સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

25 September, 2022 09:11 AM IST  |  Mumbai | Aparna Bose

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

જે સાચું હોય એ જ કરવું, પછી ભલે એ અઘરું લાગતું હોય. જો તમારે શસ્ત્રક્રિયા કરાવવી જ પડે એમ હોય તો બિનજરૂરી રીતે પાછળ ઠેલવી નહીં.
કારકિર્દી વિશે સલાહ: લાભપ્રદ સ્થિતિનો ઉપયોગ કરવો અને જે હાંસલ કરવું છે એના વિશે પૂરેપૂરી સ્પષ્ટતા રાખવી. સહકર્મીઓ સાથે અવિચારીપણે બોલવું નહીં કે કૂથલીઓ કરવી નહીં.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

મર્યાદિત બજેટ ધરાવતા લોકોએ ખર્ચ વિશે ઘણું જ સતર્ક રહેવું. જો હાલમાં ચાલતા કામમાં કંટાળો આવી ગયો હોય તો વચ્ચે નાનો બ્રેક લઈ લેવો.
કારકિર્દી વિશે સલાહ : તમારા મગજમાં કોઈ નવો વિચાર રમતો હોય તો એને થોડો વધુ નક્કર તથા વ્યવહારુ બનાવો. કામકાજનો સવાલ હોય ત્યાં લાગણીઓના તાણાવાણામાં અટવાઈ જતા નહીં.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

લિખિત સંદેશવ્યવહારમાં ઘણું સાવચેત રહેવું. પોતે સાચા હો એવું વિચારતા હો તો પણ ક્ષુલ્લક બાબતોમાં બિનજરૂરી દલીલો કરવી નહીં.
કારકિર્દી વિશે સલાહ : ઇન્ટરવ્યુ આપવા ગયા હો કે પછી વાટાઘાટ કરી રહ્યા હો ત્યારે સાચવીને બોલવું. કરીઅર બદલવા ઇચ્છતા જાતકોએ પોતાનાં લક્ષ્યો વિશે નવેસરથી વિચાર કરવો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

તમારી સ્થિતિ મજબૂત હોવાની ખાતરી હોય તો મક્કમતા રાખવી. શક્ય હોય ત્યાં સુધી સંતુલિત જીવનશૈલી અપનાવવી, પછી ભલે સામાજિક જીવનમાંથી તમને સમય મળતો ન હોય.
કારકિર્દી વિશે સલાહ : ઘરે રહીને બિઝનેસ કરનારાઓએ પોતાના સમયનો સદુપયોગ કરવો. ગ્રુપમાં અને નવા પ્રોજેક્ટ પર કામ કરનારાઓ માટે સાનુકૂળ સમય છે.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

જે સાચું હોય એ જ કરવું, કારણ કે લાંબા ગાળે એ જ વસ્તુ ઉત્તમ બની રહેશે. લગ્ન કે સંબંધની વાત આગળ વધતી ન હોય તો પણ ઉતાવળે નિર્ણય લેવો નહીં.
કારકિર્દી વિશે સલાહ : માથાભારે સહકર્મીઓ સાથે કળપૂર્વક કામ લેવું. જેટલાની જરૂર હોય એટલી જ માહિતી આપવી. ખાસ કરીને રોજિંદાં કાર્યોમાં આળસ કરતા નહીં. 

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

જે સંપૂર્ણપણે યોગ્ય ન હોય એવા નિષ્કર્ષ પર કૂદી પડવું નહીં. આર્થિક બાબતે સાવચેત રહેજો. કોઈ મોટી ખરીદી કરતાં પહેલાં સાત વાર વિચાર કરી લેજો.
કારકિર્દી વિશે સલાહ : તમારા હાથમાંના પ્રોજેક્ટ્સ બાબતે શિસ્તબદ્ધ અભિગમ અપનાવવો. બજેટની અંદર રહેજો. કોઈ વેન્ડરની પસંદગી કરવી હોય તો ઉત્તમ વિકલ્પ વિશે ખાસ શોધખોળ કરજો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

તમે પોતાનો દૃષ્ટિકોણ બદલી કાઢશો તો તરત જવાબ મળી જશે, પણ એનો અમલ પણ કરજો. બિનજરૂરી ખર્ચ ટાળજો.
કારકિર્દી વિશે સલાહ : કારકિર્દી વિશે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેનારાઓએ પોતાને જે જોઈએ છે એના વિશે મનમાં સ્પષ્ટતા રાખવી. સ્વયં રોજગાર કરનારાઓ માટે સારો સમય ચાલી રહ્યો હોવાથી તમામ તકોનો મહત્તમ લાભ લેવો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

ઑનલાઇન હોય કે ઑફલાઇન હોય, લેખિત સંદેશવ્યવહારમાં સાવધાન રહેવું. પોતાના માટે સાનુકૂળ પરિસ્થિતિ છે તો તેનો યોગ્ય સમયે લાભ લઈ લેવો.
કારકિર્દી વિશે સલાહ : ઉપરીઓ કે બૉસ સાથે કારણવિનાની દલીલબાજી કરતા નહીં. ઘરે રહીને બિઝનેસ ચલાવનારાઓએ સમયનો બગાડ ન થાય એ બાબતે સાવધ રહેવું જરૂરી છે.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

લાગણીઓમાં તણાઈ જવાને બદલે તમારા મગજનું કહ્યું માનજો અને બીજાઓનાં મંતવ્યો તરફ દુર્લક્ષ કરજો. નિર્ણયાત્મક બાબતો હોય ત્યારે સ્પષ્ટ શબ્દોમાં વાર્તાલાપ કરજો.
કારકિર્દી વિશે સલાહ : કોઈ પણ વાટાઘાટ માટે બુદ્ધિ કસી લેજો અને વ્યાવસાયિક મર્યાદાની અંદર રહેજો. જે ડેટાનો ઉપયોગ કરો એને બે વખત ચકાસી લેજો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

તબિયત નરમ લાગતી હોય કે પછી થાક લાગ્યો હોય તો કાળજી લેજો. વધુપડતો વ્યાયામ કરતા નહીં. આર્થિક બાબતો બને ત્યાં સુધી વધુ જટિલ બનાવતા નહીં.
કારકિર્દી વિશે સલાહ : કોની સલાહ લેવી અને કોની નહીં, એ બાબતે સાવચેત રહેજો. વિવિધ દૃષ્ટિકોણ માટે સૌનું સાંભળજો. આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સ અને બિઝનેસ ધરાવતા લોકો માટે સારો સમય ચાલી રહ્યો છે.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

ભૂતકાળ અને ભવિષ્યકાળનો વિચાર કરવાને બદલે વર્તમાનમાં જે છે એનો ઉપયોગ કરી લેવો અને એના પર ધ્યાન આપવું. લાગણીમાં તણાઈ ગયા વગર પોતાના લાભમાં હોય એ જ વાત પર લક્ષ આપવું.
કારકિર્દી વિશે સલાહ : સહકર્મીઓ જોડે સુમેળપૂર્વક વર્તજો, પરંતુ વધુપડતા અંગત સ્તરે જતા નહીં. ઑફિસની કૂથલીઓ અને રાજકારણથી દૂર રહેજો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

પરિવારજનો અને મિત્રો સાથે બિનજરૂરી દલીલો કરતા નહીં. મર્યાદિત બજેટ અને/અથવા મોટું કરજ ધરાવતા લોકોએ નાણાકીય નિર્ણયો સમજીવિચારીને લેવા.
કારકિર્દી વિશે સલાહ : કોઈ પડકારજનક પ્રોજેક્ટ કે પરિસ્થિતિ સંભાળી લેવાના હોય તો આગળ વધતાં પહેલાં અલગ દૃષ્ટિકોણથી વિચાર કરી લેજો. કોઈ મીટિંગમાં કે પ્રેઝન્ટેશન માટે જવું હોય તો પૂરેપૂરી તૈયારી રાખજો.

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય : પોતાનાં લક્ષ્યો તરફ આગળ વધવા માટે દૃષ્ટિકોણ બદલી કાઢવો. તમારા અંતરાત્માના અવાજને અનુસરવું અને માર્ગમાં આવતી તમામ તકોનો મહત્તમ ઉપયોગ કરી લેવો. નવી જગ્યાએ રહેવા જવા ઇચ્છતા જાતકો માટે સાનુકૂળ સમય છે. એકાગ્રતા રાખજો અને કોઈ શંકા કે ડરમાં સપડાઈ જતા નહીં. આ વર્ષે તમારી તબિયત સાચવવા પર ખાસ ધ્યાન આપજો.

લિબ્રા જાતકો કેવા હોય છે? : લિબ્રા જાતકોને લોકોની વચ્ચે રહેવાનું ગમે છે. બધા ખુશ અને આનંદિત રહે એ બાબત પર તેઓ ખાસ ધ્યાન આપતા હોય છે. તેઓ બધા સાથે ઝડપથી હળીમળી જાય છે, કારણ કે લોકોને સમજવાનું એમને ઘણું ગમતું હોય છે. તેમની ખાસિયત એ છે કે તેઓ બીજાઓ વિશે સહેલાઈથી અભિપ્રાય બાંધી લેતા નથી. તેઓ દોસ્ત તરીકે ખૂબ વિશ્વાસુ હોય છે. એક વાર કોઈની સાથે દોસ્તી કરે તો એ આજીવન ટકાવી જાણે છે.

life and style astrology