149 વર્ષો પછી બન્યો છે આવો યોગ, શનિ જયંતિ અને સોમવતી અમાસ એક જ દિવસે

03 June, 2019 02:26 PM IST  | 

149 વર્ષો પછી બન્યો છે આવો યોગ, શનિ જયંતિ અને સોમવતી અમાસ એક જ દિવસે

શનિ જયંતી અને સોમવતી અમાસ છે આજે એક સાથે

આજે વૈશાખ વદ અમાસ સોમવારે થઈ છે ત્યારે આ તિથિનું પૌરાણિક રીતે પણ ઘણું જ મહત્વ છે. શનિદેવના જન્મ સાથે જોડાયેલી છે કેટલીક મહત્વની માન્યતા, તો બીજી પતિવ્રતા સ્ત્રી સાવિત્રી સાથે.

કોઇપણ મહિનાની અમાસ સોમવારે થતી હોય તો તેને સોમવતી અમાસ કહે છે. સોમવતી અમાસનું હિન્દુ ધર્મમાં એક આગવું જ મહત્વ છે. મહિલાઓ ઉપવાસ કરે છે. આજે વૈશાખ વદ અમાસ સોમવારે થઈ છે ત્યારે આ તિથિનું પૌરાણિક રીતે પણ ઘણું જ મહત્વ છે. શનિદેવના જન્મ સાથે જોડાયેલી છે કેટલીક મહત્વની માન્યતા, તો બીજી પતિવ્રતા સ્ત્રી સાવિત્રી સાથે.

સોમવતી અમાસના દિવસે થયો હતો શનિદેવનો જન્મ

આજે દેશ આખામાં શનૈશ્ચર જયંતિ ઉજવવામાં આવી રહી છે, ત્યારે ભક્તો તેમની વિધિપૂર્વક પૂજા આરાધના કરી રહ્યા છે. શનિદેવનો જ્યારે જન્મ થયો તે દિવસે પણ સોમવતી અમાસ હતી. તેથી આજની સોમવતીઅમાસનું મહત્વ વધી જાય છે. આજના દિવસે શનિદેવની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થઇ જાય છે અને ભક્તોની મનોકામના જલ્દી પૂરી કરે છે.

આ પણ વાંચો : સાપ્તાહિક રાશિભવિષ્ય: સિંહ રાશિને મળશે નોકરીમાં નવી તક

પતિવ્રતા સ્ત્રી સાવિત્રીના પતિ સત્યવાનને એક વટવૃક્ષ નીચે જ્યારે સર્પદંશ થયો, ત્યારે પણ સોમવતી અમાસ હતી. સોમવતી અમાસના દિવસે જ સાવિત્રીએ યમરાજ પતિ સત્યવાનના પ્રાણની રક્ષા કરી હતી. પોતાના પતિની રક્ષા અને સૌભાગ્ય માટે મહિલાઓ વટવૃક્ષ અને સાવિત્રીની પૂજા અર્ચના કરે છે તેમજ વટ સાવિત્રીની કથા સાંભળે છે.

ઉલ્લેખનીય છે કે વટસાવિત્રીનો વ્રત આ વર્ષે 14 જૂન 2019થી શરૂ થાય છે અને16 જૂન 2019 રવિવારના દિવસે સમાપ્ત થાય છે.

astrology