આ છે ગુજરાતના Gully Boys, કોઈ ગુજરાતી તો કોઈ હિંદીમાં કરે છે રૅપ

17 April, 2019 05:31 PM IST  |  વડોદરા

આ છે ગુજરાતના Gully Boys, કોઈ ગુજરાતી તો કોઈ હિંદીમાં કરે છે રૅપ

આ છે ગુજરાતના રૅપર્સ

રૅપ સોંગ્સ અત્યાર સુધી તેની ઓળખ ઘોંઘાટિયા, બરાડા પાડતા ગીતો તરીકે હતી. હની સિંહ, બાદશાહ, રફ્તારની લોકપ્રિયતા બાદ છેલ્લા કેટલાક સમયથી સિનારિયો બદલાયો છે. ખાસ કરીને ગલી બૉય ફિલ્મ બાદ યુટ્યુબ પર રૅપર્સના ફોલોઅર્સ અને વ્યૂઝ વધી રહ્યા છે. જો કે તમે એવું માનો છો કે રેપર્સ દિલ્હી-મુંબઈ જેવા સિટીમાં છે, તો તમે ખોટા છો. કારણ કે ગુજરાતમાં પણ રૅપર્સ છે, જે સારું કન્ટેન્ટ ક્રિેએટ કરી રહ્યા છે.

ક્લાસિક પરમારઃ શબ્દોનો રાજા

આમ તો રૅપર્સ રૅપ માટે પોતાના અલગ નામ રાખતા હોય છે, પરંતુ ક્લાસિકને એવી જરૂર નથી પડી. કારણ કે તેમના પપ્પા પણ મ્યુઝિશિયન છે, એટલે તેમનું રિયલ નેમ જ ક્લાસિક છે.

વડોદરાના ક્લાસિક ગુજરાતી ભાષામાં જબરજસ્ત રૅપ કરે છે. હાલ તેમની કોઈ યુટ્યુબ ચેનલ નથી પણ તેઓ કોલાબ્રેશન કરે છે. ક્લાસિકની ખાસિયત છે કે તે ફક્ત ગુજરાતીમાં જ રૅપ સોંગ લખે છે. અને તમે પણ તેનું રૅપ સાંભળશો તો તેની ટેગલાઈન 'શબ્દોનો રાજા' કેટલી યોગ્ય છે તે સમજાઈ જશે. અત્યાર સુધી ક્લાસિક વડોદરાના જ રેપર્સ ABR કિંગ્ડમ અને ધ કોમેડી ફેક્ટરી સાથે કોલાબ્રેશન કરીને સોંગ બનાવી ચૂક્યા છે.

મહેશ બલોદી ઉર્ફે ABR

મહેશનું રૅપ નેમ છે ABR. તેની ABR kingdom નામની યુટ્યુબ ચેનલ પણ છે, જેના પર તે 10 જેટલા રૅપ સોંગ અપલોડ કરી ચૂક્યા છે. આ ગુજરાતી રૅપર્સ મોટા ભાગે હિન્દીમાં સોંગ લખે છે. મહેશનું કહેવું છે કે,'મને શાયરી લખવાનો શોખ હતો, પાછળથી રૅપમાં રસ પડ્યો અને શાયરીનું પેશન રૅપ સોંગમાં કન્વર્ટ થઈ ગયું.' GUJARAT CYPHERએ ABRનું સૌથી હિટ રૅપ સોંગ છે, જેને યુટ્યુબ પર 6 હજાર કરતા વધુ વ્યૂઝ મળ્યા છે.

 કંદર્પ ઉપાધ્યાય ઉર્ફે Mortal Records

મોર્ટલ રેકોર્ડ્ઝ એ કંદર્પની યુટ્યુબ ચેનલનું નામ છે. આમ તો કંદર્પની યુટ્યુબ ચેનલ પર 'કહાની મેરી' નામનું એક જ સોંગ છે. જો કે આ સોંગ તમને જાણીતા રેપર્સ જેવી જ ક્વોલિટી અને ફીલ આપશે. કંદર્પ છેલ્લા 7 વર્ષથી રૅપ કરે છે. કંદર્પનું કહેવું છે કે 2010-11માં અંગ્રેજી સોંગ્સ સાંભળતો હતો, ત્યારથી મને પણ આવું લખવાની ઈચ્છા થઈ. હું હિંદી અને ગુજરાતી બંનેમાં ગીતો લખું છું. કંદર્પે અત્યાર સુધી કુલ 327 રૅપ સોંગ લખ્યા છે, અને તેને આલ્બમ બનાવી રિલીઝ કરવાની ઈચ્છા છે.

 કશ્યપ પાઠક ઉર્ફે KVP

કશ્યપ પાઠક પણ વડોદરાના જ રૅપર છે, જો કે તે ટિચીંગ અને રૅપ બંને એક સાથે કરે છે. કશ્યપ પાઠક વડોદરાના સાવલીની KJIT એન્જિનિયરિંગ કોલેજમાં લેક્ચરર છે, અને રૅપ તેમનો શોખ છે. જો કે તે હિન્દીમાં જ રૅપ સોંગ લખે છે. કશ્યપનું એક સોંગ કદમ રિલીઝ થઈ ચૂક્યુ છે અને બીજા બે સોંગ પણ તૈયાર છે. કશ્યપની ઈન્સ્પીરેશન હનીસિંહ છે. કશ્યપનું કહેવું છે કે ગીત ગાવાનો શોખ હતો પણ સૂર તાલ ફાવ્યા નહીં એટલે કોલેજમાં રૅપ કરવાનું શરૂ કર્યું.

 પ્રતીક પ્રજાપતિ

પ્રતીક પ્રજાપતિ પણ વડોદરાના જ છે અને રૅપ કરવું એ તેમનો શોખ છે. પ્રતીક અત્યાર સુધી 3 ગીતો લખી ચૂક્યા છે, જો કે મોટા ભાગે તેઓ કવર સોંગ બનાવે છે. પ્રતીકનું કહેવું છે કે તેઓ અંડરગ્રાઉન્ડ રૅપર્સને સાંભળતા હતા, તે યુનિક લાગતું હતું એટલે લખવાની ઈચ્છા થઈ અને હિંદીમાં એક સોંગ લખીને રેકોર્ડ પણ કર્યું છે.

આ પણ વાંચોઃ 'ચાલ જીવી લઈએ' બાદ હવે 'મોન્ટુની બિટ્ટુ'માં દેખાશે આરોહી

gujarat