હિરોઈનો સદાબહાર કેમ દેખાતી હોય છે?

03 March, 2020 04:19 PM IST  |  Mumbai | RJ Mahek

હિરોઈનો સદાબહાર કેમ દેખાતી હોય છે?

આર. જે. મહેક

૧. ચેહરાને અડવું નહીં

સૌથી પહેલો અને મહત્ત્વનો નિયમ એ છે કે તેઓ જરૂર ન હોય તો ચેહરાને અડતા નથી. વારંવાર ચેહરાને અડતા રહેવાથી હાથમાં લાગેલી ગંદકી ચેહરાને લાગે છે અને પછી પિમ્પલ અને બીજી તકલીફોને આમંત્રણ મળે છે જેથી આ આદતમાંથી છુટકારો મેળવવો જ રહ્યો.


૨. એકસાથે ઘણી બધી પ્રોડક્ટ્સનો ઉપયોગ

ટીવી-ઍડ્સમાં કે મૉડલ જેવા બનવા આપણે બધાં જ ક્રીમ્સ, સ્ક્રબ્સ, લોશન્સ લઈ આવતા હોઈએ છીએ અને વારંવાર બદલતા રહીએ છીએ જેનાથી આપણી સ્કિનને નુકસાન પહોંચે છે. જરૂર પૂરતી પ્રોડક્ટ વાપરીએ. બજારમાં મળતી બધી જ વસ્તુ ચહેરા પર ન થોપો.

૩. આઇસ બાથ

આપણે સવારે ઊઠીએ ત્યારે ઘણી વાર ચહેરા પર સોજો હોય, થાકેલો ચહેરો લાગે. પરસેવો વધુ થતો હોય, મેકઅપ લાંબો સમય ટકતો ન હોય જેવા સ્કિનના મોટા ભાગના પ્રૉબ્લેમ્સમાંથી છુટકારો મળે છે આઇસ બાથ લેવાથી, પણ બરફને કદી સીધો ચહેરા પર નહીં લગાવવો જોઈએ. હંમેશાં એક રૂમાલમાં બરફ મૂકીને લગાવો.

૪. નો મેકઅપ

મૉડલ્સ અને હિરોઇનો હંમેશાં મેકઅપ લગાડીને નથી ફરતી. જરૂર જેટલો લગાવવો જોઈએ. આજકાલ તો મિનિમમ લુકની ફૅશન ચાલે છે જેમાં હળવી કાજલ, આઇ લાઇનર, લિપ ગ્લોસ અને જરૂર જેટલું કન્સિલર લગાવો. બસ, આલિયા ભટ્ટ જેવો લુક તમને મળશે. કહેવાય છેને સાદગીમાં જ સુંદરતા. મેકઅપના થરના થર લગાવવાની કોઈ જરૂર નથી.

૫. પાણીને બનાવો મિત્ર

જેટલું પાણી પીતા રહેશો એટલી તમારી સ્કિન ચમકતી રહેશે. ઘણી વાર કંઈ પણ ન લગાવો તો પણ તમારી સ્કિન હેલ્ધી લાગશે. મોંઘી-મોંઘી ક્રીમ કે ટ્રીટમેન્ટથી નહીં મળશે એ ગ્લો, નિયમિત પાણી પીવાથી મળશે. આ બધા જ મૉડલ્સ અને હિરોઇન્સ પોતાના પર્સમાં સમાય એવી મેટલની કે પ્લાસ્ટિક બૉટલ હંમેશાં સાથે રાખે છે.

૬. ઘરેલુ નુસખા

કાયમ જ મોંઘી ક્રીમ શું કામ વાપરવી પણ કેમિકલ વગરની પ્રોડક્ટ્સમાં ઓછા-વત્તા પ્રમાણમાં કેમિકલ્સ તો હોવાનાં જ, પણ મૉડલ્સ અને હિરોઇન્સ ફ્રૂટ્સમાંથી પૅક્સ અને સ્ક્રબ્સ બનાવીને લગાવે છે. કોઈ ફૅન્સી અને સુગંધવાળા હેર ઑઇલને બદલે ઑલિવ, કોકોનટ કે આમળાનું ઘરે બનાવેલું તેલ વાપરે છે.

૭. સ્ટીમ એટલે વરાળને બનાવો દોસ્ત

રેગ્યુલર પાણીની વરાળ ચહેરાને આપવાથી સ્કિનની અંદરનો કચરો નીકળી જશે. સ્કિન ક્લીન રહેવાની સાથે ચળકતી પણ રહેશે.
તો આ હતાં કેટલાંક સીક્રેટ્સ જેને મૉડલ્સ અને હિરોઇન્સ ફૉલો કરે છે.

તમે પણ ટ્રાય કરી જુઓ...