Googleએ અદ્ભુત ખગોળીય ઘટના પર બનાવ્યું ખાસ ડૂડલ,800 વર્ષ પછી બન્યો યોગ

21 December, 2020 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Googleએ અદ્ભુત ખગોળીય ઘટના પર બનાવ્યું ખાસ ડૂડલ,800 વર્ષ પછી બન્યો યોગ

Googleએ અદ્ભુત ખગોળીય ઘટના પર બનાવ્યું ખાસ ડૂડલ,800 વર્ષ પછી બન્યો યોગ

આજે ખગોળીય ઘટનાક્રમ માટે ખૂબ જ ખાસ દિવસ છે. આજે એટલે કે 21 ડિસેમ્બર વર્ષનો સૌથી નાનો દિવસ હશે અને વર્ષની સૌથી લાંબી રાતની શરૂઆત પણ આજથી થશે. આની સાથે જ આ દિવસે અદ્ભૂત ખગોળીય ઘટના જોવા મળશે. આજે સૌરમંડળના બે મોટા ગ્રહ શનિ (Saturn)અને ગુરુ કે બૃહસ્પતિ (Jupiter) ખૂબ જ નજીક હશે. આ અંતર ફક્ત અને ફક્ત એક હાથ જેટલું હશે. એસ્ટ્રોનૉટ્સ આ ખગોળીય ઘટનાને ગ્રેટ કન્જક્શન (Great Conjuction) કહેવાય છે. આ ગ્રેટ કન્જક્શનને સેલિબ્રેટ કરવા માટે ગૂગલે પણ ખાસ ડૂડલ બનાવ્યું છે. આ એક એનિમેટેડ ગૂગલ ડૂડલ છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે બન્ને ગ્રહ એક-બીજા પાસે આવે છે. જાણો તેના વિશેની ખાસ વાતો...

800 વર્ષ પછી આટલા નજીક હશે ગુરુ અને શનિ ગ્રહ
બૃહસ્પતિ સૂર્યમંડળનો પાંચમો ગ્રહ છે અને શનિ છઠ્ઠો ગ્રહ છે. બધાં ગ્રહની જે આ બન્ને ગ્રહ પણ સતત સૂર્યની પરિક્રમા કરે છે. બૃહસ્પતિની એક પરિક્રમા લગભગ 12 વર્ષમાં પૂરી થાય છે તો શનિનો એક ચક્કર પૂરું કરવામાં 29 વર્ષ લાગે છે. એવામાં સૂર્યની પરિક્રમા કરતા લગભગ 20 વર્ષમાં આ બન્ને ગ્રહ આકાશમાં એક સાથે જોવવા મળે છે, આ ઘટનાને ગ્રેટ કન્જક્શન કહેવામાં આવે છે. છેલ્લા ગ્રેટ કન્જક્શન વર્ષ 2000માં થયું હતું પણ બન્નેનું વલણ સૂર્ય તરફ હતું આ કારણે આકાશમાં દ્રશ્ય બરાબર દેખાયું નહોતું. પણ આ વર્ષ બન્ને ગ્રહ માત્ર 0.1 ડિગ્રીનું હશે.

તસવીર સૌજન્ય મિડ-ડે

આ પહેલા આટલું નજીક વર્ષ 1228માં દેખાયા હતા. એટલે કે આ વખતે 800 વર્ષ પછી આટલા નજીક દેખાશે ગુરુ અને શનિ. આથી '2020નું ક્રિસમસ સ્ટાર' કહેવામાં આવે છે. જો કે, 1623માં આ ઘટના સૂર્યની ઉપસ્થિતિને કારણે દેખાઇ નથી. આ સિવાય ગેલીલિયો દ્વારા ટેલિસ્કોપની શોધના 14 વર્ષ પછી 1623માં આ બન્ને ગ્રહ ખૂબ જ નજીક હતા.

2080માં દેખાશે ફરી આવું દ્રશ્ય
નાસા પ્રમાણે, "બન્ને ગ્રહ એક ડિગ્રીના દસમા ભાગમાં દેખાશે અને આ પ્રકારની ઘટના આગામી 60 વર્ષોમાં ફરી નહીં બને. એટલે કે આવી ઘટના 2080માં ફરી જોવા મળશે. આજે થનારું ગ્રેટ કન્જક્શન એક લાઇફટાઇમ એક્સપીરિયન્સ હશે. આજે જેવું અંધારું શરૂ થસે આ ઘટના આકાશમાં દેખાવા માંડશે. વૈજ્ઞાનિકો પ્રમાણે આ ખગોળીય ઘટનાને નગ્ન આંખે પણ જોઇ શકાય છે. પણ વધારે ઝીણવટતી અને સારા એક્સપીરિયન્સ માટે દૂરબીન કે ટેલિસ્કૉપથી જોવું જોઇએ."

નેશનલ પુરસ્કાર પ્રાપ્ત વિજ્ઞાન પ્રસારક ઘારૂ પ્રમાણે કહેવામાં આવ્યું કે ગ્રેટ કન્જક્શનની આ ઘટનાના સમયે ગુરુનું પૃથ્વીથી અંતર લગભગ 5.924 એસ્ટોનૉમિકલ યૂનિટ પર હશે. તો શનિનું અંતર 10.825 એસ્ટોનૉમિકલ યૂનિટ હશે.

national news astrology