'સ્વરગુર્જરી' : છોટે ઉસ્તાદ ઐશ્વર્યા મજમુદાર એટલે જાણે મિઠાશની વ્યાખ્યા

06 October, 2020 12:15 PM IST  |  Mumbai | Nandini Trivedi

'સ્વરગુર્જરી' : છોટે ઉસ્તાદ ઐશ્વર્યા મજમુદાર એટલે જાણે મિઠાશની વ્યાખ્યા

ઐશ્વર્યા મજમુદાર

એશ્વર્યા મજમુદાર એ દેશ-વિદેશનું જાણીતું નામ છે. સંગીત ક્ષેત્રે અનેક આયામો સર કરનાર ઐશ્વર્યાએ છ-સાત વર્ષની વયે જ ગાવાનું શરૂ કરી દીધું હતું. ઐશ્વર્યાએ ૧૪મા વર્ષે તો સિન્ગિંગ રિયલિટી શો ‘છોટે ઉસ્તાદ’નું ટાઇટલ જીતી લીધું હતું. તેમની ખ્યાતિ હવે ગુજરાતની દાંડિયાક્વીન તરીકે પ્રસ્થાપિત થતી જાય છે અને ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં અનેક સુપરહિટ ગીતો પણ આપી ચૂક્યાં છે.
ઐશ્વર્યા મજમુદારના ઘરમાં પહેલેથી જ સંગીતનો માહોલ હતો. બધાંને ગાતાં જોઇ એને ગાવાની ઇચ્છા થતી. મા-બાપ બન્નેએ ઐશ્વર્યાની કારકિર્દીમાં ઘણું યોગદાન આપ્યું અને ગાતાં ગાતાં જ ગાયન એનો પ્રોફેશન બની ગયું.

 સ્વર ગુર્જરીની મુલાકાતનો ભાગ બીજો

છોટે ઉસ્તાદ ટાઈટલ જીત્યા બાદ મુંબઇમાં આવી ગૌતમ મુખર્જી પાસે તાલીમ લીધી. હવે એડવાન્સ ક્લાસિકલ તો એ શીખે જ છે. 'સ્વરગુર્જરી'માં બે ભાગમાં ઐશ્વર્યા મજમુદારની રસપ્રદ મુલાકાત રજૂ થઈ છે. ગઈકાલે પાંચમી ઓક્ટોબરે જન્મદિનની ઉજવણી કરનાર ઐશ્વર્યાએ જણાવ્યું કે આગામી વર્ષોમાં સંગીતમાં નિતનવા પ્રયોગો કરીને શિખરો સર કરવાં છે.
ઐશ્વર્યા સાથેની મજેદાર મુલાકાત માણવા 'સ્વરગુર્જરી' યુટ્યુબ ચેનલ પર ક્લિક કરો અને મળો મીઠડી ઐશ્વર્યાને.

Aishwarya Majmudar indian music