અઠવાડિક રાશિ ભવિષ્ય

18 September, 2022 07:49 AM IST  |  Mumbai | Aparna Bose

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?

પ્રતીકાત્મક તસવીર

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

પડકારરૂપ અને કોઈ માર્ગ નહીં નીકળે એવી પરિસ્થિતિમાં પણ ઉત્તમ પ્રયાસ કરજો. એકાગ્રતા સાધજો અને પોતાના પ્રતિ જરા પણ શંકા રાખતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહઃ વિકટ સંજોગોમાં પોતાના વલણ પર ક્યારે મક્કમ રહેવું અને ક્યારે પાછીપાની કરવી એ સમજી લેજો. બાળકો અને કિશોરો સાથેના વ્યવહારમાં સ્વયંસ્ફુરણાને અનુસરજો.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

પોતાને માફક આવતું ન હોય તો પણ જે સાચું હોય એ જ કરજો. સ્વયં રોજગાર કરનારાઓ માટે સારો સમય છે. એમણે વર્તમાન સ્થિતિનો ઉત્તમ ઉપયોગ કરી લેવો જરૂરી છે.
સંબંધો સાચવવા માટે સલાહઃ તમારો મિજાજ સારો ન હોય તો પણ કોઈના પર ગુસ્સે થતા નહીં. વિશ્વાસુ મિત્રો સાથે સમય ગાળજો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

વરિષ્ઠો કે માર્ગદર્શકની સલાહ જૂનીપુરાણી લાગતી હોય તો પણ એના પર લક્ષ આપવું. ખર્ચની કે બીજી આર્થિક બાબતે પ્રયોગો કરવાથી બિનજરૂરી જટિલતા વધી જશે.
સંબંધો સાચવવા માટે સલાહઃ હતાશા વ્યક્ત કરતી વખતે સાવધાની રાખવી, કારણ કે અમુક તત્ત્વો એનો ઉપયોગ તમારા વિરોધમાં કરી શકે છે. મિત્રો સાથે રહીને સમયનો સદુપયોગ કરજો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

કોઈ પણ નવા વિચારમાં ઘણી સંભાવનાઓ રહેલી હોય છે, પરંતુ એ બાબતે થોડું વધુ સંશોધન કરી લેવું. બિઝનેસ કરનારાઓએ પરંપરાગત કાર્યપદ્ધતિનો ઉપયોગ કરવો સલાહભર્યું છે. 
સંબંધો સાચવવા માટે સલાહઃ આત્મવિશ્વાસને ડગમગાવી દે એવા લોકોથી દૂર જ રહેજો. દોસ્તી અને વ્યવસાયી કામકાજ એ બન્નેની ભેળસેળ કરતા નહીં.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

તમારી સામે આવેલા વિકલ્પોના લાભ-ગેરલાભને પૂરતા સમજી લીધા બાદ જ નિર્ણયો લેજો. ઉપરીઓ કે બૉસ સાથે સાચવીને વાતચીત કરજો.
સંબંધો સાચવવા માટે સલાહઃ કોઈ પણ પરિસ્થિતિ પ્રત્યે તાબડતોબ પ્રતિક્રિયા કરવાને બદલે એનો ઊંડો અભ્યાસ કરી લેવો. તમને ખરાબ લાગે તો પણ સાચેસાચું કહી દેનારી વિશ્વાસુ વ્યક્તિની સલાહ લેજો. 

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

જેમાંથી કોઈ માર્ગ નીકળતો ન હોય એવી પરિસ્થિતિ વિશે નવી દૃષ્ટિએ વિચાર કરજો. તમારો કોઈ કાબૂ નથી એ વસ્તુ છોડી દેવી અને પોતાના ગજા પ્રમાણે વર્તવું.
સંબંધો સાચવવા માટે સલાહઃ નિભાવી શકાય એવી જ જવાબદારીઓ માથે લેજો. આખાબોલા થવાથી કદાચ પરિસ્થિતિ પેચીદી બની શકે છે. તમારે જે કહેવું હોય એ નમ્રતાપૂર્વક કહેજો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

સહકર્મીઓ સાથે સારા વ્યવહાર રાખજો, પરંતુ પોતાની વ્યવસાયી મર્યાદાઓમાં રહેજો. નવાં રોકાણો કરતાં પહેલાં સંશોધન કરી લેજો. ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન કરતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહઃ નવા લોકોને મળીને સામાજિક વર્તુળ વિસ્તારવાનો પ્રયાસ કરજો. પ્રેમસંબંધમાં બંધાયેલા જાતકો પરિણયગ્રંથિથી જોડાવાનો નિર્ણય લઈ શકે છે.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

કોઈ પરિસ્થિતિનો હલ લાવવા માટે ભાવનાત્મક નહીં, પણ વ્યવહારુ રસ્તો અપનાવવો. પૂરેપૂરી ચુકવણી કરવાનો વિશ્વાસ હોય તો જ કરજ લેવું.
સંબંધો સાચવવા માટે સલાહઃ તમને કોઈ ભેરવી જાય નહીં એ વાતનું ધ્યાન રાખજો. લોકોના ઇરાદાઓ જાતજાતના હોય છે. કોઈ પણ સંબંધમાં પૂરતો વિચાર કર્યા બાદ જ કોઈ નિર્ણય લેજો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

હાલની લાભદાયક સ્થિતિનો ઉત્તમ ઉપયોગ કરી લેજો. તબિયત સાચવજો અને કોઈ પણ બાબતે અંતિમ છેડાનો વિચાર કરવો નહીં, પછી ભલે ટૂંકા ગાળામાં એ યોગ્ય લાગતો હોય.
સંબંધો સાચવવા માટે સલાહઃ ઑનલાઇન ચૅટ સાચવીને લખજો. કુંવારાઓએ ડેટિંગ બાબતે અલગ દૃષ્ટિકોણ અપનાવવો જરૂરી છે.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કોઈ પણ પરિસ્થિતિ તમારી ધારણા મુજબ રહેશે એવું વિચારવાને બદલે પોતાના કાબૂમાં હોય એના પર જ લક્ષ આપવું. ગમે તેટલા વ્યસ્ત હો, આરામ અને શોખના વિષય માટે સમય ફાળવવો.
સંબંધો સાચવવા માટે સલાહઃ બીજાઓનું ક્યારેય નહીં વિચારનારા લોકો સાથે વાદમાં ઊતરવું નહીં. કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં તમામ આવશ્યક માહિતી ભેગી કરી લેવી.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

ભૂતકાળ ભૂલીને એની પાસેથી શીખવા મળેલા બોધપાઠ લઈને આગળ વધો. પ્રૉપર્ટીની મૅટરમાં ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. ઉતાવળ કરતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહઃ સાંભળજો બધાનું, પરંતુ કરજો માત્ર પોતાના મનનું. પરિવારની મોટી ઉંમરની વ્યક્તિની તબિયત પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

જો તમે કોઈ મોટા ફેરફાર લાવવા માગતા હો તો યોગ્ય સમયની રાહ જોજો. રોકાણો પર પૂરતું લક્ષ આપીને આવશ્યક ફેરફારો સમયસર કરજો.
સંબંધો સાચવવા માટે સલાહઃ કોઈની પણ સાથે અંગત બાબતોની ચર્ચા કરવાનું ટાળજો. તમારા હિતેચ્છુઓ સાથે જ વધુ સમય ગાળજો, અજાણ્યાઓથી દૂર રહેવામાં જ સાર છે.

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય : તમને કોઈ પરિસ્થિતિ પડકારરૂપ લાગતી હોય તો સ્વતંત્ર મિજાજ અપનાવવો અને વ્યવહારમાં ફ્લેક્સિબલ બની જવું. આરોગ્યને પ્રાથમિકતા આપજો. તેના માટે પૂરતો આરામ અને ઊંઘ જરૂરી છે. લાંબા વેકેશન પર જઈ નહીં શકનારાઓએ વચ્ચે-વચ્ચે બ્રેક લેવા. મર્યાદિત બજેટ ધરાવતા લોકોએ બિનજરૂરી ખર્ચ અને જોખમી રોકાણ બાબતે વધારે સાવચેતી રાખવી.

લિબ્રા જાતકો કેવા હોય છે? : લિબ્રા જાતકો મુત્સદ્દી ધરાવતા હોય છે અને કળપૂર્વક કામ કરાવી લેવાની ક્ષમતા ધરાવે છે. તેઓ આકર્ષક પ્રતિભા ધરાવે છે અને જ્યાં જાય ત્યાં પોતાની પર્સનાલિટીની અમીટ છાપ છોડી શકે છે. તેઓ બધા સાથે સહેલાઈથી ભળી જાય છે. તેઓ સામાજિક સંબંધોનું મહત્ત્વ સમજે છે અને ઘણા મિત્રો ધરાવવા ઉપરાંત અનેક ગ્રુપ્સનો હિસ્સો હોય છે. તુલા પ્રતીકની જેમ જ તેઓ હંમેશાં યોગ્ય સંતુલન જાળવી રાખે છે અને એમાં જ સુખ માને છે.

life and style astrology