મેન્સ માટે કલર ગાઇડ

03 October, 2012 06:26 AM IST  | 

મેન્સ માટે કલર ગાઇડ



હવે પિન્ક કલર ફક્ત સ્ત્રીઓ માટે નથી રહ્યો. સાચી પૅટર્ન અને કૉમ્બિનેશન્સ સાથે પુરુષો કૉઈ પણ રંગ પહેરી શકે છે. પુરુષો પણ હવે પર્ફે‍ક્શન અને મૉનોટોનીની વ્યાખ્યા તોડીને એક્સપરિમેન્ટલ બની ગયા છે. જોકે ક્યારેક તેમની પસંદગી ખોટી પડે છે, કારણ કે પુરુષોના વૉર્ડરોબમાં અમુક રંગ એવા હોય છે જે તેઓ બદલવા તૈયાર નથી. તો જોઈએ કલરને અનુલક્ષીને પુરુષોના વૉર્ડરોબમાં કેવા બદલાવ લાવી શકાય.

બદલા ઝમાના

આજથી આશરે ૧૦ વર્ષ પહેલાં પુરુષો પાસે એટલી ચૉઇસ નહોતી અને એમાંય જો તમે ઑફિસમાં કામ કરતા હો તો તમારો શર્ટ મોટા ભાગે વાઇટ અને પૅન્ટ નેવી બ્લુ કલરની જ જોવા મળે. એ જ પ્રમાણે ટાઈના પણ રંગના ઍન્ગલથી તો એવા જ હાલ હતા, પરંતુ આજે નિયમ બદલાઈ ગયા છે. લાઇટ બ્લુ રંગનાં શર્ટ પણ વાઇટ જેટલાં જ આવકાર્ય બન્યાં છે અને સૂટ્સ પણ ડાર્ક જ હોવા જોઈએ એવો કોઈ નિયમ નથી રહ્યો. ઉનાળામાં પહેરવા માટે લિનન અને ખાખી છે અને સાથે શિયાળા માટે વુલન સૂટ પણ મોજૂદ છે જે કમ્ફર્ટેબલ હોવાની સાથે સ્ટાઇલિશ અને અપ-ટુ-ડેટ લુક આપે છે. શર્ટ માટે પિન્ક, લાઇટ પર્પલ અને ગ્રીન કલર પણ લોકપ્રિય થયા છે. હવે આ રંગોમાં ફેમિનાઇન જેવું કાંઈ નથી રહ્યું પણ મૅચોમૅન આ રંગોને વધુ પ્રિફર કરી રહ્યા છે.

કૅઝ્યુઅલ વેઅર 

જો તમારી ઑફિસ કે વર્કપ્લેસ પર કૅઝ્યુઅલ કપડાં આવકાર્ય હોય તો તમે લકી છો. કારણ કે આવી ઑફિસોમાં કપડાં બાબતે કોઈ બંદિશ નથી હોતી. અહીં તમે રંગ સાથે ખૂબ એક્સપરિમેન્ટ કરી શકો છો. એવા શેડ પસંદ કરો જે તમારી સ્કિનને કૉમ્પ્લિમેન્ટ કરે. જેમ કે ડાર્ક સ્કિનટોન માટે બ્રાઇટ કલર અને પેલ સ્કિન માટે ડાર્ક રંગો સારા રહેશે. આ બધા એક્સપરિમેન્ટ કરતાં પહેલાં પોતાની અંગત સ્ટાઇલ શું છે એનો વિચાર જરૂર કરજો. ડાર્ક ડેનિમ સાથે કોઈ નવા રંગનું ટી-શર્ટ ટ્રાય કરો અને જો એમાં કમ્ફર્ટેબલ લાગે તો જ

એ પહેરો.

એક્સપરિમેન્ટલ

રંગોમાં એક્સપરિમેન્ટ જરૂરી છે. શરૂઆત કરો બ્લુ, પિન્ક, પર્પલ જેવા ક્લાસિક રંગોથી, પણ જુદા-જુદા શેડમાં. બ્લુ બેરીના જૂસ જેવા બ્લુ કલરનું શર્ટ અત્યારે હિટ છે. હાલમાં લોકો કોબાલ્ટ બ્લુ પણ પસંદ કરી રહ્યા છે. બેબી બ્લુ પહેલેથી જ લોકોનો ફેવરિટ રહ્યો છે. પિન્ક પણ સ્ટાન્ડર્ડ કલર છે, પણ એમાં લાઇટ અન્ડરટોન હોય છે એટલે પિન્કના ડાર્ક શેડ પસંદ કરવા. પણ હા, ડાર્ક પિન્કનો અર્થ લાલ નથી થતો. લાલ રંગથી પુરુષોએ દૂર રહેવું, પણ એકાદ ઍક્સેસરીમાં રેડ ચાલશે. જો રંગ સાથે એક્સપરિમેન્ટ કરતાં ડર લાગતો હોય તો રંગોને ન્યુટ્રલ કરવા માટે લાઇટ કલરનાં કૉટન ટ્રાઉઝર્સ, ખાખી ટ્રાઉઝર્સ કે ડેનિમ સાથે કમ્બાઇન કરો.