કેટલાક બેસ્ટ ફૅશન કૉમ્બો

28 November, 2012 06:09 AM IST  | 

કેટલાક બેસ્ટ ફૅશન કૉમ્બો


ફૅશનમાં કેટલાંક કૉમ્બિનેશન એવાં હોય છે કે જે હાસ્યાસ્પદ લાગે છે જ્યારે કેટલાંક કૉમ્બિનેશન ખરેખર સ્માર્ટ અને ટ્રેન્ડી લાગી શકે છે. કઈ પ્રિન્ટ સાથે કઈ પૅટર્ન મિક્સ કરવી એ વિશે ભલે કોઈ ફિક્સ્ડ રૂલ નથી, પરંતુ જ્યારે બે પૅટર્ન મિક્સ કરવામાં આવે ત્યારે એ કેવી લાગશે એનો વિચાર કરવો જરૂરી છે. જોઈએ કેટલાક એવા ટ્રેન્ડ કૉમ્બોસ જે પર્હેયા બાદ ખરેખર સારા લાગશે.

પટિયાલા સાથે પમ્પ્સ

જો ફ્યુઝન તમારો ફૅશન મંત્ર હોય તો તમે ટિપિકલ ઇન્ડિયન વૉર્ડરોબમાં થોડો વેસ્ટર્ન ટચ આપી શકો છો. ઘેરદાર પટિયાલા સલવાર સાથે મોટા ભાગે યુવતીઓ ફ્લૅટ ચંપલ અથવા જૂતીઓ પહેરવાનું પસંદ કરતી હોય છે, પરંતુ ફ્યુઝન કરવા માટે પટિયાલા સલવારને શૉર્ટ જૅકેટ કુરતી અને પેસ્ટલ શેડના પમ્પ્સ શૂઝ સાથે પહેરો.

ગોલ્ડ અને ન્યુડ


આ કૉમ્બિનેશન ક્યારેય ખોટું નહીં પડે, કારણ કે એક ચમકીલો શેડ છે જ્યારે બીજો ખૂબ જ તટસ્થ. કોઈ પણ ન્યુડ શેડના ડ્રેસમાં ડીટેઇલિંગ માટે મેટાલિક ગોલ્ડ એમ્બ્રૉઇડરી કરાવી શકાય, જે ગ્લૅમરસ કોકટેલ ડ્રેસનો લુક આપશે. ન્યુડ શેડની સાડી સાથે ગોલ્ડ ક્લચ પણ બેસ્ટ લાગશે.

સ્પોર્ટ્સવેઅર અને કલર બ્લૉકિંગ


ઘણી વાર સ્પોર્ટ્સવેઅરમાં મળતી પૅટર્ન અને પ્રિન્ટ એટલી લાઉડ હોય છે કે એને પહેરવાનો ખ્યાલ પડતો મૂકવો પડે છે, પરંતુ આજકાલ ખૂબ ચાલી રહેલા કલર બ્લૉકિંગના ટ્રેન્ડને સ્પોર્ટ્સવેઅરમાં અપનાવી શકાય. ઉપરથી નીચે સુધી કોઈ એક સિંગલ કલરનું આઉટફિટ સ્પોર્ટ્સવેઅરમાં સારું લાગશે.

પિટર પેન કૉલર સાથે પોલકા ડોટ

નાની સાઇઝના ગોળ શેપના પીટર પેન કૉલર ટ્રેન્ડમાં છે. આ સ્ટાઇલ બાળકોને શોભે એવી હોવા છતાં આજે ફૅશન વર્લ્ડમાં આ સ્ટાઇલ અડલ્ટ્સ માટે આવી છે. આ જ કિડ્સવાળી થીમમાં ઉમેરો કરવા માટે એને પોલકા ડોટ્સવાળા ડ્રેસ સાથે પહેરી શકાય. પોલકા ડોટ્સ ફેમિનાઇન લાગે છે અને એની સાથે પિટર પેન કૉલર ફન એલિમેન્ટ ઉમેરશે.

લીફ પ્રિન્ટ અને પેટલ સ્કર્ટ

નૅચર ઇન્સપાયર્ડ વૉર્ડરોબ જોઈતો હોય તો કપડાં પણ એવાં જ પહેરી શકાય. નાની પાંદડીઓની પ્રિન્ટના ટૉપ સાથે લેયર્ડ ફૂલની પાંદડીઓ હોય એ પૅટર્નનું સ્કર્ટ સારું લાગશે, પરંતુ અહીં પાંદડીઓનો લીલો રંગ વાપરવાને બદલે સ્કર્ટ સાથે મૅચ થતો હોય એવા રંગની પ્રિન્ટ પસંદ કરવી.

ડ્રેસ અને શૉર્ટ્સ

લુઝ, લાંબા શૉર્ટ્સ સાથે થોડા લાંબા ડ્રેસ પહેરી શકાય. આવા ડ્રેસની વેસ્ટ લાઇન નૉર્મલ કરતાં થોડી વધુ નીચે હોય છે. આ કૉમ્બિનેશન સાંભળવામાં ભલે થોડું અટપટું લાગતું હોય પરંતુ ફન્કી ઍક્સેસરીઝ અને કૉન્ફિડન્સનો સાથ હશે તો સારો લુક આપશે.

ફ્લોરલ સાથે મિલિટરી

ફ્લોરલ ખૂબ જ ફેમિનાઇન અને સૉફ્ટ પ્રિન્ટ છે, જ્યારે મિલિટરી પૅટર્ન ટફ લાગે છે, પરંતુ આ બન્ને સ્ટાઇલને મિક્સ કરીને એક બૅલેન્સ્ડ કૉમ્બો બનાવી શકાય છે. શૉર્ટ ફ્લોરલ ડ્રેસ સાથે પ્રૉપર ફિટિંગવાળું મિલિટરી જૅકેટ પહેરી શકાય. અથવા ફ્લોરલ ટૉપ સાથે ખાખી પૅન્ટ્સ પણ સારું લાગશે.

ઍપ્લિક સાથે શીર

કટ વર્ક કરેલું ઍપ્લિક સૉલિડ કલરના થોડા ટ્રાન્સપરન્ટ એટલે કે શીર ફૅબ્રિક પર લગાવી દેવામાં આવે તો એનાથી એ ડલ આઉટફિટનો લુક પળવારમાં બદલાઈ શકે છે. ઍપ્લિક ગૂંથેલું કે પ્રિન્ટ કરેલું પણ હોઈ શકે છે. ઍપ્લિક જ્યાં લગાવવું હોય એ ગારર્મેન્ટ થોડું સેમી ટ્રાન્સપરન્ટ હોય એનું ધ્યાન રાખવું.

સિમેટ્રિકલ હેમલાઇન

આજકાલ જેને કરાચી સ્ટાઇલ કહેવાય એવી એ સિમેટ્રિકલ હેમલાઇન ડ્રેસિસ અને કુરતી બન્નેમાં ચાલી રહી છે. આ હેમલાઇનવાળા ડ્રેસ થોડા સેમી ટ્રાન્સપરન્ટ ફૅબ્રિકના ડ્રેસમાં વધુ શોભશે. આ કૉમ્બો પાતળી યુવતીઓ માટે જ છે. બૉટમ પાર્ટ હેવી હોય તો આ કૉમ્બો નહીં સારો લાગે.

લાંબું જૅકેટ અને જમ્પસૂટ

ફુલ પ્લે સૂટ કે શૉર્ટ્સ સાથે મૅચ કરીને ડિઝાઇનરોએ જૅકેટને એક અનોખો ટચ આપ્યો છે. શૉટ્ર્સવાળો પ્લે સૂટ હોય તો એની સાથે લાંબું ઓપન જૅકેટ અથવા કાર્ડિગન પહેરી શકાય.

નિયૉન શેડમાં ટ્રાઇબલ પ્રિન્ટ


ટ્રાઇબલ પ્રિન્ટ્સ હંમેશાં આઇકૅચિંગ લાગે છે. આવામાં જો એને વાઇબ્રન્ટ એવા નિયૉન શેડ્સ સાથે પહેરવામાં આવે તો એ વધુ શોભી ઊઠશે. યલો, ઇન્ડિગો, ઑરેન્જ, પિન્ક અને ઇલેક્ટ્રિક બ્લુ જેવા શેડ બોરિંગ અને ડલ બ્રાઉન, બેજ અને બ્લૅક કરતાં સારા લાગશે તમારા આઉટફિટને એક ટ્રેન્ડી ટચ પણ આપશે.