જાણો કયા નૃત્યકારની યાદમાં ઉજવવામાં આવે છે વર્લ્ડ ડાન્સ ડે, શા માટે?

29 April, 2023 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દર એપ્રિલ મહિનાની 29 એપ્રિલે વિશ્વ નૃત્ય દિવસ (World Dance Day)ઉજવવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને કયા નૃત્યકારના સન્માનમાં તેની ઉજવણી કરવામાં આવે છે.  

વર્લ્ડ ડાન્સ ડે

ડાન્સ એટલે નૃત્ય. જીવનના તમામ ભાવને અભિવ્યક્ત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ. નૃત્યની વ્યાખ્યા અને તેનું સ્વરૂપ દરેક વ્યક્તિ માટે અલગ અલગ છે. કોઈ માટે ડાન્સ જીવન છે તો કોઈ માટે ડાન્સ એક શોખ છે, કોઈ માટે પેશન છે તો કોઈ માટે માત્ર ફન માટે અટેન્ડ કરવામાં આવતું ડાન્સ ક્લાસનું એક સેશન છે, કોઈ માટે ખુશી છે તો કોઈ માટે ગમનો સહારો, કોઈ માટે વજન ઘટાડાવા માટે થતું આંગિક હલનચલન છે તો કોઈ માટે તેની સમગ્ર દુનિયા છે. જોકે, નૃત્યના મહાનાભુવોઓએ પણ ડાન્સને પોતાની રિતે વ્યાખ્યાયિત કરી છે. આમ જોઈએ તે નૃત્ય દરેકના જીવન સાથે ક્યાંકને ક્યાંક જોડાયું છે. દર એપ્રિલ મહિનાની 29 એપ્રિલે વિશ્વ નૃત્ય દિવસ (World Dance Day)ઉજવવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને કયા નૃત્યકારના સન્માનમાં તેની ઉજવણી કરવામાં આવે છે.  

ઇતિહાસ પર એક નજર
જો આ દિવસના ઈતિહાસની વાત કરીએ તો 29 એપ્રિલ 1982ના રોજ મહાન નૃત્યાંગના જીન-જ્યોર્જ નાવેરેના જન્મદિવસે યુનેસ્કોની ઈન્ટરનેશનલ થિયેટર ઈન્સ્ટિટ્યૂટની ઈન્ટરનેશનલ ડાન્સ કમિટીએ જાહેરાત કરી હતી કે દર વર્ષે 29 એપ્રિલે ઈન્ટરનેશનલ ડાન્સ ડે મનાવવામાં આવશે.ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે.

અહીં એ જાણવું પણ જરૂરી છે કે જ્યોર્જ નાવેરે એક ફ્રેન્ચ નૃત્યાંગના હતા, અને 19મી સદીમાં તેમને નૃત્યના ઘણા સ્વરૂપોના પિતા માનવામાં આવે છે. તે ઈચ્છતા હતા કે શાળા કક્ષાથી જ નૃત્યને શિક્ષણમાં સામેલ કરવામાં આવે.

આટલું જ નહીં ડાન્સર નાવેરેએ `લેટર્સ ઓન ધ ડાન્સ` નામથી ડાન્સ પર એક પુસ્તક પણ લખ્યું છે. નૃત્ય કળાની તમામ યુક્તિઓ આ પુસ્તકમાં શીખવવામાં આવી છે. આ પુસ્તક વાંચીને લોકો નૃત્ય કરી શકે છે અને તેની સાથે સંપૂર્ણપણે જોડાઈ શકે છે.

જો આપણે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસના હેતુ વિશે વાત કરીએ, તો તે ખૂબ જ સ્પષ્ટ છે. વાસ્તવમાં આ દિવસનો હેતુ વિશ્વના તમામ નર્તકો અને આમાં રસ ધરાવતા લોકોને પ્રોત્સાહિત કરવાનો છે. લોકોમાં ડાન્સ વિશે જાગૃતિ ફેલાવો, જેથી આ વિસ્તારનો પણ વિકાસ થઈ શકે.

just dance life and style culture news