પ્રેમ ખરો પણ પૂરા હક સાથેનો, અધિકાર સાથેનો પ્રેમ

01 December, 2021 08:39 AM IST  |  Mumbai | Morari Bapu

ભારતના મનીષી લોકો જે કહે, જે શાસ્ત્ર કહે તે જ અંતિમ માનવામાં આવે છે. આપણાં દેશના ઋષિઓએ સંદ્ગ્રંથોના પત્ર જ્યારે વિવેકનું પ્રભાત થયું ત્યારે તેનાં અજવાળામાં ખોલ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

પારંગત, કારંગત અને ધારંગત પ્રેમ પછી આવે છે વાત સારંગત પ્રેમની.
‘સારંગત’ આ સૂફીઓનો અંતિમ શબ્દ છે. એના રંગમાં પૂરેપૂરો રંગાઈ ગયો. પૂરેપૂરો ડૂબેલો સ્નેહ એટલે એ સારંગત પ્રેમ પરંતુ તે પોતાને સ્થાને છે. આખરે તો ભારતના મનીષી લોકો જે કહે, જે શાસ્ત્ર કહે તે જ અંતિમ માનવામાં આવે છે. આપણાં દેશના ઋષિઓએ સંદ્ગ્રંથોના પત્ર જ્યારે વિવેકનું પ્રભાત થયું ત્યારે તેનાં અજવાળામાં ખોલ્યા છે.
ના-રંગત = સાવ નહીં જેવો. પારંગત = થોડો થોડો. કારંગત = સમજણ આવવા લાગી, મીઠો લાગવા માંડ્યો. હવે તેના વગર સારું નથી લાગતું પણ વળી રંગ છૂટી છે. માનસમાં આ બધી અવસ્થાઓ દર્શાવતું એક એક પાત્ર છે પણ એની વાત કરીશું ફરી ક્યારેયક અત્યારે આપણે વાત કરીએ, અધિકારી પ્રેમની.
આપણાં શરીરને બે હાથ છે અને એમાં પણ એક જમણો અને બીજો ડાબો હાથ છે. પગ છે તો એમાં પણ એક જમણો પગ છે અને બીજો ડાબો પગ છે. આ બધા છે તો એક જ શરીરના અંગો પરંતુ દરેક સ્વતંત્ર ઇન્દ્રિય છે. આંખ બે છે પણ પ્રત્યેક સ્વતંત્ર છે. એ છે તો શરીરમાં પરંતુ આંખ એટલી સ્વતંત્ર છે કે તે જોવાનું જ કામ કરે છે. આંખ સાંભળવાનું કામ નથી કરતી. આ કાન સાંભળવાનું જ કામ કરે છે, જોવાનું કામ નથી કરી શકતા.
અધિકારી પ્રેમ તો છે પરંતુ લોકોમાં કોઈ કોઈવાર અધિકારી પ્રેમ હોય છે. પ્રેમ પોતાનો અધિકાર જમાવવાની ચેષ્ટ કરે છે. ધ્યાનથી જોજો. આ ખોટી વાત નથી, ખરાબ નથી પરંતુ આ પ્રેમ-પુરુષનું એક અંગ માત્ર છે, તે પ્રેમ-પુરુષ સ્વયં નથી. જેમ કે તમને કોઈ ઉપર બહુ પ્રેમ હોય તો તમે ક્યારેક અધિકારપૂર્વક કહો કે અમે આટલો પ્રેમ કરીએ છીએ, તમે અમારા ઘરે આવો. આ વાત તમે અધિકારપૂર્વક કહો છો. 
જેમ પિતાનો તેના પુત્ર પર પ્રેમ હોય છે એટલે પિતા અધિકારપૂર્વક પુત્રને કહે છે કે આમ કર અને ફલાણું તો નથી જ કરવાનું. આ જે શબ્દો છે એમાં પ્રેમ છે, વાત્સલ્ય છે, સ્નેહપ્રધાન પ્રેમ છે, પરંતુ તે અધિકારનો પ્રેમ છે અને એ અધિકારી પ્રેમની સાથે જો કોઈનું ગઠબંધન થઈ શકે, સ્નેહથી જોડાઈ શકે તો એ છે આજ્ઞાકારી પ્રેમ. આવતી કાલે આપણે વાત કરવાની છે આ આજ્ઞાકારી પ્રેમની અને ફરીયાદી તથા યાચક પ્રેમની.
આ પ્રેમની પણ એક અનોખી રંગત છે. વાત કરીએ આવતી કાલે.

astrology columnists