આ રંગો રૂલ કરશે આવતા વર્ષે

24 December, 2012 06:30 AM IST  | 

આ રંગો રૂલ કરશે આવતા વર્ષે



આ વર્ષે ટેન્ગરિન, કૉરલ, પિસ્તા અને યલો જેવા ફાયરી તેમ જ પેસ્ટલ શેડ્સ હિટ રહ્યા, પરંતુ આવતા વર્ષે બ્લુ તેમ જ બીજા નૅચર ઇન્સ્પાયર્ડ શેડ્સ હિટ રહેશે. પેન્ટોન નામની એક ઇન્સ્ટિટ્યુટે આપેલા કલર રિપોર્ટ પ્રમાણે ૨૦૧૩માં બ્લુ અને કોબાલ્ટ બ્લુ જેવા શેડ હિટ રહેશે.

નેચર ઇન્સ્પાયર્ડ


આવતા વર્ષે કુદરત સાથે બંધબેસતા તેમ જ કુદરતી વાતાવરણમાં મોટા ભાગે જોવા મળતા રંગો ફૅશનની દુનિયામાં ચાલશે. સૉફ્ટ બામ્બુ શેડ, ગ્રે, એમરલ્ડ, વાયલેટ, પોપી રેડ, લીંબુની છાલ જેવો પીળો અને ડસ્ક બ્લુ આ શેડ આવતા વર્ષ બધે જ જોવા મળશે.

હાલમાં ઇન્ટરનૅશનલ માર્કેટમાં મોટા ભાગના ડિઝાઇનરોના કલેક્શનમાં આ શેડ્સ જોવા મળી રહ્યા છે. જોકે આનો અર્થ એ નથી કે તમે આખો વૉર્ડરોબ આ જ રંગોથી ભરી દો. ટ્રેન્ડની ટ્યુન પર ચાલવુ સારું છે, પરંતુ લિમિટમાં અને સમજીવિચારીને.

બ્રૅન્ડેડ ક્લોધિંગ

ટ્રેન્ડ અને ફૅશન પ્રમાણે રંગો ફૉલો કરવા સારી વાત કહેવાય, પરંતુ કલર પહેરવાની વાત આવે ત્યારે એ પર્સનલ ચૉઇસ બની જાય છે. શેડની પસંદગી અને પ્રિડિક્શન મોટા ભાગે બ્રૅન્ડ્સ માટે વધુ ચાલે છે. એ ઉપરાંત હાઇ સ્ટ્રીટ ક્લોધિંગમાં પણ લેટસ્ટ ટ્રેન્ડ પહેલાં કન્સિડર કરવામાં આવે છે. માટે જો પ્રોપર રંગ અને શેડ ફૉલો કરવો હોય તો પૉપ્યુલર બ્રૅન્ડમાંથી કપડાં ખરીદો. જે તમને ચોક્કસ કયો શેડ ટ્રેન્ડમાં છે એ કહેશે.

ચીટિંગ પણ ચાલશે

જો વધુ પૈસા ઇન્વેસ્ટ ન કરવા હોય તો કપડાંને બદલે કલર ઑફ ધ સીઝનને  ઍક્સેસરીઝમાં સ્થાન આપો. બ્લુ સારો રંગ છે અને એ બધી જ સ્કિન ટોન પર સૂટ થાય છે. જોકે અહીં કેટલાક અપવાદ પણ હોઈ શકે. આખો બ્લુ ડ્રેસ પહેરવો ન ગમે તો બૅગ, શૂઝ, બેલ્ટ જેવી ઍક્સેસરીઝમાં આ શેડ પહેરો. ડેનિમનો રંગ પણ બ્લુ જ હોય છે માટે આ રંગ અપનાવવો ખૂબ ઈઝી રહેશે. બ્લુના પાણી જેવા બધા જ શેડ્સ સારા લાગશે. આ રંગ પ્રિન્ટ્સમાં વધુ ખીલે છે. જ્યોમેટ્રિક અથવા ગ્રાફિક પ્રિન્ટ સાથે તેમ જ ચેકર્ડ પૅટર્નમાં બ્લુ સારો લાગશે. આ જ કારણોસર આ રંગ વાપરવામાં આસાન બને છે. 

ટ્રેન્ડ ફૉલો કરો પણ...


જો કોઈ રંગ ફૉલો કરવો હોય તો કરો, પરંતુ એમાં તમારી પર્સનલ ચૉઇસ અને બૉડી, તેમ જ સ્કિનને ધ્યાનમાં રાખવી જરૂરી છે. જો વિચાર્યા વિના ટ્રેન્ડ ફૉલો કરવામાં આવે તો મૂર્ખામીભર્યું લાગી શકે છે. રંગ પહેરો ત્યારે એને પ્રોપર મૅચ કરો તેમ જ પર્સનલ ટચ આપો. એ રંગ સાથે યોગ્ય ઍક્સેસરીઝ, શૂઝ, બૅગ વગેરે મૅચ થવા જરૂરી છે. બ્લુ ટૉપ સાથે રેડ બૅગ નહીં જ ચાલે.

પર્સનલ ટચ જરૂરી


તમે કોઈ ઇવેન્ટમાં જાઓ અને તમારા જેવા અનેક લોકો સેમ કલરને સેમ રીતે પહેરીને આવ્યા હોય તો એમાં તમારું અને સામેવાળાનું બન્નેનું ફૅશન ડિઝૅસ્ટર કહેવામાં આવશે. માટે જ કોઈ પણ રેડીમેડ ક્લોધિંગની સ્ટાઇલનું અનુકરણ કરો કે અપનાવો તો એને પોતાની રીતે થોડું સ્ટાઇલિંગ કરો, એ જરૂરી છે.

મેક-અપ

બ્લુ એવો શેડ છે, જે મેક-અપમાં પણ અપનાવી શકાય. બ્લુ લાઇનર કે કાજલ વૉટરી ઇફેક્ટ આપે છે. આ સિવાય જો પાર્ટી મેક-અપ હોય તો બ્લુ આઇ-શૅડો પણ લગાવી શકાય. બ્લુ આઇ-શૅડોમાં સી ગ્રીન, ડાર્ક બ્લુ, નેવી જેવા શેડ્સ સારા લાગશે. બ્લેન્ડ કરવા માટે ગ્રીન અને વાઇટ લઈ શકાય. સ્મોકી લુક માટે બ્લૅક સાથે બ્લુનો બ્લેન્ડ પણ સારો લાગશે. એમરલ્ડ ગ્રીન પણ લાઇનર અને શૅડો બન્નેમાં સારો લાગશે.