ડ્રેસિંગ મેં સૂટ હૈ મર્દોવાલી બાત : અર્જુન કપૂર

27 November, 2014 06:13 AM IST  | 

ડ્રેસિંગ મેં સૂટ હૈ મર્દોવાલી બાત : અર્જુન કપૂર




પલ્લ્વી આચાર્ય

સ્ટાઇલ માટે બહુ સજાગ નહીં એવા અજુર્ન કપૂરનો લુક ઘણો સ્ટાઇલિશ છે. ડ્રેસિંગમાં જોકે તે કમ્ફર્ટને અને વેધરને વધુ મહત્વ આપે છે. 

ટ્રૅક કમ્ફર્ટ

ટ્રૅક પૅન્ટ, વી નેક ટી-શર્ટ અને ચંપલ પહેરવામાં અજુર્નને બહુ કમ્ફર્ટ લાગે છે એથી આ ડ્રેસિંગ એનું મોસ્ટ ફેવરિટ છે. તેથી જ તે કહે છે, ‘કોઈ ઓકેઝન ન હોય તો હું મોટા ભાગે ટ્રૅક પૅન્ટ અને ચંપલ જ પહેરવાનું પસંદ કરું છું.’

મર્દાના ડ્રેસિંગ

અજુર્નને કૅઝ્યુઅલ વેઅર બહુ ગમે છે, પણ કોઈ પ્રસંગ અટેન્ડ કરવાનો હોય તો પ્રસંગને અનુરૂપ સૂટ પહેરવો સૌથી વધુ ગમે છે. આ માટેનું કારણ આપતાં તે કહે છે, ‘સૂટ પહેરવાથી લુક ઘણો બદલાઈ જાય છે. સૂટ પહેરવાથી વ્યક્તિત્વ બદલાઈ જાય, દમદાર લાગે. સૂટ એવો ડ્રેસ છે જે પહેરો તો લુક અને ફીલ બેયમાં મર્દોંવાલી બાત લાગે. સૂટનો આ મર્દાના લુક મને બહુ ગમે છે.’

એથી જ કૅઝ્યુઅલ વેઅર ન પહેરવાનું હોય ત્યારે અજુર્ન જુદી-જુદી જાતના સૂટ પહેરે છે. તે કહે છે, ‘સૂટનું બહુ મોટું કલેક્શન મારી પાસે છે. પ્રસંગને અનુરૂપ જુદી-જુદી જાતના સૂટ્સ મારી પાસે છે.’

આ ઉપરાંત ટ્રાવેલિંગમાં તે લેધર જૅક્ટ્સ પહેરવાનું પ્રિફર કરે છે. 

ઑબ્સેશન સનગ્લાસિસનું અજુર્નને સનગ્લાસિસનું બહુ ઘેલું છે. બહુ મોટું કલેક્શન તેની પાસે છે એની વાત કરતાં તે કહે છે, ‘ઇટ્સ માય ઑબ્સેશન. હું જ્યાં પણ જાઉં ત્યાંથી બેથી ત્રણ જોડી સનગ્લાસિસ ઉપાડી લાવું છું. જરૂરિયાત આમાં ક્યાંય નથી, પણ સનગ્લાસિસ જોઈ હું મારી જાતને ખરીદતાં રોકી નથી શકતો. સનગ્લાસિસ જોઈ હું કન્ટ્રોલ કરી જ ન શકું.’ 

પરફ્યુમ પ્યાર

અજુર્ન જ્યુ પણ જાય ત્યાંથી ઢગલાબંધ પરફ્યુમ પણ ખરીદી લે છે. તે કહે છે, ‘હું જ્યાં પણ જાઉં ત્યાંથી પરફ્યુમ્સની એકસાથે સાત-આઠ બૉટલ્સ ખરીદી લઉં છું. મારા વૉર્ડરોબમાં આજે પણ ૮૮ જેટલાં પરફ્યુમ્સ પડ્યાં છે. મને એનો ગાંડો શોખ છે.’

અતરંગી ડ્રેસિંગ

અતરંગી ડ્રેસિંગ અજુર્નને નથી ગમતું, પણ ફિલ્મ ‘તેવર’માં તેણે અતરંગી ડ્રેસિંગ કયુંર્ છે - ટ્રૅક પૅન્ટ સાથે કુર્તો! જોકે આવું ડ્રેસિંગ ફિલ્મની સ્ટોરીની માગ છે એવું જણાવતાં અજુર્નનું કહેવું છે કે ‘ડ્રેસિંગ થોડું વિચિત્ર ભલે લાગે. ટ્રૅક પૅન્ટ પર બધા ટી-શર્ટ જ પહેરે. ટ્રૅક પૅન્ટ સાથે કુર્તો પહેરતાં તમે કોઈને જોયો નહીં હોય, પણ આ ફિલ્મમાં મારું આવું ડ્રેસિંગ છે. જોકે ટ્રૅક પૅન્ટ તો મારું ફેવરિટ છે, કારણ કે એ કમ્ફર્ટેબલ છે.’

આ ફિલ્મનું શૂટિંગ બહારના લોકેશનમાં વધુ થયું હતું જ્યાં તેણે ૩૫થી ૪૫ ડિગ્રી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ ડ્રેસિંગ તેને વધુ અનુકૂળ લાગ્યું હતું.

અજુર્ન પર્ફેક્ટ હેરકટ પ્રિફર કરે છે અને મેઇન્ટેન પણ કરે છે. અજુર્ન પોતાના ઓવરઑલ લુક માટે સજાગ જરૂર છે, પણ વધુપડતું ધ્યાન ન રાખવા છતાં તેની પર્સનાલિટી જ તેનો લુક શ્રેષ્ઠ બનાવવા માટે કાફી બની રહે છે.