વાસ્તુ Vibes: કિચન અગ્નિ દિશામાં નથી તો શું થયું? આટલું પાળશો તો ભાગ્ય બદલાઈ જશે

22 December, 2025 02:30 PM IST  |  Mumbai | Dharmik Parmar

Vaastu Vibesના ગતાંકમાં આપણે કિચનના વાસ્તુની વાત માંડી હતી. તે જ વાતને આજે આગળ વધારીએ અને સમજીએ કે કિચનનું વાસ્તુ કેટલો મહત્વનો ભાગ ભજવે છે. આજે સમજીએ કે જો કિચનનું વસ્તુ પ્રોપર જાળવવામાં આવે તો તે લઇ રીતે એનર્જી લઇ આવે છે.

વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટના આ યુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` (Vaastu Vibes) જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ`માં...

`વાસ્તુ વાઇબ્સ` (Vaastu Vibes)ના ગતાંકમાં આપણે કિચનના વાસ્તુની વાત માંડી હતી. તે જ વાતને આજે આગળ વધારીએ અને સમજીએ કે કિચનનું વાસ્તુ કેટલો મહત્વનો ભાગ ભજવે છે. આજે સમજીએ કે જો કિચનનું વસ્તુ પ્રોપર જાળવવામાં આવે તો તે લઇ રીતે એનર્જી લઇ આવે છે. 

સૌ પ્રથમ તો સમજો કે તમારું કિચન એ માત્ર કોઈ રૂમ નથી. તે ઊર્જા ક્ષેત્ર છે. ગયા અંકમાં પણ કહ્યું હતું કે કિચન એ તો ઘરના હ્રદય સમાન છે. જો તેની ગોઠવણી વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં હોય તો તે શરીરનું સ્વાસ્થ્ય અને મનનું સ્વાસ્થ્ય સુધારે છે. એકન્દરે પરિવારમાં ઐક્ય અને સર્જનાત્મકતા વધે છે. આપણે એ તો જોયું કે આદર્શ રીતે કિચનની દિશા `અગ્નિ` છે. પણ જો તમારું કિચન આ દિશામાં ન હોય તોય કોઈ ચિંતાની જરૂર નથી. તમને કેટલીક ટીપ્સ આપીશું કે જેથી તમારું કિચન પણ ઊર્જાવાન બનશે.

કિચનમાં તમારે શું શું ધ્યાન રાખવું... અને શા માટે?

૧. કિચન ગમે તે દિશામાં હોય, આટલું કરશો તો સ્વાસ્થ્ય સુધરશે:

કિચનમાં માત્ર આપણે રસોઈ જ નથી બનાવતા. પણ ત્યાંથી જ ઊર્જાનું પણ નિર્માણ થતું હોય છે. હંમેશાં કિચનને વ્યવસ્થિત અને ચોખ્ખું રાખવાનું. રસોઈ થઇ જાય પછી પ્લેટફોર્મ સાફ કરવું. કિચનમાં ફ્રેશ સુગંધ આવે અને કિચન આકર્ષક લાગે તેવી વ્યવસ્થા કરો. કિચનની દીવાલો સમયસર સાફ કરો. રસોઈના ડાઘ લાગ્યા હોત તો લૂછો. કારણ કે સાફસૂથરું કિચન એ તમારી ભાવનાત્મક સ્થિતિને દર્શાવે છે.
 
૨. કિચન ગમે તે દિશામાં હોય, આટલું કરશો તો રસોઈમાં ક્રિએટિવિટી વધશે:

રસોઈ મૂળ તો એક કળા છે. કિચન જેટલું સુઘડ હશે, રસોઈમાં પણ તેની અસર થાય છે. જ્યાં ચૂલો હોય એની બરાબર ઉપરના ભાગમાં કંઈપણ સ્ટોર ન કરવું. બીમ નીચે ઊભાં રહીને ન રાંધવું.

3. કિચન ગમે તે દિશામાં હોય, આટલું કરશો તો નસીબ પણ પલટાઈ જશે:

વાસ્તુશાસ્ત્ર મુજબ અગ્નિ ખૂણો સમૃદ્ધિનો (Vaastu Vibes) કહેવાય છે. હંમેશાં કિચન મેઈન ડોરથી દૂર જ રાખવું. બંધ કિચન વધારે યોગ્ય અને લાભકારી હોય છે. ચૂલો સાફ રાખવો.

૪. કિચન ગમે તે દિશામાં હોય, આટલું કરશો તો ભાવનાત્મક સમૃદ્ધિ મળશે:

કિચન એ ભાવનાત્મક ઊર્જા (Vaastu Vibes)નો સ્ત્રોત પણ હોય છે. રસોઈ કરતી વખતે ઝગડા કરવા કે ટેન્શન લેવું નહીં. રાંધતી વખતે મગજ શાંત રાખવું. ચૂલો એવો લેવો કે જેમાં બર્નર બેકી સંખ્યાવાળા હોય. જેમ કે બે. ચાર વગેરે. ઓડ નંબરના બર્નર હોય તો એકને બંધ રાખવું અથવા ઢાંકી દેવું.

ટૂંકમાં, તમારે કિચનને વાસ્તુયોગ્ય બનાવવા કોઈ ખર્ચા કરવાની જરૂર નથી.બસ, થોડાક જાગૃત રહો તો કિચન ભલે અગ્નિ દિશામાં ન હોય, તે જીવનમાં આનંદની લ્હાણ કરી શકે છે. માટે જ હવે પછી કિચનનો ઉપયોગ કાળજીથી (Vaastu Vibes) કરશો તો તમારા ભાગ્ય બદલાઈ જશે.

Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu®, Yuen Hom and Sam Hap Style of Feng Shui

vaastu vibes conscious vaastu lifestyle news life and style astrology culture news columnists dr harshit kapadia dharmik parmar