એક્સક્લુઝિવ: લોકગાયક નીરવ બારોટના મોસ્ટ અવેઇટેડ ગીતનું પોસ્ટર રિલીઝ

30 July, 2020 02:59 PM IST  |  Mumbai Desk | Shilpa Bhanushali

એક્સક્લુઝિવ: લોકગાયક નીરવ બારોટના મોસ્ટ અવેઇટેડ ગીતનું પોસ્ટર રિલીઝ

નીરવ બારોટના ગીત આહિરોનાં ઇતિહાસનું પોસ્ટર

જાણીતા લોકગાયક નીરવ બારોટના ચાહકો માટે ખૂબ જ સારા સમાચાર છે કે તાજેતરમાં જ તેમનું એક ગીત આવી રહ્યું છે. આ ગીત 3 ઑગસ્ટ રક્ષાબંધનના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ગીત તમને સ્ટુડિયો સરસ્વતી યુટ્યૂબ ચેનલ પર જોઇ શકશો.

આ ગીત વિશે વધુ માહિતી આપતા તેઓ જણાવે છે કે આ ગીતનું નામ છે આહિરોના ઇતિહાસ. આ ગીત એક પ્રકારે રાસડો છે. જેને દેશી ભાષામાં રાહડો તરીકે ઓળખવામાં આવે છે. આહિર સમાજ જે કૃષ્ણ ભગવાનનો સમાજ કહેવાય છે ખાસ તો યાદવકુળ તરીકે જાણીતું તેમાં થઈ ગયેલા અનેક પાળિયાઓના ઇતિહાસ વિશેનું આ ગીત છે.

આ ગીતના કવિ નાગ દ્વારા રચાયેલું છે. આ ગીતના શૂટિંગ વિશે વાત કરતાં નીરવ બારોટ જણાવે છે કે હળવદના વાતાવદર ગામમાં આ ગીતનું શૂટિંગ થયું છે. જેમાં તે એક રજવાડી પોશાકમાં જોવા મળશે. આ ગીતમાં નીરવ બારોટનો આ જુદો અવતાર કદાચ તેમના ચાહકોએ ક્યારે પણ નહીં જોયો હોય.

આ ગીતના ફિલ્માંકન વિશે નીરવ બારોટ જણાવે છે કે આ ગીતમાં જે 14 ખેલૈયાઓ જોવા મળશે તે 14 આહિરો એશિયાના જુદાં જુદાં દેશોમાં પોતાના આ રાસડાનું પ્રદર્શન કરી ચૂક્યા છે અને અનેક અવૉર્ડ પણ જીતી ચૂક્યા છે. આ ખેલૈયાઓ વિશે વધું જણાવતાં નીરવ બારોટ જણાવે છે કે મયૂર નગર રાસમંડળના આ ખેલૈયાઓ આ ગીત આહિરોના ઇતિહાસમાં રાસડો કરતાં જોવા મળશે. નોંધનીય છે કે નીરવ બારોટનું આ ગીત સ્ટુડિયો સરસ્વતી યુટ્યૂબ ચેનલ પર જોવા મળશે.

mumbai entertainment news