ફાઉન્ડેશન


વધુપડતું ફાઉન્ડેશન લગાવવું અને જરાય ફાઉન્ડેશન વાપરવું જ નહીં, આ બન્નેના ગેરફાયદા છે. કોઈ પણ ચીજ જો વધુ પ્રમાણમાં કરવામાં આવે તો એ હાનિકારક છે. સ્પેશ્યલી મેક-અપની પ્રોડક્ટ્સ, પરંતુ જો જરાય ફાઉન્ડેશન ન વાપરવામાં આવે તો ત્વચાની એ નાની-નાની ખામીઓ છુપાઈ નહીં શકે અને ચહેરો સારો નહીં દેખાય. આવામાં એવું ફાઉન્ડેશન વાપરો જે લાઇટ વેઇટ હોય અને ત્વચાને હાઇડ્રેટ કરે. આ જ સાથે ફાઉન્ડેશન ત્વચાને ચીકણી ન બનાવે એ પણ જરૂરી છે. ફાઉન્ડેશન ત્વચાના ટોનને શરીરના ટોન આથે ઇવન આઉટ કરે એવું હોવું જોઈએ.

સ્કિનને ડ્રાય ન રાખો


જેમ ઉંમર વધે એમ ત્વચા વધુ ને વધુ ડ્રાય થતી જાય છે. માટે જ ત્વચાને ડ્રાય છોડવાની ભૂલ ન કરવી જોઈએ. આવામાં જો તમે રોજ મૉઇસ્ચરાઇઝર ન વાપરો તો તમારી સ્કિન ઝડપથી વૃદ્ધ થઈ શકે છે, જે પણ પ્રોડક્ટ વાપરો એ મૉસ્ચરાઇઝર બેઝ્ડ હોય એ જરૂરી છે. એક રિચ ક્રીમ તમારી સ્કિનને નૅચરલ, બૅલેન્સ્ડ અને ચળકતો લુક આપશે. નાઇટ ક્રીમ અહીં ખૂબ ફાયદો કરે છે. ૩૦ની વય બાદ નાઇટ ક્રીમ વાપરવું આવશ્યક છે, કારણ કે એનાથી ફાઇન લાઇન્સમાં ઘટાડો થાય છે.   

પાઉડર લગાવવો


ચહેરા પર ફાઉન્ડેશન લગાવ્યા બાદ એને સ્મૂધ ઇફેક્ટ આપવા માટે અને સેટ કરવા માટે ભલે પાઉડર અસરકારક છે, પરંતુ પાઉડર એક એવી પ્રોડક્ટ છે જેને તમારે ખૂબ સંભાળીને વાપરવી જોઈએ. પાઉડર ક્યારેય વધુપડતો ન લગાવવો. સ્પેશ્યલી જ્યાં ફાઇન લાઇન્સ વધુ હોય એવા એરિયાઓમાં તો નહીં જ. પાઉડરના ઉપયોગથી આંખોની નીચેની સ્કિન ડ્રાય લાગશે અને એનાથી ઉંમર વધુ લાગશે.

ચળકતો મેક-અપ


હવે પાર્ટીઓની સીઝન આવશે ત્યારે શિમરિંગ મેક-અપ હિટ રહેશે, પરંતુ ચળકતો, મેટાલિક અને ગ્લિટરિંગ આઇ મેક-અપ દેખાવમાં જેટલો ભડક લાગે છે એટલી જ એની ઇફેક્ટ્સ પણ ખરાબ છે. આવા આઇમેક-અપથી કરચલીઓ વધુ ઊઠીને દેખાય છે. આટલા હેવી મેક-અપથી આંખોની આજુબાજુની સ્કિન ડલ અને વધુ ડ્રાય બની જાય છે. જો આઇ-મેક-અપ કરવો જ હોય તો ગ્લિટરિંગ કરતા મેટ રંગોથી કરવો.

ડાર્ક લિપ્સ્ટિક


હાલમાં ભલે ડાર્ક અને બ્રાઇટ રંગોનો ટ્રેન્ડ હોય, પરંતુ ૪૦થી વધુ ઉંમરની સ્ત્રીઓએ  આ શેડ્સ વાપરવાનું ટાળવું જોઈએ. આ ઉંમરમાં ચહેરા પર આંખોના ખૂણામાં, હોઠના ખૂણાઓમાં અને નાકથી હોઠ વચ્ચેની સ્કિન પર કરચલીઓ દેખાવા લાગે છે. આવી કન્ડિશન સાથે વધુ ડાર્ક લિપ્ાસ્ટિક હશે તો આ કરચલીઓ ધ્યાન ખેંચશે. આ એજમાં ફ્રેશ અને નૅચરલ કલર્સની લિપસ્ટિક વાપરો, જેની ક્વૉલિટી સારી હોય, સૉફ્ટ હોય અને હોઠને મૉઇસ્ચરાઇઝ કરે. આવા લાઇટ શેડથી તમારા હોઠનો ઉભાર વધુ દેખાશે અને મૉઇસ્ચરાઇઝર ડ્રાયનેસ સામે પ્રોટેક્શન આપશે.

બ્યુટી-સ્લીપ


સુંદરતા જોઈતી હોય તો એને માટે જરૂરી એવી આઠ કલાકની ઊંઘ પણ જરૂરી છે. સ્કિન-કૅરમાં રાતનો સમય ખૂબ મહત્વનો છે. આ સમયે ઊંઘમાં આપણી સ્કિન સંપૂર્ણપણે આરામ કરે છે અને માટે જ રાતના નાઇટ ક્રીમ લગાવીને સૂવાની ઍડ્વાઇઝ મોટા ભાગના બ્યુટી-એક્સપર્ટ આપતા હોય છે.