ક્યારે પહેરવી હૅટ?

28 December, 2012 06:49 AM IST  | 

ક્યારે પહેરવી હૅટ?



પુરુષો માટેની હૅટ હવે ફક્ત કાઉબૉય લુક અને રૅમ્પ પર જ નથી રહી ગઈ. હવે તો યુવકો કૉલેજમાં પણ ફેડોરા સ્ટાઇલની હૅટ પહેરીને ફરે છે. આ પ્રકારની હૅટ પહેરવી આમ તો આસાન છે, પરંતુ એને યોગ્ય રીતે પહેરવી એ પણ આસાન છે એટલે તમે આ ટ્રેન્ડને યોગ્ય રીતે પહેરી રહ્યા છો કે નહીં એનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

ક્યારે?

૧૯૬૦ સુધી સ્ત્રીઓની જેમ પુરુષો માથા પર ટોપી કે હૅટ પર્હેયા વિના ઘરની બહાર ન નીકળતા. આ હૅટ તેમના માથાને ધૂળ, તડકો અને હવાથી પ્રોટેક્ટ કરતી. જોકે હવે પુરુષો આ હૅટ કે ફેડોરાને જરૂરત કરતાં સ્ટાઇલ માટે વધુ પહેરે છે. પાર્ટીવેઅર તરીકે અથવા કૅઝ્યુઅલ ક્લબિંગ માટે હૅટ પહેરી શકાય. આ સિવાય હૉર્સ રાઇડિંગ, પોલો રમતા સમયે અને ક્યારેક ફૉર્મલ સાથે પણ હૅટ પહેરી શકાય. હૅટ પહેરવાથી પુરુષો મેનલી અને હૅન્ડસમ લાગે છે. જીન્સ, શર્ટ અને બૂટ્સ સાથે મૅચ કરેલી હૅટ પરફેક્ટ લુક આપશે.

હૅટ ક્યારે કાઢવી?

હૅટ ક્યારે કાઢવી એના પણ કેટલાક નિયમો છે. જેને હૅટ ઍટિકેટ્સ કહી શકાય. વેસ્ટર્ન કલ્ચરમાં જ્યારે પબ્લિક પ્લેસ પર ફરતા હોઈએ ત્યારે હૅટ પહેરવાનો અને જો કોઈ સ્ત્રી સામે આવી જાય તો હૅટ કાઢી નાખવાનો નિયમ છે. આ સિવાય જ્યારે દેશનું રાષ્ટ્રગીત ગવાતું હોય, ધ્વજવંદન થતું હોય કે કોઈ મૃત્યુ પામ્યું હોય ત્યારે એને હૅટ કાઢીને માન આપવામાં આવે છે. આ સિવાય જ્યારે ફોટો પડાવતા હો ત્યારે પણ હૅટ કાઢી નાખવાનો નિયમ છે.

હૅટને ટિપ કરવી

હૅટને હાથેથી થોડી પકડીને ઉપર કરવી એને ટિપિંગ ઑફ હૅટ કહેવાય છે. જ્યારે હૅટ પહેરી હોય એને સામે આવેલી વ્યક્તિને રિસ્પેક્ટ આપવી હોય તો હેટને હલકેથી ટિપ કરી શકાય. જોકે હવે આ ટિપિંગનો રિવાજ નથી રહ્યો. ટિપિંગને ફ્લર્ટ કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવતું. જ્યારે કોઈ સ્ત્રીને ઇમ્પþસ કરવી હોય ત્યારે તેને હેલો કહેતી વખતે હૅટને ટિપિંગ કરવામાં આવતું.

હૅટ ખરીદવા માટેની ટિપ્સ

હંમેશાં બે હૅટ્સ રાખવી, એક એવી જે ફૉર્મલવેઅરમાં પહેરી શકાય અને બીજી એવી જે કૅઝ્યુઅલ તરીકે ચાલે. બેજ કે બ્રાઉન હૅટ દિવસે સારી લાગશે, જ્યારે નાઇટમાં પાર્ટીઓમાં બ્લૅક કે ગ્રે ફેડોરા પહેરવી.

ફેડોરાનો આગળનો જે ભાગ થોડો વળેલો હોય એને કપાળ પાસે રાખો, જેથી એ આઇબ્રોની નજીક રહે. વધુ ડ્રામૅટિક લુક માટે ફેડોરામાં એક ફેધર પણ લગાવી શકાય.

ફેડોરા પહેરીને ડ્રાઇવિંગ શક્ય નથી માટે ઉત્સાહમાં કારમાં બેસતાં પહેલાં હૅટ જરૂર ઉતારો.