વેડિંગ વૉર્ડરોબ હવે બની રહ્યો છે બોલ્ડ

03 December, 2012 08:23 AM IST  | 

વેડિંગ વૉર્ડરોબ હવે બની રહ્યો છે બોલ્ડ




લગ્નની સીઝન આવી ગઈ છે ત્યારે તેમાં આવેલા કેટલાક બોલ્ડ ટ્રેન્ડ્સ યુવતીઓ પોતાનાં લગ્ન માટે પણ અપનાવી રહી છે અને આમ લગ્નના ડ્રેસિંગથી લઈને બાકીની ચીજો વધુ ને વધુ બોલ્ડ બનતી જઈ રહી છે. લગ્નની રસમોમાં પણ હવે સાદગી નથી રહી અને

સંગીત-સંધ્યાને બદલે કૉકટેલ પાર્ટીનું ચલણ વધી રહ્યું છે. દરેક બ્રાઇડ અને ગ્રૂમ પોતાના ખાસ દિવસે આકર્ષણનું કેન્દ્ર બનવા માગે છે અને એમાં કંઈ ખોટું પણ નથી. જોઈએ કેવા બોલ્ડ ટ્રેન્ડ્સ લગ્નની સીઝન પર હાવી થઈ રહ્યા છે.

બોલ્ડ ડ્રેસિંગ

લગ્નમાં પહેરવાના બ્લાઉઝ કે ડ્રેસની ડિઝાઇન સિમ્પલ પણ સુંદર લાગે એવી રાખવામાં આવતી, પરંતુ અત્યારે જુદા-જુદા ફૅબ્રિક્સ અને સેક્સી લુક મળે એવી ડિઝાઇનનો ટ્રેન્ડમાં છે. સંગીત-સંધ્યા કે રિસેપ્શનમાં પહેરવા માટે યુવતીઓ વેસ્ટર્નવેઅર તરફ વળી રહી છે. વેસ્ટર્ન સ્ટાઇલનાં ગાઉન તેમ જ સાડી જેવી ઇફેક્ટ આપતાં ગાઉન્સ ઇન્ડો-વેસ્ટર્નવેઅર તરીકે લોકપ્રિય બન્યાં છે. આ સિવાય લો-નેકલાઇન, સ્પૅગેટી, સ્ટ્રેપલેસ, અને બૅકલેસ પણ હવે બ્રાઇડ્સ માટેના ડ્રેસિંગમાં આવી ચૂક્યાં છે.

હેવી નહીં, રિચ

પોતાનાં લગ્નમાં પહેરવા માટે પહેલાં યુવતીઓ બને એટલાં હેવી દેખાતા ઘાઘરા-ચોલી અને સાડીઓ પહેરવાનું પસંદ કરતી, જ્યારે હવે આ કૉન્સેપ્ટ આઉટ થઈ ચૂક્યો છે. આજની યુવતીઓ ફેન્સી ફૅબ્રિક અને ઓછામાં ઓછી એમ્બ્રૉઇડરીવાળા રિચ લાગે એવાં કપડાં પહેરવાનું પસંદ કરી રહી છે. સિલ્ક અને હાથવણાટને બદલે હવે જ્યૉર્જેટ, નેટ અને શિફોન વધુ ચાલી રહ્યું છે. ફક્ત બ્રાઇડ જ નહીં, તેના પેરન્ટ્સ પણ પોતાની દીકરી અટ્રૅક્ટિવ અને મૉડર્ન લાગે એ માટેની તૈયારીઓમાં લાગી જાય છે. એમાંય બ્રાઇડલવેઅરમાં બૉલિવુડનો ટચ આપ્યા બાદ ડીપ નેકલાઇન અને થોડા અંશે સ્કિન શો ટ્રેડિશનલ લગ્નમાં પણ આવકાર્ય બન્યો છે.

બ્લાઉઝની સ્ટાઇલ


બ્લાઉઝની સ્ટાઇલની વાત કરવામાં આવે તો હવે યુવતીઓ ડિઝાઇનરોને સેક્સી બ્લાઉઝની પૅટર્ન વિશે પૂછતી થઈ ગઈ છે, પરંતુ આવા બ્લાઉઝ પહેરવાની ડૅરિંગ હજીય ખૂબ ઓછી યુવતીઓ કરે છે. બ્રાઇડની ફ્રેન્ડ્સ અને કઝિન્સ આવા બ્લાઉઝ જરૂર પહેરી શકે છે. આ વેડિંગ સીઝનમાં બૅકલેસ અનારકલી પણ ખૂબ ચાલી રહ્યા છે.

પુરુષો પણ નથી પાછળ

પોતાનાં લગ્ન માટે સજવાની વાત આવે ત્યાં પુરુષો પણ પાછળ નથી. તેઓ પણ હવે પોતાનાં લગ્નના દિવસે મોસ્ટ સેક્સી અને હૅન્ડસમ લાગવા માટે તૈયારીઓ કરે છે. આમાં ફક્ત સૅલોંમાં જવાની જ વાત નથી આવતી, પરંતુ પુરુષો પોતાના ડિઝાઇનર વૉર્ડરોબ પાછળ પણ ખૂબ સમય વિતાવે છે. મેન્સ પણ પોતાની શેરવાની અને કુરતામાં ક્લીન ચેસ્ટ સાથે ડીપ નેકલાઇન પ્રિફર કરે છે. તેમને ક્લાસિક ફૅબ્રિકમાં સ્ટાઇલિશ કટ સાથે ઑલમોસ્ટ એમ્બ્રૉઇડરીવાળો લુક પસંદ છે. આ સીઝનમાં ટિપિકલ સૂટ અને ટક્સેડોને બદલે જોધપુરી પૅન્ટ્સ, ટ્રાઉઝર અને પટિયાલા સલવાર વધુ દેખાશે. પુરુષો હવે પોતાના સ્પેશ્યલ દિવસ માટે બધાથી જુદા તરી આવવા માટે નવી-નવી ડિઝાઇનનાં જૅકેટ સાથે પણ એક્સપરિમેન્ટ કરી રહ્યા છે.

ઘાઘરાને બદલે ડ્રેસિસ

પહેલાં પોતાનાં લગ્નમાં કોઈ ડ્રેસ પહેરવાનું પસંદ ન કરતા, પણ હવે બ્રાઇડ્સ એકાદ કોઈ રસમ માટે હેવી અનારકલીની પસંદગી પણ કરી રહી છે. ફ્લોર લેન્ગ્થ અનારકલી ડ્રેસિસ કે એ અનારકલી ટાઇપના ડ્રેસ સાથે ઘાઘરાવાળી પૅટર્નના ડ્રેસ પણ પણ ખૂબ ચાલી રહ્યા છે. આવા ડ્રેસમાં પેટના ભાગ પાસે સેમી ટ્રાન્સપરન્ટ ફૅબ્રિક લગાવવામાં આવે છે, જે વધુપડતું ઓપન કે બોલ્ડ ન પહેરવા માગતી યુવતીઓ પહેરી શકે છે.