'સ્વરગુર્જરી': રૂપેરી સૃષ્ટિનો રૂપાળો ચાંદ ઉજવીએ

10 November, 2020 03:51 PM IST  |  Mumbai | Nandini Trivedi

'સ્વરગુર્જરી': રૂપેરી સૃષ્ટિનો રૂપાળો ચાંદ ઉજવીએ

લુબ્ના સલીમ, મેહુલ બૂચ અને ભૂમિ ત્રિવેદી

શરદપૂનમ થોડાક દિવસો પહેલાં આપણે ઊજવી અને હવે તો આવશે દિવાળી. પરંતુ, 'સ્વરગુર્જરી'એ શરદપૂનમને કવિતા અને ગીતો દ્વારા ઊજવી હતી અને એ રીતે ઊજવ્યો ઉજાસ. પ્રતીકો-કલ્પનોની વાત આવે ત્યારે આપણને ચાંદ વગર નથી ચાલતું. કવિતા કે ગીતોને એ ચાર ચાંદ લગાવી દે છે. ચંદ્રની મોહિનીથી કોઈ કવિ બાકાત નહીં હોય.

આ એપિસોડમાં ચાંદ વિશેની કવિતા સુપ્રસિદ્ધ કલાકારો મેહુલ બૂચ તથા લુબ્ના સલીમે રજૂ કરી છે. સાહિત્યકાર-કવિ જયન્ત પંડ્યાની કવિતા 'ચાંદ છૂપ ન જાના'એ લાજવાબ પઠન કર્યું છે અભિનેતા મેહુલ બુચે તેમજ પરવીન શાકિરની ખૂબસૂરત કવિતા 'આધા ચાંદ' સરસ રીતે રજૂ કરી છે લુબ્ના સલીમે. પૂર્ણિમાના દિવસે જ રેકોર્ડ કરેલું શરદપૂનમનું સુંદર ગીત લોકપ્રિય ગાયિકા ભૂમિ ત્રિવેદીએ અદભુત ગાયું છે. સાથે સુપરહિટ વાગ્યો રે ઢોલ તો ખરું જ. 'સ્વરગુર્જરી'ના ચાંદને સમર્પિત આ એપિસોડમાં દર્શકોને મજા આવશે જ. તો, ચાલો ઊજવીએ ચાંદ.

indian music