ગરમીમાં પર્વતો અને ઝરણાંની મજા માણવા આ હિલ સ્ટેશનની મુલાકાત લો

20 May, 2019 03:06 PM IST  |  ગુજરાત

ગરમીમાં પર્વતો અને ઝરણાંની મજા માણવા આ હિલ સ્ટેશનની મુલાકાત લો

પંચમઢી

ઉનાળાના એપ્રિલથી જૂન મહિના સુધીમાં પંચમઢીમાં તાપમાનનો પારો 22થી 35 ડિગ્રી વચ્ચે રહે છે. આથી ગરમીથી છૂટકારો મેળવવા માટે આ બેસ્ટ જગ્યા છે. તો આવો આપણે પંચમઢી જગ્યાની મુલાકાત લઈએ.

ઉનાળાની ગરમીમાં આ હિલ સ્ટેશને ફરવા જાઓ

ગરમી આવતા જ બધાને ફરવાનું મન થાય છે. આ વાતાવરણમાં લોકો મોટોભાગે હિલ સ્ટેશન જવાનું પસંદ કરે છે અથવા કોઈ કુદરતી સ્થળે જવાનું પસંદ કરે છે. જો તમે પણ આવી કોઈ સુંદર જગ્યાની શોધમાં છો તો સાતાપુડાની રાણી પંચમઢી જઈ શકો છો.

કુદરતના ખોળામાં મનને શાંતિ મળશે

મધ્ય પ્રદેશ ફરવા માટે ખબૂ જ સુંદર જગ્યા છે. અહીં ઝરણા અને પ્રાકૃતિક સૌંદર્ય મનને શાંતિ આપે છે. જો તમે શાંતિની શોધમાં હોવ તો પંચમઢી તમારા માટે સૌથી બેસ્ટ જગ્યા છે.

જીવનભર સફર યાદ રહેશે

પંચમઢી સાતપુડા ટાઈગર રિઝર્વ માટે પણ લોકપ્રિય છે. જો તમે એડવેન્ચર લવર છો તો પણ આ જગ્યા તમારા માટે ફુલ પૈસા વસૂલ ટૂર હશે. અહીં તમે હાંડી ખોહ, ડચેસ ફોલ્સ, મહાદેવ હિલ્સ અને ધૂપગઢ જેવી જગ્યાઓની યાદ તમે જિંદગીભર નહીં ભૂલી શકો.

આ પણ વાાંચો : કુદરતે ચિત્રકાર બનીને પથ્થરો પર કોતરેલી કલાકારી માણવી હોય તો આ સ્થળે ખાસ જજો

અમદાવાદથી 730 કિમી દૂર છે

ઉનાળાના એપ્રિલથી જૂન મહિના સુધીમાં પંચમઢીમાં તાપમાનનો પારો 22થી 35 ડિગ્રી વચ્ચે રહે છે. આથી ગરમીથી છૂટકારો મેળવવા માટે આ બેસ્ટ જગ્યા છે. અમદાવાદથી પંચમઢી 735 કિમી દૂર આવેલું છે. તમે અહીં કાર લઈને પણ જઈ શકો છો અને ટ્રેન દ્વારા પણ પહોંચી શકો છો.

travel news gujarat Places to visit in gujarat