સુર્યનો પુષ્ય નક્ષત્રમાં થયો પ્રવેશ, આ રાશિના જાતકોનું ખુલશે ભાગ્ય

25 July, 2023 06:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આગામી 13 દિવસ સુધી પુષ્ય નક્ષત્રમાં સૂર્ય સંક્રમણની લોકોના જીવનમાં મોટી અસર પડી શકે છે. 

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

જ્યોતિષશાસ્ર(Astrology)ની રીતે જોઈએ તો સૂર્યનો 20 જુલાઈના રોજ સવારે 11:03 કલાકે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થયો છે. આ નક્ષત્રમાં ગરોનું ગોચર સૌના જીવનને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યોતિષશાસ્ત્ર એવું માને છે કે જીવનમાં બનતી તમામ ઘટનાઓ એ ગ્રહોની ચાલ પર આધારિત હોય છે. 

સુર્યનું પુષ્ય નક્ષત્રમાં ગોચર થવાથી તે દક્ષિણાયનમાં રહેશે. આવી સ્થિતિમાં આ નક્ષત્રનું ગોચર ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવી રહ્યું છે. આગામી 13 દિવસ સુધી પુષ્ય નક્ષત્રમાં સૂર્ય સંક્રમણની લોકોના જીવનમાં મોટી અસર પડી શકે છે. 

સૂર્યના નક્ષત્ર પરિવર્તનને કારણે માનવીય જીવનમાં અને સમાજિક જીવનમાં પણ મોટા પ્રમાણમાં ફેરફારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ દરમ્યાન હવામાન વાતાવરણ કેવું રહેશે તે વિશે જાણવું જરૂરી છે તો, અતિવૃષ્ટિને કારણે પૂરની સ્થિતિ થઈ શકે તેવા સંકેત છે. 

પુષ્ય નક્ષત્ર એ તમામ 27 નક્ષત્રમાંથી આઠમું નક્ષત્ર છે. પુષ્યનો સંસ્કૃત ભાષામાં અર્થ થાય છે પોષક. આ નક્ષત્રના પ્રભાવમાં જન્મેલા લોકો કોઈપણ વ્યક્તિને શક્તિ અને ઊર્જા પ્રદાન કરી શકે છે તેવું જ્યોતિષશાસ્ત્રમાં માનવામાં આવે છે. આમ આ નક્ષત્ર શુભ માનવામાં આવે છે. ગુરુ બૃહસ્પતિ એ પુષ્ય નક્ષત્રના દેવતા માનવામાં આવે છે.

સૂર્યનું પુષ્ય નક્ષત્રમાં ગોચર થવાથી તમામ બાર રાશિઓ પર આ પરિણામ થશે

મેષ રાશિના લોકો પોતાના ઘર તેમ જ પારિવારિક સુખ-સુવિધાઓ પર પોતાનું ધ્યાન આપશે. જેને કારણે આ લોકો પોતાના ઘરની સુંદરતા જાળવી શકશે. વૃષભ રાશિના જાતકો માટે તો સૂર્યની આ સ્થિતિ વૈભવ આપશે. સાથે જ આ રાશિના લોકોને સરકાર અને વહીવટીતંત્ર તરફથી લાભ સૂચવી રહ્યું છે.

મિથુન રાશિના જાતકોને નાણાકીય સફળતા મળી શકશે. જે જાતકો પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને પુષ્કળ નફો થઈ શકે છે. કર્ક રાશિના લોકોના જીવનમાં બિનજરૂરી ખર્ચ વધી શકે છે. સાથે આ રાશિના જાતકોના દુશ્મન વધી શકે છે, તેથી આ રાશિના જાતકોને વધુ સાવચેત રહેવાનું સૂચન કરવામાં આવેલ છે. સિંહ રાશિના લોકોને તેમના પરિવારથી દૂર જવું પડી શકે છે. આ રાશિના જાતકો પોતાની કમાણી અને ખર્ચ વચ્ચે સંતુલન બનાવી ન શકવાને કારણે તણાવમાં રહેશે.

આ સમય કન્યા રાશિના લોકો માટે પ્રેમસંબંધો માટે અયોગ્ય માનવામાં આવે છે. આ જાતકો માટે પણ સમય જીવનમાં ઘણો માનસિક તણાવ લાવી શકે છે. તુલા રાશિના લોકોને વ્યાવસાયિક વિકાસ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તેમને પરિવહન ક્ષેત્રે પૂરતી તકો મળવાની શક્યતા છે. વૃશ્ચિક રાશિના જાતકો પોતાના કર્મ દ્વારા લોકોને પ્રભાવિત કરી શકશે. વૃશ્ચિક રાશિના જાતકોને પિતા અને આધ્યાત્મિક શિક્ષકો પાસેથી સારો લાભ મળી શકે છે. ધન રાશિના લોકો માટે હરવા-ફરવાનો સંયોગ છે. તેઓ વિવિધ સ્થળોની મુલાકાત લઈ શકે છે. જ્યારે મકર રાશિના જાતકોના લગ્નજીવનમાં મુશ્કેલી થઈ શકે છે.

astrology life and style