અમિતાભ બચ્ચને પોતાને ક્યૂરેટર જણાવેલી પોસ્ટનો જવાબ છે આજની તેમની પોસ્ટમાં

26 September, 2022 05:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કુદરતી સુગંધના ક્યૂરેટર બન્યા છે અમિતાભ બચ્ચન, જાણો શા કારણે

તસવીરો સૌજન્ય - અમિતાભ બચ્ચન ઇન્સ્ટાગ્રામ

લિજેન્ડ 1942 એ ભારતના સમૃદ્ધ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાને ઉજવતા તત્વોથી પ્રેરિત અને બનાવવામાં આવેલા લક્સ પરફ્યુમની એક આકર્ષક શ્રેણી છે.  અનુરાધા સંસાર જે ફ્રેગરન્સ પ્રોફેશનલ છે અને તે આ પ્રોડક્ટના સહ-સંસ્થાપક છે.  તે વિવિધ મિજાજ, પ્રસંગો અને ઋતુઓને સમાવે છે.  ઓફર વિવિધ મૂડ, પ્રસંગો અને ઋતુઓને સમાવે છે. જાસ્મિન, લવંડર, કેસર, ચંદન, ગુલાબ, દાવના અને ગુલાબી ચંપાની સુગંધની આધુનિક અભિવ્યક્તિ છે. તે તમારી ઉર્જાનું પ્રતિબિંબ બનશે.

હિઝ, અને હર તથા અન્ય કોઇને પણ સૂટ થાય તે રીતે ફ્લેમ્બોયન્સ, હેરિટેજ અને ઇન-ડીએનએનો સમાવેશ થાય છે. આ દરેક વેરિઅન્ટમાં બે સબ વેરિઅન્ટ છે, બ્લેક અને વ્હાઇટ, જે યીન અને યાંગનું પ્રતીક છે. અમિતાભ બચ્ચને ક્યૂરેટર તરીકે આ બ્રાન્ડનો ઉલ્લેખ પોતાના સોશ્યલ મીડિયા પર કર્યો હતો.


તેના સહ-સ્થાપક અને સીઇઓ અનુરાધા સંસારએ જણાવ્યું હતુ કે,“તેને ઘરેલુ લક્ઝરી બ્રાન્ડ બનાવવાનું અમારુ સ્વપ્ન છે.” આ કલેક્શન ઓનલાઈન ઉપલબ્ધ છે, જેની શરૂઆત રૂ. 30ml માટે 3,000થી થાય છે. ખેડૂતોની મહેનતને ગણતરીમાં લઇ આ બ્રાન્ડ તેમને યોગ્ય સવલતો મળે તે દિશામાં પણ કાર્યરત છે. 
 

life and style amitabh bachchan