પુરુષો માટે પણ છે ઍક્સેસરીઝ

10 October, 2011 06:58 PM IST  | 

પુરુષો માટે પણ છે ઍક્સેસરીઝ



કફલિન્ક્સ

આ તમારા આઉટફિટને એક્સ્ટ્રા ચમક આપવા માટેની બેસ્ટ ઍક્સેસરી છે. ખાસ તેમના માટે જેમને સેફ સ્ટાઇલ કરવી ગમે છે, પણ પોતાના લુક સાથે વધુપડતો એક્સપરિમેન્ટ કરવો પસંદ નથી.

સ્કાર્ફ

કાપડનો આ નાનો ટુકડો ફક્ત સ્ત્રીઓની ઍક્સેસરી બનીને નથી રહી ગયો, પણ ક્યાંય આગળ વધી ચૂક્યો છે. પુરુષોમાં સ્કાર્ફનું ઘેલું આમ તો દેવ આનંદે લગાવેલું, પણ હવે તો શાહરુખ ખાન પણ સ્કાર્ફ પહેરવો પસંદ કરે છે અને બીજી પણ ઘણી સેલિબ્રિટીઝ સ્કાર્ફને સ્ટાઇલિંગ ઍક્સેસરી તરીકે વાપરે છે. એક સિમ્પલ સિંગલ કલરના શર્ટ અને ટ્રાઉઝર સાથે પ્રિન્ટેડ લુકિંગ સ્કાર્ફ સ્માર્ટ લુક આપશે.

ફેડોરા
આ એક એવી ઍક્સેસરી છે જે એક જ સમયે સેક્સી અને હૉટ બન્ને લુક આપશે. ફેડોરા એટલે એક પ્રકારની હેટ. ફેડોરાનો સમાવેશ એક મસ્ક્યુલાઇન ઍક્સેસરીમાં થાય છે. સાથે પ્રિન્ટેડ ટી-શર્ટ અને ડેનિમ જીન્સ પહેરો અને તમે તૈયાર.



પૉકેટ સ્ક્વેર

જો હંમેશથી તમને બીજા કરતાં કંઈક અલગ કરવાનો શોખ રહ્યો હોય તો પૉકેટ સ્ક્વેર ટ્રાય કરો. તમે પૉકેટ સ્ક્વેરનો કલર ટાઈ સાથે મૅચ કરી શકો છો કે પછી થોડો ટ્રેન્ડી લુક મેળવવા માટે થોડો જુદો રંગ વાપરો. પૉકેટ સ્ક્વેરને સ્માર્ટ રીતે પહેરવા માટે એક ટ્રિક છે, જેમાં પોતાના આખો લુક તટસ્થ રાખો પણ પૉકેટ સ્ક્વેર થોડું ફન્કી.

એસ્કોટ

ટાઈ પહેરવાનું ભૂલી ગયા હોય કે ન ગમતું હોય તો એસ્કોટ ટ્રાય કરો. આ ફક્ત સૂટને સ્ટાઇલિશ જ નથી બનાવતું, પણ એક કલર પણ ઉમેરે છે. એસ્કોટને એક નૉર્મલ સૂટ સાથે પહેરશો તો પણ એ ખૂબ સારો લુક આપશે.

પુરુષો માટેની બીજી કેટલીક ઍક્સેસરીઝ