હવે ભારતમાં પણ આવી ગઈ છે બિકિની સાડી

17 September, 2012 09:46 AM IST  | 

હવે ભારતમાં પણ આવી ગઈ છે બિકિની સાડી





દિલ્હીના સ્વિમવેઅર ડિઝાઇનર શિવાન ભાટિયા અને નરેશ કુકરેજાએ મળીને ટ્રેડિશનલ, ફ્લોઇંગ રોબ્સ બનાવ્યા છે જેમાં થોડી સ્કિન એક્સપોઝ થશે, પણ શરીર ટૉપ ટુ બૉટમ કવર થશે. ડિઝાઇનરનું કહેવું છે કે ભારતીય સ્ત્રીઓનું ફિગર દુનિયામાં સૌથી સુંદર હોય છે તોય મોટા ભાગની સ્ત્રીઓ બૉડી દેખાડવામાં શરમ અનુભવે છે અને આ બિકિની સાડી તેમને આ જ સંકોચમાંથી મુક્ત કરશે.

આ બિકીની સાડીને સ્ત્રીઓ તરફથી સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. પૂલ-પાર્ટી, હનીમૂન કે બીચ-વેડિંગ માટે આ બિકિની સાડીનો ઉપયોગ કરી શકાય છે.



ગમે એટલાં રિવિલિંગ આઉટફિટ્સ પહેર્યા બાદ પણ સ્વિમસૂટ પહેરવાની વાત આવે ત્યાં સ્ત્રીઓ થોડી પાછળ હટી જતી હોય છે.

આ બિકિની સાડી શિફોન, ક્રેપ અને સિલ્ક લાયક્રા જેવા ફ્લોઇ મટીરિયલમાંથી બનાવવામાં આવી છે તેમ જ ઑરેન્જ, ટેન્ગરીન, યલો, ઍપલ ગ્રીન, પિન્ક, ઑફ વાઇટ જેવા બીચ પર સૂટ થતા રંગો આ રોબમાં મળી શકે છે.