સોમવારના ઉપાય: આમાંથી કોઈ પણ એક ઉપાય બદલશે ભાગ્ય, શિવજી કરશે તમામ કાર્ય સિદ્ધ

22 May, 2023 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ સાથે 22 મેના રોજ આર્દ્રા નક્ષત્ર પણ છે, જેના અધિપતિ ભગવાન શિવ છે, તો આ ખાસ સંયોગમાં તમે કયા ખાસ ઉપાયોનો લાભ લઈ શકો છો, આ બધું જાણો અહીં

હર હર મહાદેવ

 

22 મે સોમવાર છે અને આ દિવસ ભગવાન શિવ (Lord Shiva)નો માનવામાં આવે છે. આ સાથે જેઠ શુક્લ પક્ષની તૃતીયાના રોજ સોમવારે રંભ તૃતીયા વ્રત પણ રાખવામાં આવે છે. રંભા તૃતીયાને રંભા તીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં આ દિવસ ખાસ અપ્સરા રંભાને સમર્પિત છે. માન્યતાઓ અનુસાર, રંભા એ 14 રત્નોમાંની એક હતી જે સમુદ્ર મંથનથી ઉત્પન્ન થઈ હતી. એવું કહેવાય છે કે- રંભા ખૂબ જ સુંદર હતી અને તેના દેખાવથી દરેક લોકો મોહિત થઈ ગયા હતા. આ કારણોસર રંભા તૃતીયાના દિવસે ઘણા સાધકો રંભાના નામની સાધના કરીને સંમોહન શક્તિ પ્રાપ્ત કરે છે.

આ સાથે 22 મેના રોજ આર્દ્રા નક્ષત્ર પણ છે, જેના અધિપતિ ભગવાન શિવ છે, તો આ ખાસ સંયોગમાં તમે કયા ખાસ ઉપાયોનો લાભ લઈ શકો છો, આ બધું જાણો અહીં

આ પણ વાંચો:  ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવાના સરળ ઇલાજ

culture news astrology gujarati mid-day