ભગવાન શિવના આ 5 મંદિરોના દર્શન સાથે કરો શ્રાવણ મહિનાની શરૂઆત

22 July, 2019 08:55 PM IST  |  મુંબઈ ડેસ્ક

ભગવાન શિવના આ 5 મંદિરોના દર્શન સાથે કરો શ્રાવણ મહિનાની શરૂઆત

શ્રાવણ મહિનામાં જોવા જરૂરી એવા શિવ મંદિરો

'શિ'નો અર્થ થાય છે 'મંગળ' અને 'વ' એટલે 'દાતા', તેથી જે મંગલદાતા છે તે જ શિવ છે. શિવ બ્રહ્મ રૂપે શાંત છે, તો રુદ્ર રૂપે રૌદ્ર છે. શિવ આપણી પ્રાર્થના સહજતાથી સ્વીકારે છે તો શિવનો મૂળ ઉદ્દેશ્ય પણ આપણને તેની જેમ સહજ, સરળ અને સરસ બનાવે છે. શ્રાવણમાં શિવ અભિષેક કામનાઓની પૂર્તિ કરવા માટે થાય છે. પણ તે શુષ્ક મન-પ્રાણને પણ સહજ અને સરળ કરી દે છે. મનને ચંદ્રમાઁ નિયત્રિત કરે છે, જે સોમવારના દિવસનો સ્વામી છે. તેથી શિવલિંગ અભિષેક સોમવારે તો ચોક્કસ કરવામાં આવે છે, કારણકે આ મનને પ્રસન્ન કરવાનો કારગર ઉપાય છે. ભારતમાં આવેલા આ મંદિરોમાં શિવ દર્શન કરવાથી શ્રાવણ મહિનાની શુભ શરૂઆત કરવાથી મળતા લાભો વિશે વિગતે વાંચો...

જૂનાગઢ, ભવનાથ તળેટી
જૂનાગઢ ફક્ત ગિર નેશનલ પાર્ક માટે જ જાણીતું નથી, પણ આ સાધુઓનું પણ ઘર છે જે શ્રાવણ મહિના અને મહાશિવરાત્રિના અવસરે દર્શન માટે ભારે સંખ્યામાં આવે છે. આ સિવાય વિશ્વના જુદા જુદા ખૂણેથી લોકો મંદિરમાં જળાભિષેક કરવા તેમજ પૂજા-અર્ચના કરવા આવે છે. શિવરાત્રિમાં તો જૂનાગઢ આવીને અહીંના કલ્ચર અને સાધુત્વને પણ રુબરૂ થવાનો અવસર મળે છે.

પશુપતિનાથ મંદિર, મંદસૌર
મધ્યપ્રદેશના મંદસૌરમાં બનેલું આ મંદિર ભારતનું એકમાત્ર પશુપતિનાથનું મંદિર છે. જે નેપાળના પશુપતિનાથથી ખૂબ જ મળતું આવે છે અને એટલે જ આનું નામ પશુપતિનાથ પડ્યું. ચમકદાર પત્થરમાંથી બનેલી પશુપતિનાથની પ્રતિમા સવા સાત ફીચ ઉંચી છે. શિવના નદીના તટ પર આવેલ આ મંદિરની માન્યતા દૂર દૂર સુધી ફેલાયેલી છે. કહેવાય છે કે સાચ્ચા મનથી માંગેલી મનોકામના પૂરી થાય છે.

તુંગનાથ મંદિર, ઉત્તરાખંડ
સમુદ્ર તટથી 3680 મીટરની ઉંચાઇ પર આવેલું તુંગનાથ મંદિર વિશ્વનું સૌથી ઊંચું મંદિર છે. જે બદ્રીનાથ અને કેદારનાથ મંદિરની વચ્ચે આવેલું છે. આ મંદિર સુધી પહોંચવાનો રસ્તો ખૂબ જ અદ્ભૂત છે. હિમાલય પર્વતના બરફથી આચ્છાદિત તેની સુંદરતા તેની સુંદરતામાં વધારો કરે છે. તીર્થયાત્રિઓ સાથે આવતાં લોકોને પણ આ જગ્યા ખૂબ લોભાવે છે. મંદિરના પ્રવેશદ્વાર પર ભગવાન શિવના પ્રિય નંદીની મૂર્તિ બિરાજમાન છે. દ્વારની જમણી બાજુ ભગવાન ગણેશની મૂર્તિ છે. મંદિરની વાસ્તુકળા ઉત્તર ભારતીય શૈલીમાં બનેલી છે અને આસપાસ ઘણાં નાના મંદિર છે.

મુરુદેશ્વર મંદિર, કર્ણાટક
ભગવાન શિવનું એક નામ મુરુદેશ્વર પણ છે. કંડુકા પહાડ પર બનેલું આ મંદિર ત્રણે બાજુથી અરબી મહાસાગરથી ઘેરાયેલું છે. 249 ફુટ લાંબુ વિશ્વનું સૌથી મોટું ગોપુરા છે. સમુદ્ર તટની પાસે આવેલું ભગવાન શિવનું આ મંદિર ખૂબ જ સુંદર છે અને મંદિર પરિસરમાં બનેલી ભગવાન શિવની વિશાળ મૂર્તિ લગભગ 123 ફુટ છે.

આ પણ વાંચો : ગુજરાતની સોનાની મુરત એટલે કે સુરત જાઓ તો આ સ્થળોની મુલાકાત ચોક્કસ લેજો

લિંગરાજ મંદિર, ભુવનેશ્વર
ભુવનેશ્વરના સૌથી મોટા મંદિરોમાંનુ એક છે. જે કલિંગની વાસ્તુકળા અને મધ્યકાલીન ઐતિહાસિક પરંપરાનો અજોડ નમૂનો છે. મંદિરની અંદર ભગવાન વિષ્ણુની પણ પ્રતિમા છે. શિવ સાથે જોડાયેલા દરેક તહેવારમાં તમે અહીં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોઇ શકો છો. લિંગરાજ મંદિરથી એક નદી પસાર થાય છે જે અનેક શારીરિક બીમારીઓને દૂર કરે છે. શ્રાવણ મહિનામાં સવારથી જ અહીં ભક્તગણ મહાનદીમાંથી પાણી ભરીને પગે ચાલીને મંદિર સુધી આવે છે.

astrology gujarat junagadh travel news