બૅક ચમકવી જરૂરી છે બૅકલેસ ચોલીમાં

05 October, 2012 05:38 AM IST  | 

બૅક ચમકવી જરૂરી છે બૅકલેસ ચોલીમાં



ગરબા રમવા જઈએ ત્યારે ડાન્સનાં સ્ટેપ્સ જેટલાં મહત્વનાં છે એટલા જ ડ્રેસ અને દેખાવ. ચમકીલા ચણિયા-ચોળી પહેરી લેવાથી નહીં ચાલે, એમાં શરીર પણ ચમકવું જોઈશે. આવી જ એક મહત્વની બાબત એટલે પીઠ. આખા વર્ષમાં સિમ્પલ કપડાં પહેરવાનું પસંદ કરતી યુવતીઓ પણ નવરાત્રિના નવ દિવસ મન મૂકીને સ્ટાઇલિંગ કરે છે. બૅકલેસ કે ડીપ બૅકવાળી ચોલી પહેરવાનો આ દિવસોમાં ખાસ ટ્રેન્ડ હોય છે. હવે જો પીઠ દેખાડવાનો નિર્ણય લઈ જ લીધો હોય તો એ સારી દેખાય એ પણ જરૂરી છે.

જાણીએ ઘાટકોપર-ઈસ્ટનાં પ્લૅટિનમ

મૉલમાં આવેલા ઑરા ક્લિનિકનાં ડૉ. સ્નેહલ ડાગા બૅક પૉલિશિંગ વિશે શું સલાહ આપે છે.

માઇક્રો ડર્મા અબ્રેજન બૅકલેસ ડ્રેસિસ ખૂબ સ્કિન દેખાડે છે એટલે એને પહેરતાં પહેલાં પીઠ ક્લિયર છે કે નહીં એના પર અચૂક ધ્યાન આપો. સ્કિન પરના ડાઘ અને સૂકી ત્વચા બૅકલેસ ડ્રેસમાં નહીં શોભે. જો તમારી પીઠ પર ડાઘ કે ખીલ હોય તો એના માટે ડૉ. સ્નેહલ બૅક પૉલિશિંગ ટ્રીટમેન્ટ કરાવવાની સલાહ આપે છે. આ ટ્રીટમેન્ટ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘માઇક્રો ડર્મા અબ્રેજનમાં મશીન દ્વારા પીઠ પર ઍલ્યુમિનિયમ ઑક્સાઇડના બારીક ક્રિસ્ટલ્સને ઘસવામાં આવે છે. એનાથી ત્વચાના ઉપરના લેયરની કાળાશ દૂર થાય છે તેમ જ ત્વચા પર કોઈ પ્રકારના ડાઘ હોય તો એ પણ દૂર થાય છે. નવરાત્રિમાં બૅકલેસ ચોલીમાં પીઠ સૌથી વધુ એક્સપોઝ થાય છે ત્યારે એને પૉલિશ કરાવી હશે તો એ સારી દેખાશે.’

સ્ટેપ બાય સ્ટેપ

માઇક્રો ડર્મા અબ્રેજનની ટ્રીટમેન્ટથી એક વારમાં રિઝલ્ટ નથી મળતું. આ વિશે જાણકારી આપતાં ડૉ. સ્નેહલ કહે છે,‘બૅક પૉલિશિંગ માટે બે સિટિંગ્સ કરાવવાં જરૂરી છે. પહેલા સેટિંગમાં ફાયદો જરૂર થાય છે, પરંતુ બીજા સિટિંગમાં ખરું રિઝલ્ટ દેખાશે. બન્ને સિટિંગમાં પીઠ પર ક્રિસ્ટલથી સ્ક્રબિંગ કરવામાં આવે છે. આનાથી પીઠ પર એક ગ્લો આવે છે અને સ્કિન ઈવન-આઉટ દેખાય છે.’

લેસર એક્સિલા

બૅક પૉલિશિંગ સિવાય સ્લીવલેસ ડ્રેસ પણ નવરાત્રિમાં ખૂબ ડિમાન્ડમાં હોય છે. નવરાત્રિમાં લેસર એક્સિલા નામની આ ખાસ અન્ડર-આર્મ માટેની લેસર હેર રિમૂવલ ટ્રીટમેન્ટ વિશે જાણકારી આપતાં ડૉ. સ્નેહલ કહે છે, ‘લેસર એક્સિલા અન્ડર-આર્મના વાળથી હંમેશ માટે છુટકારો મેળવવાની ટ્રીટમેન્ટ છે. આ ટ્રીટમેન્ટનાં છ સિટિંગ્સ કરાવવા પડે છે. આ ટ્રીટમેન્ટથી બગલના વાળથી છુટકારો તો મળે જ છે, સાથે એ ભાગની સ્કિન બાકીના શરીરના રંગ જેવી જ થઈ જાય છે એટલે સ્કિન ઈવન આઉટ લાગે છે.’

આફ્ટર-ટ્રીટમેન્ટ

માઇક્રો ડર્મા અબ્રેજનની ટ્રીટમેન્ટ બાદ ત્વચાનાં રોમછિદ્રો ઓપન થઈ જાય છે એટલે એની એક્સ્ટ્રા કૅર કરવાની જરૂર પડે છે. ડૉ. સ્નેહલ કહે છે, ‘આ આફ્ટર-ટ્રીટમેન્ટ સ્કિનના પ્રકાર પ્રમાણે નક્કી કરવામાં આવે છે. માઇક્રો ડર્મા અબ્રેજન કર્યા બાદ ઑઇલી, ડ્રાય કે સેન્સિટિવ સ્કિન પ્રમાણે સન પ્રોટેક્શન લોશન અને મૉઇસ્ચરાઇઝર આપવામાં આવે છે, જે સ્કિનને ડૅમેજથી બચાવવા માટે જરૂરી છે’.

આ ટ્રીટમેન્ટ બધી જ સ્કિન-ટાઇપ માટે સૂટેબલ છે. સેન્સિટિવ સ્કિન ધરાવતી વ્યક્તિ પણ માઇક્રો ડર્મા અબ્રેજન કરાવી શકે છે.

પીઠ પર ખીલ અને ડ્રાય સ્કિન

પીઠ પર ખીલ થવા સામાન્ય છે અને એના ડાઘ રહી જાય તો એ ઊઠીને દેખાય છે. આવા ડાઘ એક રાતમાં જતા નથી એટલે ડાઘ જાય નહીં ત્યાં સુધી એની ટ્રીટમેન્ટ લેવાનું ચાલુ રાખો. જો ડાઘ વધારે હોય તો પ્લીઝ બૅકલેસ ન પહેરો, કારણ કે એ ખૂબ ખરાબ લાગે છે. બૅક પૉલિશિંગની ટ્રીટમેન્ટથી ખીલ પણ ઓછા થઈ શકે છે.

પીઠની બીજી સમસ્યા એટલે ડ્રાય સ્કિન. જોકે સૂકી ત્વચાનો પ્રૉબ્લેમ ડાઘ અને ખીલ કરતાં જલદી ગાયબ થાય છે, પણ એ માટે પીઠની સંભાળ રાખવી એટલી જ જરૂરી છે. ચહેરાની જેમ પીઠ પર પણ રોજ મૉઇસ્ચરાઇઝર લગાવો તેમ જ ભરપૂર પાણી પીઓ, કારણ કે ડ્રાય સ્કિનની તકલીફ શરીરમાં પાણીની કમીને લીધે પણ થાય છે. સ્નાન કરતાં પહેલાં પીઠ પર બૅબી ઑઇલથી મસાજ કરો અને ત્યાર બાદ સ્નાન કરો. એ પછી પીઠ પર સારું બૉડી-લોશન લગાવો. જે દિવસે બૅકલેસ ડ્રેસ પહેરવાનો હોય એ દિવસે પીઠ પર સ્ક્રબિંગ કરો જેથી ડ્રાય અને ડેડ સ્કિન દૂર થાય અને પીઠ સુંવાળી તેમ જ ચમકદાર દેખાય. પીઠ પર વાળ ન હોય એટલા માટે પીઠનું વૅક્સિંગ અચૂક કરાવો. પીઠ પણ ચહેરા જેટલી જ ચમકે એ માટે એના પર શિમર પણ લગાવી શકાય.