05 February, 2024 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભગવાન વિષ્ણુની ફાઈલ તસવીર
એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે કરવામાં આવેલા કેટલાક ઉપાય વ્યક્તિને ધનવાન બનાવી શકે છે. માઘ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 6 ફેબ્રુઆરી મંગળવારના રોજ આવી રહી છે. જાણો ષટ્તિલા એકાદશીનો શુભ સમય.
Shattila Ekadashi 2024: હિંદુ ધર્મ શાસ્ત્રોમાં એકાદશી તિથિનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. વર્ષમાં 12 એકાદશીઓ આવે છે અને દરેક મહિનામાં બંને પક્ષની એકાદશીનું પોતપોતાનું આગવું મહત્ત્વ છે. માઘ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને ષટ્તિલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે જે લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને વ્રત રાખે છે, તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ષટ્તિલા એકાદશીના દિવસે વ્રત રાખવા અને પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જાણો આજે કયા સરળ ઉપાયો કરી શકાય છે.
ષટ્તિલા એકાદશી તારીખ 2024
હિંદુ કેલેન્ડર મુજબ, માઘ મહિનાની ષટ્તિલા એકાદશી તિથિ 5 ફેબ્રુઆરીએ સાંજે 5.25 વાગ્યે શરૂ થઈ રહી છે અને બીજા દિવસે એટલે કે 6 ફેબ્રુઆરી સાંજે 4.07 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, ઉદયતિથિને ધ્યાનમાં રાખીને, 6 ફેબ્રુઆરીએ ષટ્તિલા એકાદશી ઉપવાસ કરવામાં આવશે.
ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાના ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે. આ દિવસે સવારે સ્નાન કરતી વખતે ન્હાવાના પાણીમાં તલ નાખી દો. આ પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો. ષટ્તિલા એકાદશી વ્રત રાખવાનું નિયમ લો અને તે નિયમ પાળો..
ષટ્તિલા એકાદશીના દિવસે શુભ સમયે વિધિ પ્રમાણે પૂજા કરો. તેની સાથે પૂજામાં ફૂલ, ફળ, તુલસીના પાન ચઢાવો. તેમજ ભગવાન વિષ્ણુની સામે અગરબત્તી પ્રગટાવો અને અર્પણ કરો. માન્યતાઓ અનુસાર, ષટ્તિલા એકાદશીના દિવસે પૂર્વજોની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.
નોંધનીય છે કે મનેકમને સ્વીકારવું રહ્યું કે હિન્દુ ધર્મ પાસે કોઈ સર્વમાન્ય લોકભોગ્ય એક પણ ધર્મગ્રંથ નથી. મુસ્લિમો પાસે કુરાન, ખ્રિસ્તીઓ પાસે બાઇબલ, સિખો પાસે ગુરુગ્રંથસાહેબ છે એવો સર્વલોકભોગ્ય એક પણ ગ્રંથ નથી. કહેવા ખાતર વેદોને ધર્મગ્રંથ માનવામાં આવે છે; પણ એક તો એ લોકભોગ્ય નથી થઈ શક્યા, નથી થવા દીધા!
બીજું, હિન્દુ પ્રજામાં અવૈદિક પ્રજા પણ છે જે પોતપોતાના અલગ-અલગ ધર્મગ્રંથોમાં માને છે. વૈદિક પરંપરામાં જે આચાર્યો થયા (શંકરાચાર્ય વગેરે જેવા) તેમણે ‘પ્રસ્થાનત્રયી’ પર ભાષ્યો લખ્યાં છે, પણ કોઈએ વેદો પર ભાષ્ય નથી લખ્યું. ‘પ્રસ્થાનત્રયી’માં ગીતા, બ્રહ્મસૂત્ર અને ઈશોપનિષદોને ગ્રહણ કરાયાં છે. ઉપનિષદોને વેદ માની લેવાયાં છે, પણ વાસ્તવમાં તો સંહિતાભાગ જ વેદ છે. એનો પ્રચાર તો આ આચાર્યોએ પણ કર્યો નથી. મૂળ વેદોનો પ્રચાર સ્વામી દયાનંદજીએ શરૂ કર્યો કહેવાય. તેમણે એને લોકભોગ્ય બનાવવાનો સૌને અધિકાર આપ્યો, પણ એમાં બહુ સફળતા મળી દેખાતી નથી. હિન્દુ પ્રજા પર ધર્મગ્રંથો તરીકે ઘણા ગ્રંથો છવાઈ ગયા છે. એમાં રામાયણ-મહાભારત અને પુરાણો ખરાં; પણ આ બધાંમાં એકવાક્યતા નથી, પ્રયત્ન કરીને એકવાક્યતા કરવી પડે છે. આ બધાને કારણે હિન્દુ ધર્મ સ્પષ્ટ-સચોટ થઈ શકતો નથી. એની પાસે બધું ઘણું-ઘણું છે॥ ઘણાં શાસ્ત્રો છે, ઘણા દેવો છે, ઘણા આચાર્યો છે, ઘણા ભગવાનો છે. ઘણા સંપ્રદાયો, પંથો અને પરિવારો છે. સૌકોઈ પોતપોતાની રુચિ પ્રમાણે આ ઘણાબધામાંથી કંઈક સ્વીકારી લે છે, કંઈક અસ્વીકારી પણ દે છે. આવી બધી અનિશ્ચિતતામાં છેલ્લાં ૬૦-૭૦ વર્ષોથી લોકમાન્ય એક ગ્રંથ પ્રાપ્ત થયો છે એ છે ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’.