હવે મેન માટે પણ છે બૅગ્સ

04 September, 2012 05:54 AM IST  | 

હવે મેન માટે પણ છે બૅગ્સ

પુરુષોના વૉર્ડરોબમાં નાનામાં નાની ઍક્સેસરીનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે; પછી એ શૂઝ, બેલ્ટ કે કફલિન્ક કેમ ન હોય અને આ બધામાંથી હવે બૅગ્સ પણ બાકાત નથી. જુદા-જુદા પ્રોફેશન અને જરૂરિયાત પ્રમાણે હવે બૅગ્સ પણ મળતી થઈ ગઈ છે. એને લીધે જોઈતી ચીજો હંમેશાં પોતાની સાથે લઈને ફરી શકાય. અહીં પણ ફૉર્મલ અને કૅઝ્યુઅલ બન્ને પ્રકારની બૅગ્સનો સમાવેશ થાય છે. જોઈએ મેનના બૅગ સેક્શનમાં કેવા પર્યાયો છે.

મેસેન્જર બૅગ

આઉટિંગ હોય કે પછી ઈવનિંગ હૅન્ગઆઉટ, કૅઝ્યુઅલ લાગતી મેસેન્જર બૅગ કૉલેજના છોકરાઓ માટે બેસ્ટ સૂટેબલ છે. એ સિવાય કૅઝ્યુઅલ ઑફિસ ઍટમોસ્ફિયર ધરાવતા યંગ પ્રોફેશનલ્સ માટે પણ આ મેસેન્જર બૅગ સારી રહેશે. એક્સટિરિયર અને રંગોમાં મળતી વરાઇટી આ બૅગ કૅઝ્યુઅલ રહેવું ગમતું હોય એવા લોકોની ફેવરિટ બની રહી છે.

કૅમેરા બૅગ

ટૂરિસ્ટોની ફેવરિટ એવી આ ફૅશનેબલ બૅગ નાની ટ્રિપ્સ અને સાઇટ-સીઇંગ માટે જાઓ ત્યારે લઈ જવા માટે બેસ્ટ રહેશે. આ બૅગને કૅમેરો રાખવા માટે અથવા બીજી વજનમાં હલકી હોય એવી ઍક્સેસરીઝ રાખવા માટે ઉપયોગમાં લઈ શકાય. બન્ને માટે કૅમેરા બૅગ સૂટેબલ છે. લેધરનું એક્સટિરિયર આ બૅગને વિન્ટેજ લુક આપે છે, જે ક્લાસી લાગશે.

ટોટ બૅગ

સ્ત્રીઓની જેમ પુરુષોમાં પણ ટોટ બૅગ પ્રચલિત છે. કૅઝ્યુઅલ ઑફિસ ઍટમોસ્ફિયર મેળવનારા નસીબદારો આ બૅગનો વપરાશ કરી શકશે. ઑફિસમાં આ લાંબી બૅગ ફૅશનેબલ પણ લાગશે. લેધરના એક્સટિરિયરવાળી આ બૅગ આર્ટિસ્ટો જેવો લુક આપશે. આ બૅગને લૅપટૉપ રાખવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.     

બ્રીફકેસ

ઑરિજિનલ મેન્સ ઑફિસ બૅગ ગણાતી બ્રીફકેસ ક્યારેય આઉટ ઑફ ફૅશન નથી થવાની. હવે તો બ્રીફકેસમાં પણ ખૂબ બધી વરાઇટી મળી રહે છે. જુદાં-જુદાં મટીરિયલમાંથી બનેલી બ્રીફકેસના ટેક્સચર અને લુક સાથે એક્સપરિમેન્ટ કરી શકાય. પ્રૉપર કૉપોર્રેટ બૉસ સ્ટાઇલમાં ઑફિસ જવું હોય તો બ્રીફકેસ પર્ફેક્ટ લાગશે. બ્રીફકેસ બધા જ ઓકેઝન માટે સારી ગણાય છે.

ટ્રાવેલ બૅગ

જેમને ટ્રાવેલિંગ ખૂબ પસંદ હોય તેમના માટે છે ઑલ ટાઇમ ફેવરિટ ટ્રાવેલિંગ બૅગ. વીક-એન્ડ આઉટિંગ હોય કે લાંબી ટ્રિપ, આ બૅગમાં તમારી બધી જ ચીજો સમાઈ જશે. સ્ટાઇલ અને ટકાઉપણું બન્ને જોઈતું હોય તો લેધરની રાઉન્ડ ટ્રાવેલ બૅગમાં ઇન્વેસ્ટ કરો જે સારી તો લાગશે જ સાથે વષોર્ સુધી તમારો સાથ પણ આપશે.

બૅકપૅક

શોલ્ડર પર રાખવાની સ્કૂલ બૅગ જેવી બૅકપૅક હવે ફક્ત સ્કૂલ કે કૉલેજના છોકરાઓ સુધી જ સીમિત નથી રહી, માર્કેટિંગ અને આઇટી પ્રોફેશનલ્સ પણ ઑફિસમાં બૅકપૅક લઈને જવાનું પસંદ કરે છે. આ બૅગ આમ તો ઑફિસના ફૉર્મલ ડ્રેસિંગ સાથે સૂટ નથી કરતી, પણ જો કમ્ફર્ટને પ્રાધાન્ય આપવું હોય તો આ બૅગ જરૂર વાપરો. બૅકપૅકમાં પણ ઘણી વરાઇટીઓ મળી રહે છે એટલે સામાન્ય બૅગ ખરીદવા કરતાં કોઈ સારી દેખાતી બ્રૅન્ડેડ બૅગમાં ઇન્વેસ્ટ કરો. બૅકપૅકમાં તમારું લૅપટૉપ, ફાઇલ્સ તેમ જ બીજો સામાન પણ આરામથી સમાઈ જશે.