14મો મહિન્દ્રા બ્લૂઝ ફેસ્ટિવલ 14-15 ફેબ્રુઆરીએ મહેબૂબ સ્ટુડિયો બાંદ્રામાં

27 January, 2026 06:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

છેલ્લા 14 વર્ષથી મહિન્દ્રા ગ્રુપ દ્વારા આયોજિત આ ફેસ્ટિવલ ભારતમાં બ્લૂઝ મ્યુઝિકને લોકપ્રિય બનાવવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. આ વર્ષે પણ ફેસ્ટિવલમાં લિજન્ડરી આર્ટિસ્ટ્સ અને યંગ ટેલેન્ટ્સ બંનેનું સરસ મિશ્રણ જોવા મળશે.

મહિન્દ્ર બ્લૂઝ ફેસ્ટિવલ દ્વારા બ્લૂઝ મ્યુઝિકના ચાહકોને હંમેશા કંઇક નવું માણવા મળ્યું છે.

એશિયાનો સૌથી મોટો બ્લૂઝ મ્યુઝિક ફેસ્ટિવલ, મહિન્દ્રા બ્લૂઝ ફેસ્ટિવલ, તેની 14મી એડિશન સાથે 14 અને 15 ફેબ્રુઆરી 2026ના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત મહેબૂબ સ્ટુડિયોમાં પાછો આવી રહ્યો છે. આ વખતે ફેસ્ટિવલમાં વર્લ્ડ ક્લાસ આર્ટિસ્ટ્સનું શાનદાર લાઇન-અપ છે જે બ્લૂઝ મ્યુઝિકના ચાહકોને રોમાંચિત કરશે.

છેલ્લા 14 વર્ષથી મહિન્દ્રા ગ્રુપ દ્વારા આયોજિત આ ફેસ્ટિવલ ભારતમાં બ્લૂઝ મ્યુઝિકને લોકપ્રિય બનાવવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. આ વર્ષે પણ ફેસ્ટિવલમાં લિજન્ડરી આર્ટિસ્ટ્સ અને યંગ ટેલેન્ટ્સ બંનેનું સરસ મિશ્રણ જોવા મળશે.

પહેલા દિવસનું લાઈનઅપ

ફેસ્ટિવલના પહેલા દિવસે બ્રિટિશ બ્લૂઝ સીનના જાણીતા આર્ટિસ્ટ મેટ સ્કોફિલ્ડ પરફોર્મ કરશે. 30 વર્ષથી વધુ અનુભવ ધરાવતા મેટ બ્રિટિશ બ્લૂઝ અવોર્ડ્સ હોલ ઓફ ફેમમાં સામેલ થનારા પહેલા ગિટારિસ્ટ છે. તેઓ ફેસ્ટિવલની પહેલી એડિશન પછી ફરી એક વાર પરફોર્મ કરવા આવી રહ્યા છે.
યુવાન કલાકાર ડી.કે. હેરેલ પોતાના ડેબ્યુ આલ્બમ `ટોકિન હેવી`થી પહેલેથી જ આ જનરેશનનો ડિફાઇનિંગ વોઇસ બની ગયા છે.

વિસ્કોન્સિનના મિલવૉકીથી આવનાર ઓલ્ટર્ડ ફાઇવ બ્લૂઝ બેન્ડ 2002થી ચાર્ટ્સ પર રાજ કરી રહ્યું છે. બેન્ડના ફ્રન્ટમેન જેફ ટેલરનો વોઇસ લિજન્ડ્સ જેવા કે હાઉલિન વુલ્ફ અને બી.બી. કિંગની યાદ અપાવે છે. પહેલા દિવસનો અંત મલ્ટી-ગ્રેમી અવોર્ડ નોમિની શેમેકિયા કોપલેન્ડ કરશે. લિજન્ડરી બ્લૂઝ આર્ટિસ્ટ જોની કોપલેન્ડની દીકરી શેમેકિયા 2011 અને 2017 પછી ફરી એક વાર ઇન્ડિયન ઓડિયન્સને મંત્રમુગ્ધ કરશે.

બીજા દિવસની ખાસિયત

ભારતના ઓરિજિનલ બ્લૂઝ-રોક પાયોનિયર્સ બ્લેકસ્ટ્રેટબ્લૂઝ ફેસ્ટિવલમાં પરત ફરી રહ્યા છે. વોરેન મેન્ડોન્સા દ્વારા સ્થાપિત આ બેન્ડે ઇન્સ્ટ્રુમેન્ટલ બ્લૂઝને કૂલ બનાવ્યું છે. ફેસ્ટિવલમાં તેમને ટ્રિબ્યૂટ તરીકે સોલસ્ટ્રેટ સલૂન નામનું ખાસ સ્ટેજ સમર્પિત કરવામાં આવ્યું છે.

ગ્રેમી-નોમિનેટેડ આર્ટિસ્ટ એરિક ગેલ્સ બીજા દિવસનું મુખ્ય આકર્ષણ હશે. તેમની યુનિક સ્ટાઇલ અને જોનર-ડિફાઇંગ ગ્રંજ સાઉન્ડ બ્લૂઝ સર્કિટમાં ખૂબ લોકપ્રિય છે. તેઓ તાજેતરમાં રાયન કૂગ્લરની વૈશ્વિક સ્તરે વખાણાયેલી ફિલ્મ `સિનર્સ`ના સાઉન્ડટ્રેકમાં ફીચર થયા હતા.

મહિન્દ્રા બ્લૂઝ ફેસ્ટિવલ માત્ર મ્યુઝિક સેલિબ્રેશન જ નથી, પરંતુ સામાજિક જવાબદારી પણ નિભાવે છે. કનાકિયા બીટ્ઝ ક્રૂ અને નન્હી કલી કવૉયર યંગ આર્ટિસ્ટ્સને પ્લેટફોર્મ આપશે. નન્હી કલી પ્રોજેક્ટ હેઠળ ગરીબ છોકરીઓને શિક્ષણ મેળવવામાં મદદ કરવામાં આવે છે. ધ બિગ બ્લૂઝ બેન્ડ હન્ટ  કોમ્પિટિશન દ્વારા યંગ બેન્ડ્સને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેમાં વિનર બેન્ડ ગાર્ડન સ્ટેજ પર પરફોર્મ કરે છે.

મહિન્દ્રા ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ, કલ્ચરલ આઉટરીચ, જય શાહએ કહ્યું, "આપણે બ્લૂઝ મ્યુઝિકમાં લોકોને વધુને વધુ રસ પડી રહ્યો છે. આ જોનરને સાચવવા અને આગળ વધારવા માટે ઘણા ટેલેન્ટેડ લોકો પ્રયત્નશીલ છે. મહિન્દ્રા ગ્રુપ આ મૂવમેન્ટનો હિસ્સો બનીને ખુશ છે. આ વર્ષની લાઇન-અપ ખૂબ જ ડાઇવર્સ છે - હોમલેન્ડનો એક એક્ટ, બ્રિટિશ એક્ટ, વેટરન્સ અને ફ્યુચર વોઇસીસ."  હાયપરલિંક સોલ્યુશન્સના ફાઉન્ડર વી.જી. જયરામે કહ્યું, "વિશ્વ બ્લૂઝની રેઝિલિયન્સ, લવ અને પાવરને ફરીથી શોધી રહ્યું છે. હાયપરલિંક સોલ્યુશન્સને મહિન્દ્રા ગ્રુપ દ્વારા 14 એડિશનથી ચેમ્પિયન કરવામાં આવતી આ મૂવમેન્ટનો હિસ્સો બનીને ગર્વ છે." છેલ્લી 13 એડિશનમાં 85થી વધુ આર્ટિસ્ટ્સ પરફોર્મ કરી ચૂક્યા છે અને ફેસ્ટિવલને ઓનલાઇન 175,000નો લોયલ કમ્યુનિટી બેઝ મળ્યો છે. આ વર્ષે પણ ફેસ્ટિવલ હોપ, લવ અને મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગન્ઝાથી ભરપૂર બે સાંજ સાથે પાછો આવી રહ્યો છે.

મહિન્દ્રા બ્લૂઝ ફેસ્ટિવલ આ વર્ષે 14-15 ફેબ્રુઆરીના રોજ મહેબૂબ સ્ટુડિયો, બાંદ્રામાં યોજાશે. 

bandra mehboob studio culture news life and style indian music mumbai