શનિ વક્રી, જાણો કઈ રાશિ પર શું અસર થશે ?

30 April, 2019 10:11 AM IST  |  મુંબઈ

શનિ વક્રી, જાણો કઈ રાશિ પર શું અસર થશે ?

નવ ગ્રહ પૈકી ફક્ત શનિ ગ્રહનું મૂળભૂત કારકત્વ ન્યાય, નીતિ, દંડનાયક અને કરેલાં કર્મોનો હિસાબ કરનાર શનિદેવ આજે ધન રાશિમાં વહેલી સવારે ૬.૨૨ કલાકથી વક્રી થશે, જે ૧૮ સપ્ટેમ્બર સુધી રહેશે. હાલમાં ગુરુ વૃિક રાશિ વક્રીમાં ચાલે છે, જે ૧૧ ઑગસ્ટ સુધી રહેશે. સામાન્ય રીતે કોઈ પણ ગ્રહ વક્રી શુભ માનવામાં આવતા નથી. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમ્ન ભટ્ટના જણાવ્યા અનુસાર શનિ લાંબા ગાળાનો ગ્રહ સતત ૧૪૧ દિવસ માટે ગુરુની રાશિમાં વક્રી ભ્રમણ કરશે, જેને કારણે ઘણા બધા નેતા, મહાનુભાવો, સંતો-મહંતો, ઉચ્ચ અમલદારોએ કોઈ ખોટાં કામો કરીને કે લાંચરુશવત, બળાત્કાર, માનહાનિ, છેતરપિંડી જેવા કિસ્સાના અશુભ બનાવોથી જેલની હવા ખાવાનો અશુભ અવસર આવે. નોકરીનો કારક પણ શનિ હોવાથી માર્કેટમાં જૉબલેસ પર્સન વધે. છૂટાછવાયા કામવાળા કારીગર, ડ્રાઈવર, મજૂર, ડિલિવરી બોયની સેવા છેતરપિંડી સાથે મળે. પાણીની સમસ્યા વધે. પાણીજન્ય રોગો ફેલાય. મઠ, મંદિરો, આશ્રમમાં સરકારી નોટિસો મળે, એના વહીવટદારોની ભૂલને કારણે મોટો દંડ ભોગવવો પડે. રાજકારણમાં મોટાં-મોટાં સમીકરણો બદલાય. રાજકીય લડાઈ વાદવિવાદ સાથે વકરે. સામાન્ય માણસ પિસાતો જાય. સતત કાળઝાળ મોંઘવારીમાં કડવા ડોઝ ગળવાનો વારો આવી શકે. કાળી વસ્તુઓની અછત વર્તાય. હિન્દુ ભાઈ-બહેનોએ આવા સમયમાં હનુમાન ચાલીસાના પાઠ અને દર્શન અવશ્ય કરવાં જોઈએ, જ્યારે જૈન ભાઈ-બહેનોએ મુક્તિ સુવþતસ્વામીની સેવા, પૂજા, ભક્તિ અવશ્ય કરવી જોઈએ.

૧૨ રાશિની વ્યક્તિઓ પર શનિના વક્રી ભ્રમણની અસરો...

(૧) મેષ રાશિ : આ રાશિની વ્યક્તિઓએ સફળતા માટે સતત મહેનત સાથે ધીરજ કેળવવાની જરૂર છે. દર શનિવારે હનુમાનજીને કાચું તેલ ચડાવવું.

(૨) વૃષભ રાશિ : કાર્યક્ષેત્રો સામે સતત સામનો કરવો પડે અને કોઈ જગ્યા ઉપર મોટી નુકસાની આવી શકે માટે હનુમાનજીને નિત્ય દીવો પ્રગટાવો.

(૩) મિથુન રાશિ : પોતાની તબિયત માટે કાળજી રાખવી. હનુમાનજી સાથે ઇક્ટદેવની આરાધના નિત્ય કરવી.

(૪) કર્ક રાશિ : માનસિક ચિંતા, ઉદ્વેગ, અશાંતિ રહ્યા કરે અને ર્કોટ-કચેરીના અશુભ પ્રસંગોથી સાવધ રહેવું. સમયાંતરે બજરંગબાણનો પાઠ કરવો

(૫) સિંહ રાશિ : પરિવારજનો સાથે અકારણ સંઘર્ષમાં ન ઊતરવું. આજના દિવસે હનુમાનજીનાં દર્શન કરી નમકની થેલી અર્પણ કરવી.

(૬) કન્યા રાશિ : ધંધામાં અનિિતતા, નોકર-ચાકરની ચિંતા રહ્યા કરે માટે તેની ઉપર અતિશય ભરોસો મૂકવો નહીં.
ઓમ શં શનેશ્વરાય નમ: આ મંત્રની દરરોજ એક માળા કરવી.

(૭) તુલા રાશિ : આકસ્મિક ધનપ્રાપ્તિની મોટી તકો મળે. આવી શુભ તકો ગોપનીય રાખવી. હનુમાનજીને શક્ય હોય ત્યારે વડાં અર્પણ કરવાં.

(૮) વૃશ્ચિક રાશિ : અત્યારે હાલમાં માન-સન્માન, પદ, પ્રતિષ્ઠાના પ્રબળ યોગ હોવાથી કોઈ પણની સાથે સંબંધો બગાડવા નહીં અને પૂવર્‍ગ્રહ રાખવો નહીં. દર મંગળવારે હનુમાનજીને કાળા કલરનાં પુષ્પઅર્પણ કરવાં. 

(૯) ધન રાશિ : માનહાનિ, છેતરપિંડી તથા મોટી નુકસાની આવવાની પ્રબળ શક્યતા છે. સાથે આરોગ્ય માટે કાળજી રાખવી. દરરોજ ઘરે હનુમાનજીને દીવો, અગરબત્તી કરીને મનોમન ખૂબ જ પ્રાર્થના કરવી.

(૧૦) મકર રાશિ : ખત જામીનગીરીમાં સહી કરવી નહીં તેમ જ શક્ય હોય તો મોટી લોન પણ લેવી નહીં. દર મંગળવારે, શનિવારે હનુમાનજીનાં દર્શન કરી રોકડા રૂ. ૨૬ અર્પણ કરવા.

આ પણ વાંચોઃ મહંત સ્વામીનું સરળ, સાલસ અને સૌમ્ય વ્યક્તિત્વ, સાબિતી છે આ ફોટોઝ

(૧૧) કુંભ રાશિ : સ્નાયુને લગતી તકલીફો થાય, માટે નિત્ય કબૂતરને ચણ ખવડાવવું અને અનુકૂળતાએ હનુમાનજીના મંદિરે જય સેવા કરવી.

(૧૨) મીન રાશિ : આંખોમાં તકલીફ થાય. ઑપરેશન પણ આવી શકે, ખોટી જુબાની કોઈ જગ્યાએ આપવી નહીં. પોતાના પરિવાર સાથે હનુમાનજીના મંદિરે આવશ્યક દર્શન કરવા જવું.

astrology news