હવે છે જમાનો બ્લૅક & વાઇટ

13 December, 2012 06:03 AM IST  | 

હવે છે જમાનો બ્લૅક & વાઇટ



સ્ટાર & સ્ટાઇલ

બે રંગ એવા છે, જે ક્યારેય આઉટ ઑફ ટ્રેન્ડ નથી થતા અને કોઈ પણ રીતે પહેરતા સારા લાગે છે. બ્લૅક અને વાઇટ આ બન્ને રંગો એકબીજાથી તદ્ન વિરોધાભાસી હોવા છતાં જ્યારે સાથે પહેરવામાં આવે ત્યારે સુંદર લાગે છે. આજ-કાલ બૉલીવુડમાં પણ આ જ કૉમ્બિનેશન ખૂબ ચાલી રહ્યું છે. મોટા ભાગની ઍક્ટ્રેસો આ કૉમ્બિનેશનમાં જોવા મળી રહી છે. બ્લૅક ઍન્ડ વાઇટનું કૉમ્બિનેશન ફક્ત વેસ્ટર્નવેઅરમાં જ નહીં પણ સાડી અને ઍથ્નીક ડ્રેસિસમાં પણ ફેવરિટ બની રહ્યું છે. છેલ્લા થોડા સમયમાં રવીના ટંડન, માન્યતા દત્ત, કરીના અને કરીશ્મા કપૂર, દિયા મિરઝા, રાની મુખર્જી અને સોનાક્ષી સિંહા આ જ બ્લૅક ઍન્ડ વાઇટના કૉમ્બિનેશનમાં જોવા મળ્યાં હતાં.